ટેસ્ટી અમેરિકન ફ્રુટ સલાડ બનાવતા શીખીએ

લંચ /ડીનર ની સાથે સાથે અમેરિકન ફ્રુટ સલાડ અલગ જ ટેસ્ટ આપે છે.

અમેરિકન ફ્રુટ સલાડ બનાવવાની સામગ્રી:

 • 3 કપ કોબીજ બારીક કાપેલી
 • 1 કપ કાકડી બારીક કાપેલી
 • 1 કપ પાઈનેપલના કટકા
 • 1 કપ સફરજનના કટકા
 • 100 ગ્રામ લીલી દ્રાક્ષ (બી વગરની)
 • 1/2 કપ મેયોનીઝ
 • મીઠું, મરીનો ભૂકો, ખાંડ
 • સજાવટ માટે –
 • 4 પાઈનેપલની સ્લાઈસ
 • લીલી દ્રાક્ષ, ચેરી, સલાડનાં પાન,
 • સફરજનની ચીરીઓ

અમેરિકન ફ્રુટ સલાડ બનાવાવની રીત:
કોબીજ, કાકડી, પાઈનેપલના કટકા, સફરજનના કટકા, લીલી દ્રાક્ષ, મીઠું, ખાંડ અને મેયોનીઝ નાંખી, હલાવી, લંબગોળ સલાડ પ્લેટમાં સલાડનાં પાન ગોઠવી, તેમાં સલાડ ભરી, ઉપર પાઈનેપલની સ્લાઈસ, સફરજનની ચીરીઓ, લીલી દ્રાક્ષ અને ચેરીથી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી, ખૂબ ઠંડું કરી પીરસવું.

Leave a Reply

error: Content is protected !!