લસણની 6 કળી શેકીને ખાવાથી, શરીરમાં તુરંત આ ફાયદા અને અસર દેખાશે

અનેક રોગમાં લસણ અકસીર ઇલાજ માનવામાં આવે છે. આધુનિક વિજ્ઞાને કરેલા સંશોધનમાં પણ એ વાત બહાર આવી છે કે લસણ અનેક રોગોમાં ખૂબ જ ગુણકારી છે. પેટને ફૂલતુ અટકાવવા માટેની દવાથી માંડીને કોલેસ્ટ્રોલ ઘટાડવા સુધીની દવામાં લસણ વપરાય છે.

લસણ એટલુ પાવરફૂલ ફૂડ છે કે તમે તે ખાવ તેના 24 જ કલાકમાં તમારા શરીરમાં ફેરફાર થવા માંડે છે. આથી બીજી આયુર્વેદિક ઓષધિઓ કરતા લસણ ઝડપી રિઝલ્ટ આપે છે. તમે જો રોજ શેકેલી લસણની 6 કળીઓ ખાશો તો તમારા શરીરમાં આવા ફેરફાર થવા માંડશે.

તમે લસણ ખાશો તેના એક કલાકમાં તે તમારા શરીરમાં પચી જશે અને શરીરને પોષણ આપવાનું કામ શરૂ કરી દેશે

કેમ લસણની કળી ખાવાથી થાય છે આટલા ફેરફાર?

તમારુ શરીરને લસણમાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટનો લાભ મળવા માંડશે. જેને કારણે તમારા શરીરમાં હાનિકારક કોષો કે કેન્સરના દર્દીઓના શરીરમાં કેન્સરના કોષો ફેલાતા હશે તો તે અટકી જશે.

તમારા શરીરના પાચનતંત્રને લસણના ફાયદા મળવાનું શરૂ થઈ જશે. તેને કારણે તમારા શરીરમાંથી વધારાની ચરબી દૂર થવા માંડશે અને સંગ્રહ થયેલી ફેટ પણ બર્ન થવા માંડશે.

લસણમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ તત્વો તમારા લોહીમાં ભળવા માંડે છે અને તે શરીરમાં બેક્ટેરિયા સામે લડત આપવા માંડે છે. આટલા સમયમાં લસણના તત્વો તમારા વિવિધ કોષોમાંથી ઝેરી તત્વો ખેંચીને બહાર ફેંકવા માંડે છે.

એક વાર લસણ શરીરમાં પચી જાય પછી તે તમારા શરીરને અંદરથી સ્વચ્છ કરવાનું શરૂ કરી દે છે. જેને કારણે તમારુ કોલેસ્ટ્રોલ ઘટે છે. તમારી ધમનીઓમાં ચરબી જામી હોય તો તે દૂર કરે છે જેને કારણે હૃદયરોગ સામે રક્ષણ મળે છે.

લસણને કારણે બ્લડ પ્રેશર ઘટે છે. આ ઉપરાંત તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તે શરીરમાં રહેલા હેવી મેટલ્સ ધૂર કરે છે. હાડકાના સ્વાસ્થ્ય માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક છે. લસણની કળી શેકીને ખાવાને કારણે જલ્દી થાક નથી લાગતો. આ ઉપરાંત તે આયુષ્ય પણ વધારે છે.

લસણની કળી ખાવાથી થતા અન્ય ફાયદાઓ

હાઈ બીપીથી બચાવ

અનેક લોકોનુ માનવુ છે કે લસણ ખાવાથી હાઈપરટેંશનના લક્ષણોથી આરામ મળે છે. આ રક્તના પ્રવાહને નિયમિત કરવા ઉપરાંત દિલ સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. સાથે જ લીવર અને મૂત્રાશયને પણ સુચારૂ રૂપથી કામ કરવામાં સહાયક હોય છે.

ડાયેરિયા દૂર કરે

પેટ સાથે સંબંધિત સમસ્યાઓ જેવી કે ડાયેરિયા વગેરેના ઉપચારમાં પણ લસણ પ્રભાવકારી હોય છે. કેટલાક લોકો તો એ પણ દાવો કરે છે કે લસણ તંત્રિકાઓથી સંબંધિત બીમારીઓના ઉપચારમાં ખૂબ લાભકારી હોય છે. પણ ફક્ત ત્યારે જ્યારે તેને ખાલી પેટ ખાવામાં આવે.

ભૂખ વધારે

આ પાચન પ્રક્રિયાને ઉત્તેજીત કરે છે અને ભૂખ પણ વધારે છે. જ્યારે પણ તમને ગભરામણ થાય છે તો પેટમાં એસિડ બને છે. લસણ આ એસિડને બનવાથી રોકે છે. આ તણાવને ઓછુ કરવામાં પણ સહાયક છે.

વૈકલ્પિક ઉપચાર

જ્યારે ડિટોક્સીફિકેશનની વાત આવે છે તો વૈકલ્પિક ઉપચારના રૂપમાં લસણ ખૂબ પ્રભાવી હોય છે. લસણ એટલુ વધુ શક્તિશાળી છે કે આ શરીરના સૂક્ષ્મજીવો અને કીડાથી બચાવે છે. અનેક પ્રકારની બીમારીઓ જેવી કે ડાયાબીટિઝ, ટ્યૂફ્સ, ડિપ્રેશન અને કેટલાક પ્રકારના કેંસરની રોકથામમાં પણ આ સહાયક હોય છે

લસણ કેવી રીતે શેકશો? (વિડીયો જુવો)

https://www.youtube.com/watch?v=lE1Vnfa3b24

સંકલન: ધર્મેશ વ્યાસ

 

Leave a Reply

error: Content is protected !!