ગોળ અને ચણા સાથે ખાવાનાં ચમત્કારિક ફાયદા ખ્યાલ ના હોય તો જરૂર વાંચજો

ચણાની ખાસિયત

આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે, ચણા અને ચણાની દાળ બન્નેના સેવનથી શરીર સ્વસ્થ રહે છે. ઘોડાને આ જ કારણથી ચણાની ચંદી ખવડાવાય છે. રોજ 50 ગ્રામ ચણા ખાવા શરીર માટે ખૂબ જ લાભકારી છે. દરરોજ ચણાનું સેવન કરવાથી રોગોની સારવાર આપમેળે જ થઈ જાય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, રેશા, કેલ્શિયમ, આયરન અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે.

ચણા ખૂબ જ પૌષ્ટિક છે. તે પચવામાં હળવા, ઠંડા, રંગ સુધારનાર અને બળવર્ધક છે. ચણાનું સેવન કમળો, માથાનો દુ:ખાવો, રક્તપિત્ત, કફરોગ, પિત્તરોગ વગેરેમાં અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

ચણાને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે કારણ કે તે સસ્તા હોય છે પરંતુ આ સસ્તી વસ્તુમાં મોટી-મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા રહેલી છે.

ગોળની ખાસિયત

ગોળની ગણતરી સ્વાસ્થ્યવર્ધક પદાર્થોમાં કરી શકાય છે. આનું મુખ્ય કારણ તે છે કે ગોળની અંદર એક પ્રકારનું વિટામીન બી (આઈનાસીટલ) ભરપુર માત્રામાં મળી આવે છે. આયુર્વેદમાં પણ આ વાત વિશે કહ્યું છે કે ગોળના સેવનથી શરીર નિરોગી રહે છે અને તેને સ્વસ્થ્ય રાખી શકાય છે. યોગ્ય માત્રામાં ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. આદુની સાથે ગોળનું સેવન કરવાથી કફની સમસ્યા દૂર થાય છે. ગોળ પાચન શક્તિને વધારમાં ઘણો મદદગાર સાબિત થાય છે. શરીરના થાકને પણ તે દૂર કરે છે. હરડેની સાથે તેનું સેવન કરવાથી પિત્ત ઠીક થઈ જાય છે. બાળકો માટે સૌથી ઉત્તમ છે ગોળ. આમાં ચિકણાઈ, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવા મુખ્ય પોષક તત્વો મળી આવે છે.

ગોળ અને ચણા સાથે ખાવાનાં ચમત્કારિક ફાયદા

ગોળ શક્તિમાન છે તો ચણા બાહુબલી છે. આ બન્ને બળિયા ભેગા થાય તો શક્તિ વધી જાય છે. આ બન્ને વસ્તુને સાથે ખાવાથી ઘણાં લાભ થાય છે.
● ગોળ અને ચણા બન્ને સાથે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
● આમાં પોટેશિયમ હોય છે જે હ્ર્દયનાં પ્રોબ્લેમ દુર કરે છે.
● આ બન્ને સાથે ખાવાથી બોડી ટૉક્સિન્સ દુર થાય છે અને સુંદરતામાં વધારો થાય છે.
● આમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જેથી મસલ્સ મજબૂત બને છે.
● આ ખાવાથી બ્લડ સુગર લેવલ નોર્મલ રહે છે અને ડાયાબીટીસમાં રાહત રહે છે.
● પાચનશક્તિમાં સુધારો થાય છે અને કબજિયાતની તકલીફ દુર થાય છે.
● ગોળ અને ચણામાં આયર્નની માત્રા વધું હોવાથી ગર્ભાવસ્થા દરમિયાન થતી લોહીની કમી દુર કરે છે.
● બન્ને સાથે ખાવાથી શરીરનું મેટાબોલીઝમ વધે છે, જે શરીરનું વજન ઘટાડે છે.
● આમાં ઝીંક હોવાથી કોઈ ઇજા થઈ હોય તો તાત્કાલિક રૂઝ આવી જાય છે.
● આમાં કેલ્શિયમ હોવાથી હાડકા મજબૂત થાય છે અને સાંધાનાં દુઃખાવામાં રાહત થાય છે.

સંકલન – ઈલ્યાસભાઈ

ગુજરાતના સૌથી લોકપ્રિય પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના સૌજન્યથી તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો. જો પોસ્ટ વાંચવાની મજ્જા આવી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!