કોઈ પણ બીઝનેસ બેકગ્રાઉન્ડ વગર આ છોકરીએ બનાવી ૨૬૦૦ કરોડની કંપની

કોઈ પણ પ્રકારના બેક ગ્રાઉન્ડ વગર કોઈ પણ બિઝનેસમાં ઉતરનાર લોકો માટે 30થી 35 વર્ષની ઉંમરનો ગાળો સ્ટ્રગલનો હોય છે. જોકે આ ભારતીય છોકરીએ તો આ ઉંમરમાં જ એક ખાસ સિધ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. તેણે તેના બિઝનેસની શરૂઆત 2013માં કરી હતી અને માત્ર 5 વર્ષમાં આજે તેની કંપની 2600 કરોડની થઈ ગઈ છે. આ ઉંમરમાં આજે તેની પોતાની નેટવર્થ 325 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે આ બિઝનેસમાં તે શરૂમાં 2 વાર ફેલ પણ થઈ ગઈ. જોકે તેણે હાર માની ન હતી. તેની સફળતામાં એક ખાસ હુન્નર ખુબ જ કામ આવ્યો, જેના કારણે તેને આ ખાસ ઓળખ મળી છે.

અમે વાત કરી રહ્યાં છે પાયલ કડકિયા નામની આ છોકરીની. પાયલના માતા-પિતા પશ્ચિમ ભારતના રહેનાર છે. પાયલ જયારે ખુબ જ નાની હતી તો ભારતીય ફિલ્મોના ગાયનો પર ખુબ જ ડાન્સ કરતી હતી. તે જોઈને કે 3 વર્ષની ઉંમરથી જ તેને ડાન્સમાં ટ્રેનિંગ મળવા લાગી. ધીરે-ધીરે ડાન્સ તેનો શોખ બનતો ગયો છે. બાદમાં જયારે તેના માતા પિતા અમેરિકા ગયા, તો ત્યાં પણ ભારતીય ગાયનો અને ડાન્સમાં તેની રૂચિ બરકરાર રહી. આ શોખને તેને કરિયર બનાવવાનું વિચાર્યું. 2 વાર તેની કોશિશ બેકાર ગઈ અને ફેલ થઈ. જોકે ઝનૂન ઓછું ન થયું.

ડાન્સનો તેને એવો શોખ હતો કે તેણે અમેરિકાની ન્યુજર્સી પબ્લિક સ્કુલમાં પરફોર્મ કરવાનું શરૂ કર્યું. તેણે તેનો અભ્યાસ મેસાચુસેટસ ઈનસ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી પુરો કર્યો. તેને સારી જોબ પણ મળી, જોકે તેણે તેના કેરિયર માટે ડાન્સને જ પસંદ કર્યો. પાયલે 2010માં કલાસિવિટી નામના સ્ટાર્ટઅપની શરૂઆત કરી, જે ઓનલાઈન ડાન્સ અને ફિટનેસની જાણકારી આપતું હતું. બાદમાં 2012માં તે પાસપોર્ટ નામથી એક નવો કોનસેપ્ટ લઈને આવી. આ સ્ટાર્ટઅપ પણ ફેલ રહ્યું. બાદમા તેણે 2013માં એક નવી કંપનીની શરૂઆત કરી, જે આજે 2600 કરોડ રૂપિયાની થઈ ચુકી છે.

પાયલે 2013માં કલાસપાસ નામથી ડાન્સ સાથે જોડાયેલું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ એક ફિટનેસ સ્ટાર્ટ-અપ કંપની છે. જેને ન્યુયોર્કમાં શરૂ કરવામાં આવ્યું. કંપની મંથલી સબસ્ક્રીપશન આપે છે. જેને લઈને કોઈ પણ તેનો મેમ્બર બની શકે છે. મેમ્બર બન્યા બાદ આ કંપની ફિટનેસ કલાસ આપે છે અને વર્કઆઉટ પણ કરી શકાય છે. આજે કંપનીની બ્રાન્ચ વિશ્વના 30થી વધુ શહેરોમાં છે. તેની બ્રાન્ચ અમેરિકા સિવાય કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં પણ છે. તેના દ્વારા ફિટનેસ કલાસ, ડાન્સ, યોગા, પોલ ડાન્સિંગ, બોકસિંગ અને અન્ડરવોટર સ્પિનિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે.

કલાસપાસ માટે આજે મેમ્બરશીપ ફી 13000 રૂપિયા મંથલી છે. આ સિવાય કંપનીની પોતાની એપ છે, જેનો વિશ્વભરમાં લાખો મેમ્બર ઉપયોગ કરી રહ્યાં છે. કલાસપાસ નામથી ચાલી રહેલી આ કંપનીને છેલ્લા થોડા વર્ષોમાં સારું એવું ફન્ડિંગ મળ્યું છે. માર્ચ 2014માં કંપનીને 13 કરોડ, સપ્ટેમ્બર 2014માં 78 કરોડ, 2015માં 260 કરોડનું ફન્ડિંગ મળ્યું છે. આ સિવાય બીજા કોઈ સોર્સે પણ કંપનીને ફન્ડિંગ કર્યું છે.

પાયલ હાલ અહીં રોકાવવાના મુડમાં નથી. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, પાયલનું પ્લાનિંગ આગળ લાઈફપાસ નામથી એક નવું સ્ટાર્ટઅપ ખોલવાની છે. તેના દ્વારા તે કુકિંગ કલાસ, મસાજ વગેરેની ટ્રેનિંગ આપવા માંગે છે.

સૌજન્ય: દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!