પ્રેમ ઉંમર ક્યાં જોવે છે ? એ તો બસ થઈ જાય છે !! જાણીએ નસીરુદ્દીન શાહ વિષે

100 ફિલ્મોથી વધું ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ નસીરુદ્દીન શાહને બધાં ઓળખે છે. હમણાં જ એમણે પોતાનો 68 મો જન્મ દિવસ ઉજવ્યો. 1980 થી પોતાની ફિલ્મ કેરિયર શરૂ કરનાર નસીરુદ્દીન શાહની એક્ટિંગ ખુબ જ લોકપ્રિય છે. ફિલ્મ ક્ષેત્રે એમનાં યોગદાન બદલ ભારત રત્ન, પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ થી તેમને સન્માનિત કરવામાં આવ્યાં છે.

નસીરુદ્દીન શાહની અંગત જીંદગી વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. આજે તેમની દિલચસ્પ જીંદગી વિશે થોડું જાણ્યે.

નસિર જ્યારે 20 વર્ષનાં હતાં ત્યારે પોતાનાથી 15 વર્ષ મોટી મનારા સિકરી સાથે લગ્ન કર્યા. મનારા ને પરવીન મુરાદ નાં નામથી પણ ઓળખવામાં આવે છે. પરવીન સુરેખા સિકરીની બહેન હતી. જ્યારે નસિરે પરિવાર સમક્ષ મનારા સાથે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે એમનાં પરિવારે ઘણો ગુસ્સો કર્યો.

કારણ કે મનારા નસિર કરતા ઉંમરમાં 15 વર્ષ મોટી હતી અને મનારાનાં લગ્ન પહેલાં પણ થઈ ચૂકેલા અને એક બાળક પણ હતું. ઘરવાળાએ ખૂબ સમજાવ્યું એમ છતા નસિરે મનારા સાથે લગ્ન કરી લીધાં. લગ્નનાં એક વર્ષ બાદ એક દિકરીનો જન્મ થયો.

જેનું નામ હિબા શાહ છે. હિબાની ઉંમર હજું એક વર્ષ થઈ હતી ત્યાં જ નસિર અને મનારા વચ્ચે બોલા-ચાલી અને મત-ભેદો શરૂ થઈ ગયા. તેઓ અલગ રહેવા લાગ્યા. બન્યુ એવું કે નિકાહ નામા મુજબ મહેર માટે જે રકમ નક્કી થઈ હતી તે નસિર ચુકવી ના શક્યા એટલે બન્ને વચ્ચે તલાક ના થઈ શકી. 1982 માં નસિરે મહેર માટેની રકમ ભેગી કરી લીધી અને બન્ને છુટ્ટા પડ્યા.

છુટ્ટા-છેડા બાદ મનારા પોતાની દિકરી હિબાને સાથે લઈને ઈરાન શિફ્ટ થઈ ગઈ. એટલું જ નહીં એણે શાહ ને પણ કહેલું કે હિબા સાથે કોઈ સમ્પર્ક કરવાની કોશિશ ન કરે. હવે જ્યારે હિબા મોટી થઈ તો તેણી પોતાના પિતા નસિર સાથે આવીને રહેવા લાગી.

હિબા એ આજ સુધી લગ્ન નથી કર્યા તેણી પોતાના પિતા, સાવકી માં અને સાવકા ભાઈ-બહેનો સાથે રહે છે. નસિરે પોતાની પત્નીથી અલગ થઈને નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં એક્ટિંગનો કોર્ષ કર્યો હતો.

નસિરે બધું ભૂલીને પોતાની નવી જીંદગી શરૂ કરી દીધી હતી. 1975 માં તેની મુલાકાત રત્ના પાઠક સાથે થઈ. રત્ના તે સમયે કોલેજ સ્ટુડન્ટ હતી. બન્ને એક નાટક “સંભોગ સે સન્યાસ તક” ની પ્રેક્ટિસ દરમિયાન મળ્યા હતાં. આ પહેલી નજરનો પહેલો પ્રેમ ન હતો. રત્નાજી એ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવેલ કે “થોડા દિવસની મિત્રતા બાદ અમે ફરવા ગયેલાં”.

હજું તો નસિર પોતાની પહેલી શાદી ભૂલ્યા નહતા કે રત્ના સાથે પ્રેમ થઈ ગયો. બન્નેએ 1982માં સાદગીથી લગ્ન કરી લીધાં. નસિર અને રત્નાનાં બે બાળકો, જમાઈ અને વિવાન છે. બન્નેનો ધર્મ અલગ હોવાં છતા તેઓ 34 વર્ષથી સાથે છે. હજું એ પ્રેમ બરકરાર છે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!