પાંડવોએ જ્યાં પાંચ શિવલીંગની સ્થાપના કરી છે એ ગુજરાતના મંદિરે દરિયામાં થઈને જવું પડે છે દર્શન કરવા

દીવનાં ફુદમ પાસે પૂરાણ પ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા પાંચ પાંડવોએ પાંચ શિવલીંગની સ્થાપના કરી હોવાનું મનાય છે. આ પાંચ શિવલીંગને સમુદ્રદેવ દરરોજ જલાભિષેક કરે છે. અરબી સમુદ્રનાં તટે આવેલ સંઘ પ્રદેશ દીવનાં ફુદમ ગામ નજીક પાંચ પાંડવોએ પાંચ શિવલીંગ સ્થાપિત ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પાંચ હજાર વર્ષ પૌરાણીક છે. અહીંયા દરરોજ સમુદ્રદેવ ખુદ પાંચ શિવલીંગને જલાભિષેક કરતા હોય ગંગેશ્વરનાં નામથી પ્રચલીત થયેલ છે.

પૌરાણીક કથાનુસાર જ્યારે પાંચ પાંડવ અજ્ઞાત વાસમાં હતા ત્યારે વનવાસ દરમિયાન ફુદમમાં સાંજ થઇ ચુકી હતી. પાંડવો શિવજીની પૂજા પછી જ ભોજન લેતાં હોય કોઇ શિવ મંદિર ન હોવાથી પાંચ પાંડવોએ પોતાની શક્તિ મુજબ પાંચ શિવલીંગનું સર્જન કર્યુ હતું. સમગ્ર વિશ્વમાં માત્ર અહીંયા જ પાંચ શિવલીંગનું મંદિર આવેલું છે. દુનિયાભરના મહાદ્વીપકલ્પોમાં આફ્રિકા પછી ભારતનો બીજો નંબર આવે છે. એમાં પણ ભારતના સમુદ્રકિનારાની પૂર્વ દિશાએથી શરૂ થઈને પશ્વિમ દિશાએ કચ્છ સુધીના દરિયાકિનારા ઉપર ઘણાં દ્વીપતીર્થો આવેલાં છે. મહાદ્વીપકલ્પ ભારતમાં સૌરાષ્ટ્રનો બીજો દ્વીપકલ્પ આવે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારા ઉપર આવેલા રમણીય દીવ ટાપુ ઉપર આમ તો પોર્ટુગીઝ સંસ્કૃતિની છાંટ વર્તાય છે.
અદ્ભુત કુદરતી મીઠુ પાણી (ચમત્કાર)


આ પાંચ શિવલીંગની નજીક એક ખાડો છે જેમાં જ્યારે સમુદ્રનું પાણી પરત ચાલ્યુ જાય છે ત્યારે આ ખાડામાંથી મીઠુ પાણી પીવા માટે મળે છે. જે એક ચમત્કાર જ કહી શકાય. અહીંયા દર્શને આવતા દેશ-વિદેશનાં પર્યટકો એક અલગ પ્રકારનાં ભાવની અનુભુતી કરે છે.

ગંગેશ્વર મહાદેવ મંદિરનો અદ્ભુત ઈતિહાસ

દીવના કુળમ પાસે આવેલ આ મંદિરે દરરોજ સમુદ્રદેવ ખુદ પાંચ શિવલીંગને જલાભિષેક કરતા હોય ગંગેશ્વરનાં નામથી પ્રચલીત થયેલ છે, અદ્ભુત અનુભૂતિ થાય એવું આ મંદિર પાંચ હજાર વર્ષ પૌરાણીક છે. આ પાંચ શિવલીંગની નજીક એક ખાડો છે જેમાં જ્યારે સમુદ્રનું પાણી પરત ચાલ્યુ જાય છે, એક અદ્ભુત ચમત્કારિક અનુભૂતિ દર્શને આવતા દેશ-વિદેશનાં પર્યટકો કરે છે.

સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારા ઉપર આવેલા રમણીય દીવ ટાપુ ઉપર આમ તો પોર્ટુગીઝ સંસ્કૃતિની છાંટ વર્તાય છે

ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે કોઈ રાત્રી મુકામ કરી શકતું નથી

મૈત્રકયુગમાં તે ગુફામાં પશ્વિમી ખૂણામાં ગણેશજી તથઆ પાર્વતીજીની મૂર્તિઓ ખડકમાંથી કંડારવામાં આવી હતી

દર શ્રાવણિયા સોમવારે એક લિંગ સમુદ્રમાં ગરકાવ થઈ જાય અને બીજા સોમવારે પાછું તે લિંગ આપોઆપ દેખાઈ જાય

દર શિવરાત્રીએ અહીં મેળો ભરાય છે. હજારો લોકો અહીં દર્શન કરવા આવે છે. ખાસ તહેવારના દિવસે રાત્રિના બાર વાગે આ સ્થળે આપોઆપ શંખધ્વનિ ને ધંટનાદ થવા લાગે છે

સંકલન: હેતલ વ્યાસ

સોર્સ: દિવ્યભાસ્કર, ઈન્ટરનેટ, વીકી ગુજરાતી

Leave a Reply

error: Content is protected !!