ઘરે ચોકલેટ બનાવવી એકદમ સરળ – બાળકોને પણ જાતે બનાવી શકે છે

  • એક વાસણમાં થોડું પાણી લો અને તેને ગરમ કરો. ગરમ થયા પછી ગેસ ધીમો કરી દો.
  • કોકો પાઉડર અને ઢીલા બટરને એક બાઉલમાં ભેળવી લો. તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે એક નર્મ મિશ્રણ બની ન જાય. મિશ્રણની ગાંઠોને તોડવા માટે અને સારી રીતે ભેળવવા માટે ફૂડ પ્રોસેસર કે બ્લેંડરનો ઉપયોગ કરી શકો છો.
  • આ કોકો પાઉડરને ગરમ પાણીમાં ભેળવી લો અને તે હલાવો, થોડો ગેસ વધારી લો, પરંતુ ધ્યાન રહે કે તે ઉકળે નહી. ત્યારબાદ મિશ્રણને બાઉલમાં નાખી લો.
  • ખાંડ અને પીસેલી ખાંડને એક અલગ બાઉલમાં બહાર કાઢી લો. તેમાં જેટલી ખાંડના ગાંઠા થઇ ગયા છે, તેને કાઢી નાખો. આ ખાંડના મિશ્રણને ગરમ કોકોના મિશ્રણમાં ભેળવી દો.
  • તેમાં દૂધ મેળવો, જ્યાં સુધી મિશ્રણ નરમ ન થઇ જાય, તેને મેળવતા રહો.
  • હવે આ મિશ્રણને એવા વાસણમાં નાખો જેવો તમે આકાર ચાહો છો.
  • તેને આખી રાત ફ્રિજ અથવા ફ્રિજરમાં રાખી દો. તમારી ચોકલેટ બનીને તૈયાર છે.

નોંધ : ચોકલેટ બનાવવામાં મમ્મી અથવા ઘરના વડાની મદદ જરૂર લેવી.

Leave a Reply

error: Content is protected !!