મુંબઈ માં થાય છે માત્ર મૂક-બધિરો માટે અદ્ભુત નવરાત્રીની ઉજવણી

મુંબઈના બોરીવલી ઉપનગરમાં ‘નવયુવક નવરાત્રી મંડળ ફોર ડેફ એન્ડ ડમ્બ’ સંસ્થા માત્ર મૂક-બધિરો માટે દાંડિયા-રાસનું આયોજન કરે છે. છેલ્લા ૨૫ વર્ષોથી આ સંસ્થા દશેરાના દિવસે મૂક-બધિરો માટે ગરબા નાઈટસનું આયોજન કરે છે. આ કાર્યક્રમમાં આશરે ૫૦૦થી વધુ મૂક-બધિરો ઉત્સાહથી ભાગ લે છે. સંસ્થા દ્વારા બેસ્ટ ગરબા ડાન્સર અને બેસ્ટ કોસ્ચ્યુમ માટે પ્રાઈઝ પણ આપવામાં આવે છે. ૧૯૯૨માં મૂક-બધિરો એવા રાજેશભાઈ વોરાને આ સંસ્થા શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે તેમના મિત્રો વિનોદ મહેતા અને નિર્મલ ઘડિયા સાથે મળીને છ મહિનામાં આ વિચારનો પ્રચાર કર્યો અને વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયા જમા કરીને એવા મ્યુઝિક ઇન્સ્તુમેન્ટ વસાવ્યા જેને મૂક-બધિરો ફીલ કરી શકે. મલાડમાં આયોજિત પહેલી નવરાત્રિમાં માત્ર ૨૦ મૂક-બધિરો ભાગ લીધો હતો. એ પછી દર વર્ષે સંખ્યા વધતી ગઈ.

આ સંદર્ભે માહિતી આપતા સંસ્થાના કાર્યકર્તા તુષાર વાણી (તેઓ પોતે પણ મૂક-બધીર છે) કહે છે કે અમારા જેવી વ્યક્તિઓ જયારે ગરબા રમવા જાય તો અમને લોકો સાથે એડજસ્ટ કરવામાં પ્રોબ્લેમ થતો હોય છે. અમે મોટેભાગે આઉટ ઓફ સ્પેસ જેવું ફીલ કરતાં હોઈએ છીએ. અમે લિપ રીડીગ કરીને વાતોને સમજીએ છીએ, પણ સોન્ગને સમજવા અમારા માટે લગભગ અશક્ય છે. રિધમને સમજ્યા વગર ડાન્સ કરવાનું ફાવે કઈ રીતે ? અમે ગરબા સર્કલમાં ફિટ થઈ શકતા નથી. તેમ જ લોકો અમારી દયા ખાઈને અમને તેમની સાથે ગરબા રમવા દેતા હોય છે અથવા તેઓ અમારી હાંસી ઉડાવતા હોય છે. જયારે નવયુવક નવરાત્રી મંડર ફોર ડેફ એન્ડ ડમ્બ દ્વારા આયોજિત નવરાત્રિમાં અમે સેફ ફિલ કરીએ છીએ. પોતાના જેવી વ્યક્તિઓ સાથે ગરબા રમવામાં મજા આવે છે. અહી અમને ગરબાના સ્ટેપ્સ ખોટા થવાનો ભય રહેતો નથી. અમે માનસિક રીતે સ્ટેપ્સ કાઉન્ટ કરીને ગરબા રમીએ છીએ. અહી અમે શરમ કે છોછ અનુભવતા નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ નવરાત્રિમાં સહભાગી થવા માટે ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળથી પણ મૂક-બધિરો આવે છે. વધુમાં આ સેલિબ્રેશનમાં લગ્નલાયક મૂક-બધિરો પોતાની વયના લોકોને મળે છે. આ નવરાત્રિમાં અનેક મૂક-બધિરોને પોતાના લાઇફ પાર્ટનર મળ્યાં છે. આ સંસ્થા સોશિયલ મીડિયા દ્વારા આ ઈવેન્ટનો પ્રચાર કરે છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા ઘના મૂક-બધિરો બહારગામથી આવતા હોય અને જો રહેવાની વ્યવસ્થા કરી ન શકતા હોય તો સંસ્થાના કાર્યકર્તાઓ તેમને પોતાના ઘરે ઉતારો આપે છે. તુષારભાઈના મતે અમારા માટે આ ફેમિલી ગેટ-ટુગેધર જેવી વાત છે.

માહિતી સાભાર કોકટેલ ઝીંદગી મેગેઝીન

કોકટેલ ઝીંદગી ગુજરાતી મેગેઝીન ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!