માઁ નવદુર્ગાની ઉપાસનાના મંત્રો – નવરાત્રીમાં ઉચ્ચારણ કરવાથી થાય છે ઘણા ફાયદા

માઁ શૈલપુત્રી

માઁ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી તરીકે ઓળખાય છે, જે ગિરીરાજ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ છે. જેમના જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ તેમના તેમના મસ્તક પર ચંદ્ર દૃશ્યમાન છે, તેમનું વાહન વૃષભ છે. નવરાત્રીનાં પ્રથમ નોરતાના દિવસે મા-શૈલપુત્રીના શકિત સ્વરૂપનું પુજન -અર્ચન – આરતી થઇ શકે છે.

મંત્ર : ઓમ હ્રીં શ્રીં કલીં શૈલપુત્ર્યૈ નમઃ

બ્રહ્મચારિણી

માઁ નવદુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી માતાનું છે, સચ્ચિદાનંદમય બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવવી એ માઁ બ્રહ્મચારિણીનો સ્વભાવ છે. તે ગૌરવપૂર્ણ ધરાવનાર અને ડાબા હાથમાં કમંડલ ધારણ કરેલ છે. નવરાત્રીનાં બીજા નોરતાના દિવસે માઁ બ્રહ્મચારિણીના શકિત સ્વરૂપની આરાધના કરવામાં આવે છે.

મંત્ર : ઓમ હ્રીં શ્રીં કલીં બ્રહ્મચારિણ્યૈ નમઃ

ચંદ્રઘંટા

માઁ નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ ચંદ્રઘંટાનું છે. જેની ઘંટામાં આહ્લાદકારી ચંદ્ર છે. વર્ણ સુવર્ણ જેવો ચમકદાર અને તેજમાન છે. તેમને દસ ભુજાઓ છે. જેમાં ખડગ, બાણ તેમજ આદિ શસ્ત્રો છે. નવરાત્રિનાં ત્રીજા નોરતાનાં દિવસે માં ચંદ્રઘંટાના શકિત સ્વરૂપની પુજા – અર્ચના સાધના કરવામાં આવે છે.

મંત્ર : ઓમ ઐં હ્રીં ચંદ્રઘન્ટે હૂં ફટ સ્વાહા

માઁ કુષ્માંડા

માઁ નવદુર્ગાનું ચોથુ સ્વરૂપ કુષ્માંડા માતાનું છે. જેમને અષ્ટ ભુજાઓ છે. જેમાં તેમણે કમંડલ, ધનુષ, બાણ, કમળ, અમૃતમય કળશ, ચક્ર અને ગદા ધારણ કરેલા છે. વાઘ પર બિરાજમાન છે. માઁ કુષ્માંડાનું નવરાત્રીના ચોથા નોરતાનાં દિવસે પુજા – ઉપાસના થઇ શકે છે.

મંત્ર : ઓમ કું કુષ્માંડે મમ ધન-ધાન્યં પુત્રં દેહિ દેહિ સ્વાહા

માઁ સ્કંદમાતા

માઁ ભગવતી નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનું છેે, માઁ ત્રિનેત્રી અને ચાર ભુજા ધરાવનાર છે. માઁ સિંહ પર સવાર છે, નવરાત્રીના પાંચમાં નોરતાના દિવસે માં સ્કંદમાતાની પુજા કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે.

મંત્ર : હ્રીં ઐં કલીં સ્કંદમાતે મમ

પુત્રં દેહ સ્વાહા

માઁ કાત્યાયની

માઁ નવદુર્ગા દેવતાઓનું કાર્ય સિધ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયના આશ્રમમાં પ્રગટ થઇ માઁ સ્વયં કાત્યાયનીના દીકરી તરીકે પ્રસ્થાપિત રહ્યા. માંનું આ સ્વરૂપ ભવ્ય અને દિવ્ય છે, માંનું વાહન સિંહ છે. નવરાત્રિના છઠ્ઠા નોરતાના દિવસે માંની ઉપાસના કરવાથી રોગ, શોક, ભય, સંતાપ સઘળુ નષ્ટ થાય છે.

મંત્ર : ઓમ કાં કાં કાત્યાયની સ્વાહા

માઁ કાલરાત્રિ

માઁ નવદુર્ગાનું સાતમુ સ્વરૂપ કાલરાત્રિ માતાનું છે. માઁ કૃષ્ણા વર્ણના રૂપમાં દેખાય છે. ત્રણ નેત્રો છે. ગળામાં અલૌકિક માળા ધારણ કરેલી છે. શ્વાચ્છોશ્વાસમાં અગ્નિની જ્વાળાઓ પ્રગટે છે. ગદર્ભ પર બિરાજીત છે, નવરાત્રિના સાતમાં નોરતાના દિવસે માઁ કાલરાત્રિનું પૂજન કરવાથી ભૂત-પ્રેત તેમજ જળથી રક્ષણ થાય છે.

મંત્ર : ઓમ કલીં કાલરાત્રિ ક્ષૌં, ક્ષૌ મમ સુખ-શાંતિ દેહિદેહિ સ્વાહા

માઁ મહાગૌરી

માઁનું આઠમું સ્વરૂપ મહાગૌરીનું છે, ગૌરવર્ણ છે, આભૂષણ આદિ શ્વેત છે. સૌમ્ય સ્વરૂપ વૃષભ પર બિરાજીત છે. માં એ ચાર ભુજાઓમાં અભયમુદ્રા, ત્રિશુળ, ડમરૂ અને વરમુદ્રા ધારણ કરેલી છે, નવરાત્રિના આઠમાં નોરતાના દિવસે માં મહાગૌરીનું પૂજન કરવાથી સઘળા સંતાપોનું અને પાપોનો નાશ થાય છે.

મંત્ર : ઓમ કલીં હ્રીં મહાગૌરી ક્ષૌં, ક્ષૌં મમ સુખ-શાંતિ કુરુકુરુ સ્વાહા

માઁ સિધ્ધિ દાત્રી

માં નવદુર્ગાનું નવમું સ્વરૂપ સિધ્ધ અને મોક્ષ આપનારૂ હોવાથી ‘માઁ સિધ્ધીદાત્રી’ તરીકે ઓળખાય છે, માં કમળના આસન પર બિરાજમાન છે. નવરાત્રિનાં નવમાં દિવસે – અંતે એટલે કે આ દિવસે માં સિધ્ધી દાત્રીનાં આ શકિત સ્વરૂપની આરાધના કરનારને સર્વ પ્રકારની સિધ્ધઓ પ્રાપ્ત થાય છે.

મંત્ર : ઓમ ઐં હ્રીં સિધ્ધીદાત્ર્યૈ મમ સુખ-શાંતિ દેહિ દેહિ સ્વાહા

Leave a Reply

error: Content is protected !!