આજે દુનિયાની સૌથી લાંબા પગવાળી છોકરીઓ ને મળો

રશિયાની એકેટેરિયન લિસિનાના નામે દુનિયાની સૌથી લાંબા પગવાળી મહિલાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. આ વર્ષે જૂનમાં તેણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

 

લિસિનાના ડાબા પગની લંબાઈ 132.8 સેન્ટિમિટર (52.2 ઈંચ) છે, જ્યારે કે જમણા પગની લંબાઈ 132.2 સેન્ટિમીટર (52 ઈંચ) છે, એટલે કે 4 ફીટથી વધુ છે.

 

6 ફીટ 9 ઈંચ લાંબી લિસિના ઓલિમ્પિક મેડાલિસ્ટ પણ છે. તેણે 2008માં ઓલમ્પિકમાં બાસ્કેટબોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

લિસિનાએ હાલમાં મૉડલિંગમાં એન્ટ્રી કરી છે..

લિસિના નામે રશિયાની સૌથી ઊંચી મહિલા હોવાનો રેકોર્ડ પણ છે.

હવે લિસિના ઈચ્છે છે કે તે સૌથી લાંબા પગવાળી મૉડેલ તરીકે જાણિતા થાય.

લિસિના કહે છે કે, લાંબા પગના કારણે લોકો તેની મજાક પણ ઉડાવે છે.

લિસિના જ્યારે પણ બહાર નીકળે છે તો લોકો તેના સાથે તસવીર ખેંચાવવા માટે રેડી હોય છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!