જે અહીં રાત રોકાય છે તે બની જાય છે પથ્થરનું – જાણો આ રહસ્યમય મંદિર વિષે

રાજસ્થાનની રેતાળી ધરતીમાં અનેક રહસ્યો દફન છે. આજે અમે જે બતાવી રહ્યા છે તે પણ ચોકાવનારું રહસ્ય છે. આ રાહસ્યને જાણીને મોટા-મોટા વીરલાઓના પણ પસીનાઓ છૂટી જતા હોય છે. રાજસ્થાનના કુલધારા ગામ અને ભાનગઢના કિલ્લો પણ એવા જ રહસ્યમયી સ્થાનમાંથી એક છે જ્યાં ભૂતીયા સ્થળ તરીકે આખી દુનિયામાં જાણીતો છે. કુલધારા અને ભાનગઝથી એક બીજી રહસ્યમયી સ્થાન છે જે બાડમેર જિલ્લામાં સ્થિત છે.. આ સ્થાન છે કિરાડૂ મંદિર.

આખા રાજસ્થાનમાં ખજૂરાહોનું મંદિર તરીકે ઓળખવામાં આવતું આ મંદિર પ્રેમીઓને વિશેષ આકર્ષિત કરે છે. પરંતુ અહીં બીજી એક ખોફનાક હકીકત છે જેને જાયા પછી કોઈપણ વ્યક્તિ અહીં સાંજ પડ્યા પછી હિંમત નથી કરતું.

જે અહીં સાંજ પછી રોકાય છે તે બની જાય છે પત્થરઃ-

કિરાડૂના મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં સાંજ ઢળ્યા પછી જે પણ વ્યક્તિ રોકાય છે તે કાં તો પત્થર બની જાય છે કે પછી તેનું મૃત્યુ થઈ જાય છે. કિરાડૂ વિશે એવી માન્યતા વર્ષો સુધી ચાલી આવી રહી છે કે પત્થર બની જવાના ડરથી અહીં સાંજ પડતા જ આ વિસ્તાર સૂનસાન બની જાય છે.

આ માન્યતા પાછળ પણ એક રહસ્યમયી હકીકતની સાબિતી એક સ્ત્રીની પત્થરની મૂર્તિ છે, જે કિરાડૂથી દૂર સિંહણી ગામમાં સ્થિત છે.

આ પ્રકારે કિરાડૂના લોકો બની ગયા હતા પત્થરઃ-

વર્ષો પહેલા કિરાડૂમાં એક તપસ્વી પધાર્યા હતા. તેમની સાથે અનેક શિષ્યની એક ટોળી પણ હતી. તપસ્વી એક દિવસ શિષ્યોને છોડીને દેશાટન ચાલ્યા ગયા. આ દરમિયાન કેટલાક શિષ્યોનું સ્વાસ્થ ખરાબ થઈ ગયું.

ગામવાળાઓએ તેમની કોઈ જ મદદ ન કરી. તપસ્વી જ્યારે પાછા કિરાડૂ આવ્યા અને પોતાના શિષ્યોની દુર્દશા જોઈ તો ગામવાળા લોકોને શ્રાપ આપ્યો કે જે લોકોનું હૃદય પાષાણ(પત્થર)નું હોય તે માણસ બની રહેવા યોગ્ય નથી એટલા માટે બધા પત્થર બની જાઓ.

એક કુંભારણ હતી જેને શિષ્યોની મદદ કરી હતી. તપસ્વીએ તેની ઉપર દયા કરીને કહ્યું કે ગામમાં જતી રહે નહીં તો તું પણ પત્થરની બની જઈશ. પરંતુ યાદ રાખજે કે જતી વખતે પાછી વળીને ન જોતી.

કુંભારણ ગામથી ચાલી ગઈ પરંતુ તેના મનમાં એવી શંકા થવા લાગી કે તપસ્વીની વાત સાચી પણ છ કે નહીં. અને તે પાછા વાળીને જોવા લાગી અને તે પણ પત્થરની બની ગઈ. સિંહણી ગામમાં કુંભારની પત્થરની મૂર્તિ આજે પણ આ ઘટનાની યાદ અપાવે છે.

સંકલન: રૂપેન પારેખ

Leave a Reply

error: Content is protected !!