શિયાળો આવે છે ત્યારે ઇલેક્ટ્રિક હીટર ના ઉપયોગ કરતા પહેલા જરૂર વાંચવા જેવી માહિતી

શિયાળો ધીરે ધીરે જામી રહ્યો છે, ઠંડીથી બચવા માટે હવે બદલાતા સમયમાં ઈલેક્ટ્રોનિક હીટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હીટર તમને ઠંડકથી તો બચાવશે પણ તેનાથી તમને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવાનો વારો આવી શકે છે. કારણ કે આ હીટર તમારા રૂમને ગરમ બનાવીને રૂમમાં રહેલા ભેજને ચૂસી લે છે

 

ઇલેક્ટ્રિક હીટર નાં ઉપયોગથી થઈ શકે છે મુશ્કેલીઓ :

  • ઈલેક્ટ્રિક હીટર ફક્ત રૂમને શુષ્ક કરી દે છે આ શુષ્કતા એટલી વધી જાય છે કે આંખો પણ ડ્રાય થઈ જાય છે. જેના કારણે આંખોની સમસ્યાઓ થઈ શકે છે.
  • હવામાં રહેલો ભેજ તમારી ત્વચા માટે જરૂરી છે પણ જ્યારે આ ભેજ હીટરના કારણે ગાયબ થઈ જવાથી ત્વચા પણ ડ્રાય થઈ જાય છે. સ્કિન ડ્રાય થઈ જવાથી શરીર પર રેશીસ પડવાની સંભાવનાઓ રહે છે.
  • શુષ્ક હવામાં શ્વાસ લેવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ પેદા થાય છે. જેમાં અસ્થમાના દર્દીઓ માટે મુશ્કેલી ઉભી કરે છે.
  • નાકની નળીઓ શુષ્ક થઈ જવાના કારણે તેમાંથી લોહી નિકળવાની પણ સમસ્યા બની શકે છે.

ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ કરો પરંતુ આટલી કાળજી અવશ્ય રાખો :

  • જે રૂમમાં હીટર ચાલું હોય તે રૂમમાં કેટલીક જગ્યાઓ પર પાણી ભરીને રાખો. જેનાથી રૂમની હવા એકદમ શુષ્ક ન થઈ જાય.
  • થોડા-થોડા સમયે ગરમ પીણા જેવા કે ચા, કોફી કે સૂપ પીવો. તેનાથી ગળામાં ભીનાશ જળવાઈ રહે.
  • સ્કીન પર ભેજ જળવાઈ રહે તેના માટે નેચરલ મોઈસ્ચરાઈઝરનો ઉપયોગ કરો. ભરપૂર માત્રામાં પાણી પણ પીવું.

Leave a Reply

error: Content is protected !!