ભાવનગરના આ યુવાને બન્ને હાથ ગુમાવ્યા પછી પણ હિંમત ન હારી

“લહરો સે ડરકર નૌકા પાર નહી હોતી, કોશિશ કરનેવાલો કી કભી હાર નહી હોતી.”

આજનાં યુવાનો પાસે બાઈક, મોબાઈલ અને લગભગ બધા જ સુખ-સગવડ હોય છે. એમ છતા ક્યારેક અભ્યાસમાં નિષ્ફળતા મળે, ક્યારેક પ્રેમમાં નિષ્ફળતા, ક્યારેક લગ્ન જીવનમાં અને ક્યારેક નોકરી-ધંધામાં નિષ્ફળતા મળે કે તરત જ નિરાશ થઈ જાય, તરત જ ભાંગી પડે, તરત જ નબળા વિચારો કરવા લાગે, આત્મવિશ્વાસ અને હિંમત બન્ને ખોઈ બેસે. આધુનિક યુવાધનમાં ધીરજ અને સહનશક્તિ ઓછી થઈ ગઈ છે પરંતુ હૈયે હામ હોય અને મન મક્કમ હોય તો તમામ વસ્તુ શકય છે, જેનું તાદ્રશ્ય ઉદાહરણ ભાવનગરનો યુવાન રમેશ રાવજીભાઇ બારૈયા છે.

રેલ સાથેની એક દુર્ઘટનામાં બન્ને હાથ ગુમાવેલા રમેશ બારૈયા આજે હિંમતભેર ચાની લારી ચલાવી પોતાના પરિવારનું સફળતાપૂર્વક ગુજરાન ચલાવે છે.

હૈયે હામ અને દ્રઢ મનોબળ

ભાવનગર શહેરના જેલરોડ પર મરીન સોસાયટીમાં રહેતા રમેશભાઈ બારૈયાનું જીવન આજના નિરાશાવાદી યુવાનો માટે પથદર્શક સાબિત થાય છે. રમેશ બારૈયા એક સારો ફોટોગ્રાફર હતો પરંતુ છ-સાત વર્ષ પૂર્વે રમેશનું ભાવનગર રેલ્વે સ્ટેશને નાની દુર્ઘટનાથી રેલ નીચે આવતા તેના બન્ને હાથ કપાઈ ગયા હતા. તેના હાથ બચાવવામાં તબીબો પણ નિષ્ફળ ગયા હતા અને બન્ને હાથ કાંડાથી ગુમાવ્યા હતા. શરૂઆતના દિવસો રમેશ માટે ઘણા આકરા ગયા. પોતાનું નાનુ કામ પણ જાતે કરી શકતો ન હતો. અંદરને અંદર મુંજાતો હતો. શરૂઆતમાં મિત્રો અને સંબંધીઓ મદદરૂપ થતા.

હિમ્મતે મર્દા તો મદદે ખુદા

ઘડીભર પગ વાળીને ન બેસી શકતા રમેશે કોઈના સહારે જીવવાનું ઘણું મુશ્કેલ હતું. સ્વભાવથી જ ખુદ્દાર રમેશે મન મક્ક્મ કર્યું અને હાથ ભલે ગુમાવ્યા પરંતુ હિંમત ન ગુમાવી અને જેલરોડ પર કોમ્પલેક્ષની નીચે ચાની કિટલી શરૂ કરી.

હાલના સંજોગોમાં એકદમ સ્વસ્થ લોકો પણ પોતાની જવાબદારીથી દુર ભાગે છે અને લોકો કાયા ભાંગલા થઈ ગયા છે. જ્યારે રમેશ બન્ને હાથ વગર જાતે ચા બનાવે છે અને દુકાને-દુકાને ચા આપવા પણ જાય છે. બન્ને હાથ વગર ફટાફટ કામ કરતા રમેશને જોઈ કોઈ કહી ના શકે કે આ યુવાનને હાથની કમી છે. હિમ્મતે મર્દાતો મદદે ખુદાની જેમ બાપા સીતારામ બોલતો જાય અને હર હંમેશ હસતો ચહેરો રાખતો રમેશ ખરેખર આજના યુવાનોને ઘણું શીખવી જાય છે.

जितना बडा सपना होगा
उतनी बडी तकलीफें होगी
और जितनी बडी
तकलीफें होगी उतनी बडी
कामयाबी होगी ।

સંકલન – ઈલ્યાસભાઈ  ફોટોસોર્સ: દિવ્યભાસ્કર 

ગુજરાતના સૌથી લોકપ્રિય પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર આપ આ પોસ્ટ માણી રહ્યા છો.

Leave a Reply

error: Content is protected !!