આ નવરાત્રીમાં ખેલૈયા થાકવા ના જોઈએ – ગરબા દરમિયાન ખાવા પીવાની ખુબ જ ઉપયોગી ટીપ્સ

નવરાત્રિ એટલે ઉત્સાહનું પર્વ. માતાજીના ભક્તો અને યુવાનો નવ-નવ રાત માતાજીના ગરબે ભક્તિ અને ઉલ્લાસથી ઘૂમે છે. કેટલાંય લોકો આ તહેવારને સેલિબ્રેટ કરવા મહિનાઓ પહેલાથી પ્રેક્ટિસ શરૂ કરી દે છે. પરંતુ ગરબા રમવા માટે ગજબ સ્ટેમિના જોઈએ છે. એ વિના ચાર-પાંચ કલાક ગરબા રમવા અશક્ય છે. આથી જો તમે તમારા ડાયેટમાં આટલી ચીજો ઉમેરશો તો તમને નવરાત્રિમાં થાક નહિ લાગે અને તમે રિલેક્સ અને ફિટ રહીને ગરબા રમી શકશો.

સતત ગરબા કરવાથી બોડી ડિહાઈડ્રેટ થઈ જાય છે અને સાથે થાક પણ વધારે લાગે છે. આથી આવામાં તમારે નવરાત્રિમાં નિયમિત જ્યુસ પીવો જોઈએ જેથી તમારા શરીરમાં પૂરતુ પાણી જળવાઈ રહે. અમે તમને આજે એવી કેટલીક ચીજો વિષે જણાવવા જઈ રહ્યા છે ખાવા-પીવાથી તમારા શરીરમાં ઉર્જા રહેશે અને તમને ગરબાનો થાક પણ નહિ લાગે.

ફળ કે શાકભાજીનો જ્યુસઃ

ફળ કે શાકભાજીનો જ્યુસ શરીર માટે ફાયદાકારક હોય છે. તે ભોજન પચાવવામાં પણ મદદ કરે છે. જ્યુસમાં ફાઈબર પૂરતા પ્રમાણમાં હોય છે. ગરબા પછી લીંબુ પાણી, પપૈયાનો જ્યુસ, દૂધીનો જ્યુસ કે કાકડી ખાવાથી ફાયદો થઈ શકે છે.

ડ્રાયફ્રૂટ્સઃ

ડ્રાય ફ્રૂટ્સમાં ભરપૂર માત્રામાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને મિનરલ્સ હોય છે. તેનાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. આથી ગરબા કરવા જતા હોવ તો એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ ખીસામાં રાખી લો. બ્રેક દરમિયાન ચાવીને ડ્રાયફ્રૂટ્સ ખાઈ લો. ગરબા કરતા પહેલા હળવુ ભોજન લેશો તો વધારે ફાયદો થશે.

વધુ પાણી પીઓઃ

પાણી શરીર માટે બહુ જરૂરી ચીજ છે. તે શરીરના તાપમાનને જાળવી રાખે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકે છે. ગરબા નાઈટમાં તમારી જાતને ફિટ રાખવા માંગતા હોવ તો ભરપૂર પાણી પીઓ.

ફ્રૂટ અવશ્ય ખાવઃ

ફળ ખાવાથી બીમારીઓ દૂર થાય છે પણ સાથે તમે તમારી જાતને ફ્રેશ પણ રાખી શકો છો. શરીરમાં પાણીનો સૌથી સારો સોર્સ ફળ છે. આ માટે વ્રત દરમિયાન તમારા ડાયેટિંગમાં ફળને જરૂર શામેલ કરો. ગરબા કરવા જતી પહેલા એક-બે સીઝનલ ફ્રૂટ ખાઈ લો.

સલાડઃ

સલાડમાં વિટામિન્સ અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં હોય છે. ભોજનમાં સલાડને અવશ્ય સ્થાન આપો. સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જો તમે ભરપેટ ગરબા-દાંડિયા રમવા માંગતા હોવ તો ભોજનમાં સલાડને સ્થાન આપવાનું ન ભૂલતા.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!