ઘરના દરવાજા સાથે જોડાયેલી અમુક પરંપરાઓ અને એની પાછળનું વિજ્ઞાન

ઘરના દરવાજે કોઈ ધાર્મિક ચિન્હો લગાવે છે, તોરણ લટકાવે છે, રંગોળી બનાવે વગેરે પરંપરાઓ વર્ષોથી ચાલી આવે છે અને આ બધાં જ ધાર્મિક રિવાજો ઘણાં શુભ માનવામાં આવે છે. આ દરેક ધાર્મિક અને પૌરાણિક પરંપરા પાછળ સાયન્ટિફિક અને લોજિકલ કારણ પણ છે.

ઘરનાં દરવાજે લીંબુ-મરચા લટકાવવા


લીંબુ-મરચામાં વિટામિન સી સહિત કેટલાય પોષક તત્વો હોય છે. પહેલું કારણ એ છે કે, લીંબુ- મરચા લટકાવવાથી વાતાવરણમાં રહેલ કીટાણુઓ નષ્ટ થાય છે. જો કે હવે આને કીટાણુથી વધીને ખરાબ તાકતને દૂર કરનાર પણ માનવામાં આવે છે. બીજું કારણ એ છે કે, લીંબુ- મરચાનું મહત્વ સમજાવવા માટે એને લટકાવીને રાખવામાં આવે છે. જેથી આપણે આહારમાં એનો ઉપયોગ કરવાનું ભૂલી ના જઈએ.

દરવાજે આસોપાલવ કે આંબાનાં પાનનું તોરણ લગાવવું


આસોપાલવ અને આંબાનાં પાનથી બનેલ તોરણ ને વંદનવાર કહે છે. નવા મહિનાની શરૂઆતમાં, તહેવારમાં કે ગૃહ પ્રવેશ વખતે લોકો દરવાજે આવા તોરણ લટકાવે છે. આ તોરણની સુગંધથી દેવી-દેવતા આકર્ષાય છે જેથી ઘરમાં સુખ-શાંતી અને એકતા જળવાઈ રહે.

ઘરનાં દરવાજે શુભ-લાભ લખવું


શુભ અને લાભ એ ગણેશજીના પુત્રોનાં નામ છે. કહેવાય છે કે, જયાં શુભ હોય છે ત્યાં લાભ થાય છે. શુભ-લાભ લખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

રંગોળીનું મહત્વ


ગુજરાતમાં શુભ પ્રસંગે લક્ષ્મીજીના પગલાં, સ્વસ્તિક, કળશ, હાથી, મોર કે પોપટ જેવા પ્રતિકો રંગોળીમાં પ્રયોજાય છે. એક રીતે જોઇએ તો, રામાયણ કાળની લક્ષ્મણ રેખા પણ રંગોળીનો જ પ્રકાર હતી. એની સીમાની અંદર રહેનાર પર અમંગળ દ્રષ્ટિ પડી શકતી નહોતી. રંગોળીનું વર્તુળ ગ્રહોના ભ્રમણ માર્ગનું પ્રતીક ગણાય છે. ચોરસ આકારની રંગોળી ધર્મ, અર્થ, કામ, મોક્ષનું પ્રતિનિધિત્વ કરતી મનાય છે. ટૂંકમાં રંગોળીની આકૃતિને ગમે તે અર્થ આપીએ પરંતુ એક વાત નક્કી છે કે, રંગોળી એ સદીઓથી ચાલી આવતી પૃથ્વીની પૂજાનું પ્રતિક છે.

દરવાજે સિક્કા લગાવવા
ઘરનાં દરવાજામાં અંદરની બાજુ લાલ રંગની રીબન સાથે ત્રણ સિક્કા લગાવવાથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને હકારાત્મક શક્તિ દ્રારા ધન લાભ થાય છે.

શુભ કામમાં સ્વસ્તિક બનાવવો


ગણેશજીના આકારરૂપમાં સ્વસ્તિકનાં ડાબા ભાગમાં બીજમંત્ર છે જે ગણેશનું સ્થાન છે અને ચાર બિંદીરુપ, ગૌરી, પૃથવી, કાચબો અને અનંત દેવોનો વાસ છે, એટલે વિઘ્નો દુર કરવા માટે સ્વસ્તિક બનાવે છે.

આંબાનું સ્વસ્તિક લગાવવું
ઘરનાં દરવાજે આંબાનું સ્વસ્તિક લગાવવાથી વાસ્તુદોષ ઘટે છે અને ઘરની સમૃદ્ધિ વધે છે. દરેક શુભ કાર્યોમાં સ્વસ્તિક અને આંબાને જ્યોતિષ દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે.

ઘરમાં વિન્ડ ચેઈમ લગાવવું
ઘરમાં વિન્ડ ચેઈમનાં અવાજથી પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.  સંબંધોમાં તણાવ દુર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે. સાથે ઘરની સજાવટ પણ થઈ જાય છે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!