પ્રેમ અને મીઠાશથી ભરેલા ચુરમા ના લાડુ બનાવતા શીખવશે સીમાબેન ઉપાધ્યાય

ગુજરાતી હોય અને ચુરમાના લાડુ ના ભાવતા હોય એવું તો લગભગ જ કોઈ હશે. ચુરમાના લાડુ બનાવવાની ખુબ જ સરળ અને બેસ્ટ રેસીપી આપણને સીમાબહેને મોકલી છે.

સામગ્રી : 

 •   ૨૫૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ
 •   ૨૫૦ ગ્રામ ગોળ
 •   ૨૫૦ ગ્રામ ઘી
 •   ૧૦૦ ગ્રામ તેલ
 •   એલચી
 •   ખસખસ

બનાવવા ની રીત :

 1.    લોટ માં ૪ ચમચી તેલ નાંખી એકદમ મિલાવી ગરમ પાણી થોડું થોડું લઇ મુઠીયા વાળો..
 2. એક લોયા માં તેલ અને ઘી મીક્ષ કરી ગરમ કરવા મુકો .
 3.    મુઠીયા  ને એકદમ ધીમા તાપે તળો.
 4.    brown કલર ના થાય એટલે નીતારી ને કાઢી લો.
 5.    બધાં મુઠીયા તળાય ગયા પછી તેનો ઝીણો  ભૂકો કરી લ્યો .
 6. ગોળ ને ઝીણો સુધારી લો.
 7.    એક પહોળા વાસણ માં ઘી ગરમ કરવા મુકો
 8.    ગોળ ને તેમાં નાંખી ધીમા તાપે હલાવો .
 9.    ગોળ ની પાઈ સરસ થઇ જાય એટલે લોટ ના તૈયાર કરેલા ભૂકા માં મિલાવી દ્યો
 10.    એલચી બારીક પીસી ને નાંખો
 11.    જરૂર જણાય તો થોડું ઘી ગરમ કરી ને નાંખવું
 12.    હવે હાથે થી ગોળ લાડુ વાળતા જાવ .
 13.    તેના પર ખસખસ લગાવી સજાવો.
 14.    લાડુ સાથે ભજીયા જમાડી બધાં નું દિલ જીતી લો..

લાડૂ જમવા માટે તૈયાર થઈ જાઓ. અને હા, લાડુ ની રેસીપી વાંચીને જ મોં માં પાણી આવી ગયું હોય તો ફટાફટ લાડુ બનાવો અને બીજી સહેલીઓ સાથે પણ આ રેસીપી શેર કરો.

– સીમા ઉપાધ્યાય

Leave a Reply

error: Content is protected !!