પિતૃપક્ષ : જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું

ભાદરવા માસનાં વદપક્ષએ પિતૃને તૃપ્ત કરવા માટેનો સમય છે આ માટે તેને પિતૃપક્ષ કહે છે. પંદર દિવસનાં આ પક્ષમાં લોકો પોતાનાં પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ પર શ્રાદ્ધ કરે છે. અમુક લોકો એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં પરિજનોની મૃત્યુની તિથિ જાણતાં નથી. આ સમસ્યાનાં સમાધાન માટે પિતૃપક્ષમાં અમુક વિશેષ તિથિઓ પણ નિયત કરવામાં આવે છે જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે આ પ્રમુખ તિથિઓ આ પ્રકારે છે.

ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ

આ તિથિ નાના – નાની નાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. જો નાના- નાનીનાં પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરવાવાળું ના હોય અને જો તમે તેમની મૃત્યુતિથિનાં જાણતાં હોય તો આ તિથિનાં શ્રાદ્ઘ કરવાથી આત્માને શાંતિ મળે છે. તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

પાંચમનું શ્રાદ્ધ

આ તિથિ પર તેમનાં પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનું મહત્વ છે. જેમની મૃત્યુ કુંવારાપણાની સ્થિતિમાં થઇ હોય. આ તિથિને કુંવારા પાંચમ કહે છે.

નોમનું શ્રાદ્ધ

આ તિથિ માતાનાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃનોમ પણ કહે છે. આ તિથિ પર શ્રાદ્ધ કરવાથી કુળની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.

આ તિથિમાં શ્રાદ્ધ પરિવારનાં તે લોકો માટે કરવામાં આવે છે જેમણે સંન્યાસ લીધો છે.

ચૌદશનું શ્રાદ્ધ

આ તિથિ તે પરિવારજનોનાં શ્રાદ્ધ માટે છે જેની અકાળ મૃત્યુ થઇ હોય જેમ કે – દુર્ઘટના, આત્મહત્યા, શસ્ત્ર વગેરે. સર્વ પિતૃમોક્ષ અમાસ (27 સપ્ટેમ્બર, મંગળવાર)

કોઇ કારણથી પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જાય અને પિતૃઓની તિથિ યાદ ના હોય ત્યારે આ તિથિ પર દરેક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળનાં દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય છે.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણની શાસ્ત્રોક્ત પરંપરા કેમ જરૂરી?

ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે – જો પિતૃઓને તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે આજથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ રહી છે. આકરા તડકા માટે જાણીતો ભાદરવો પિતૃતર્પણ માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. સમગ્ર વિશ્વ મેષરાશિથી મીન રાશિમાં વહેંચાયેલું છે. દરેક રાશિઓ અને નક્ષત્રોમાંથી સૂર્ય અને ચંદ્ર સતત ફર્યા કરે છે.

સૂર્ય જ્યારે અમુક રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પૃથ્વીલોક, ચંદ્રલોક, દેવલોક અને પિતૃલોક વગેરેના સંપર્કમાં આવે છે. ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે.

તેથી ભાદરવા માસના અંધારીય પક્ષમાં આપણા સ્વર્ગસ્થ પૂર્વજોની સ્મૃતિમાં અને તેમને સંતુષ્ટ કરવા આપણે શ્રાદ્ધ કરીએ છીએ. સૂર્ય અને ચંદ્રનો સંબંધ પિતૃલોક સાથે છે. દૂધ ચંદ્રની આઈટમ હોવાથી પિતૃઓને તૃપ્ત કરવા દૂધપાક અને દૂધની બનાવટનો શ્રાદ્ધમાં વિશેષ ઉપયોગ થાય છે.

કાગવાસ પણ દૂધ અને ભાતના મિશ્રણથી નાખવામાં આવે છે. વડીલો કે સ્વજનોની જે મૃત્યુ તિથિ હોય તે તિથિના દિવસે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ સૂક્ષ્મ રીતે જે તે પરિવારમાં આવે છે પોતાના સગાસંબંધી અને પરિવાર તરફથી પિંડદાન, તર્પણ, નૈવેધ્ય, નમસ્કાર અને કાગવાસની તેઓ ઈચ્છા રાખે છે.

આ ઈચ્છા પૂરી થાય તો તેઓ આશીર્વાદ આપે છે અને તેઓને જો તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે. મૃત્યુ પામનાર કોઈ વડીલ કે આ’જન સાથેનો લૌકિક સંબંધ પુરો થઈ જાય છે પરંતુ તેમની સાથેનો સૂક્ષ્મ સંબંધ પુરો થતો નથી તેથી તેમનું ઋણ અદા કરવા માટે અને તેમની વંદના કરવા માટે જ આપણા ધર્મોએ શ્રાદ્ધને ખાસ મહત્વ આપ્યું છે.

સાભાર: દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!