નવદુર્ગા કહેવાતી દુર્ગા માતાના નવ અલગ અલગ સ્વરૂપના અદ્ભુત દર્શન

આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રી એ નવદુર્ગાની ઉપાસનાનો પર્વ છે. પણ આ “નવદુર્ગા” માતા એટલે કઈ માતા? નામ પ્રમાણે જ નવદુર્ગા એટલે દુર્ગા માતાના નવ અલગ અલગ સ્વરૂપ. નવ દિવસોમાંના દરેક દિવસે દુર્ગા માતાના એક અલગ સ્વરૂપનું પૂજન/આરાધના થાય છે. તો આપણે જોઈએ કે નવ દિવસના આ નવ અલગ અલગ રૂપો ક્યા છે.

૧. પહેલું નોરતું – માતા શૈલપુત્રી

આ નોરતું શૈલપુત્રી માતાની આરાધના નો દિવસ છે. શૈલપુત્રી એટલે કે પર્વતની પુત્રી એટલે કે માતા પાર્વતી નું આ સ્વરૂપ છે.

૨. બીજું નોરતું – માતા બ્રમ્હચારીણી

આ નોરતામાં માતા બ્રમ્હચારીણીની ઉપાસના થાય છે. આ માતાની ઉપાસના શરીર અને મનની શુદ્ધિ માટે કરવામાં આવે છે.

૩. ત્રીજું નોરતું – માતા ચંદ્રઘંટાની

ત્રીજા નોરતામાં માતા ચંદ્રઘંટાની ઉપાસના થાય છે. પોતાના કપાળ ઉપર (શંકર ભગવાનની જેમ) અર્ધ ચંદ્રમાં ધરાવતી આ માતા જ્ઞાન અને શાંતિની દેવી છે.

૪. ચોથું નોરતું – માતા કુશમંદા

ચોથા નોરતામાં પોતાના આઠ હાથોમાં શસ્ત્ર ધરાવતી માતા કુશ્મંદાની આરાધના થાય છે.

૫. પાંચમું નોતરું – માતા સ્કંદ

પોતાના પુત્ર સ્કન્દને ખોળામાં લઈને બેઠેલ આ માતાને પૂજવાથી સદબુદ્ધિ અને જ્ઞાનનો ભંડાર મળે છે.

૬. છઠું નોરતું – માતા કાત્યાયની

કત ઋષિની પરમ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને દુર્ગા માતાએ તેમને ઘરે પુત્રી તરીકે અવતાર ધારણ કર્યો. આ કારણથી તેમનું નામ કાત્યાયની પડ્યું.

૭. સાતમું નોરતું – માતા કાલરાત્રી

તેમના નામ પ્રમાણેજ શ્યામવર્ણી માતા કાલરાત્રી એ દુષ્ટ આત્માઓના સંહાર કરવા વાળી છે. તેમની આરાધનાથી શત્રુઓનો વિનાશ નિશ્ચિત થાય છે. ભયાનક સ્વરૂપ ધરાવતી આ માતા મંગળકારી પણ એટલી જ છે.

૮. આઠમું નોરતું – માતા મહાગૌરી

રંગે ખુબ ગોરા હોવાથી આ માતાનું નામ મહાગૌરી પડ્યું. તેમની આરાધનાથી આભા અને આકર્ષણ વધે છે.

૯. નવમું નોરતું – માતા સિદ્ધિદાત્રી

વિવિધ સિદ્ધિઓ આપી શક્તિ આ માતા તેના સ્વભાવ માટે જ માતા સિદ્ધિદાત્રી કહેવાય છે.

સંકલન: હેતલબેન વ્યાસ

બોલો અંબે માતકી જય

 

Leave a Reply

error: Content is protected !!