હિન્દુત્વમાં પુનર્જન્મ વિશે 7 આશ્વર્યજનક તથ્યો વાંચીને ચોંકી જશો

રિઈનકારનેશન કે પુન:જન્મ એક એવો ટોપિક છે જેના વિશે જાણવાની લોકોની હમેશા ઈચ્છા રહે છે. હિંદુત્વ સિવાયના બીજા ઘણા બધા ધર્મ છે જે માને છે કે માણસના મૃત્યું પછી તેનો બીજો જન્મ થાય છે. ઉદાહરણ તરીકે: બૌદ્ધ ધર્મ પણ આ જ માને છે. મિશ્રના જૂના લોકો પણ આ અવધારણામાં વિશ્વાસ કરે છે. એટલામાટે તેઓ સ્મારક અને ડૈડ બોડીને જીવતી રાખવા માટે મમીઝ બનાવે છે.

હિંદુ માન્યતા મુજબ પુન:જન્મથી હયાત આત્માનો જીવમાં ફરીથી પ્રવેશ કરવાનો છે. હિંદુ પૌરાણિક કથાઓ મુજબ સૌથી સારુ ઉદાહરણ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમને પૃથ્વી પરથી બુરાઈ દૂર કરવા માટે ઘણીવાર મનુષ્ય અવતાર લીધા. આ જ પ્રકારે આપણે બીજા દેવતાઓના પુન:જન્મ વિશે સાંભળીએ છીએ. પરતુ આ પૂર્વજન્મના સિદ્ધાતમાં કેટલી સચ્ચાઈ છે? પૂર્વજન્મ વિશે કટેલાક આશ્ચર્યજનક તથ્યો છે જે આપણે જાણવા જોઈએ. આવો જોઈએ.

આત્માની અવધારણ

હિંદુ માન્યતા મુજબ આત્મા કયારેય મરતી નથી. માણસના મૃત્યુ પછી પણ આત્મા જીવિત રહે છે. આત્મા શરીર એવી રીતે બદલે છે જેવી રીતે આપણે કપડા બદલીએ છીએ. નવા જન્મમાં આપણનુ કયા જીવનું શરીર મળશે તે તમારા પાછલા જન્મના સારા કે ખરાબ કર્મો પર નિર્ભર કરે છે. જો કોઈ સારા કર્મો કરે છે તો તેને ફરીથી મનુષ્ય અવતાર મળશે. અને જો કોઈના ખરાબ કર્મો હશે તો પોતાના કર્મના મુજબ તે બીજુ શરીર મેળવશે.

આશ્ચર્યજનક તથ્ય જે કદાચ તમે પણ જાણતા નહી હોય

૧. મોટાભાગે મનુષ્ય, મનુષ્યના રૂપમાં જ જન્મ લે છે. પરંતુ કેટલીક વાર તે પશુ રૂપમાં પણ જન્મ લે છે જે તેના કર્મો પર નિર્ભર કરે છે.

૨. જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓને પૂરી કર્યા વિના મરી જાય તો તે ભૂત બને છે. તેની આત્મા સંસારમાં ભટક્યા કરે છે, તે ત્યાં સુધી બીજો જન્મ નથી લેતી જ્યાં સુધી તેની ઈચ્છા પૂરી ના થઈ જાય.

૩. હિંદુ માને છે કે ફક્ત આ શરીર જ નશ્વર છે જે મરણોપરાંત નાશ પામે છે. કદાચ એટલા માટે જ મૃત્યુ ક્રિયા કરતી વખતે માથામાં મારીને માથાને તોડી નાખાવામાં આવે છે જેનાથી વ્યક્તિ આ જન્મની બધી જ વાતો ભૂલી જાય અને આગલા જન્મમાં આ જન્મની કોઈ વાત તેને યાદ ના રહે. તેમનું માનવું છે કે આત્મા ખૂબ જ ઊંચા આકાશમાં ચાલી જાય છે જે મનુષ્યની પહોંચની બહાર છે અને તે નવા શરીરમાં જ પ્રવેશ કરે છે.

૪. આ જાણવું આશ્ચર્યજનક છે કે મનુષ્ય સાત વાર પુરુષ કે સ્ત્રી બનીને તે શરીર ધારણ કરે છે અને તેને એ અવસર મળે છે કે તે સારા કે ખરાબ કર્મો દ્રારા પોતાનુ આવનારું ભાગ્ય લખે.

૫. તમારે તે પણ જાણવું જોઈએ કે આત્મા મૃત્યુ પછી તરત જ નવો જન્મ નથી લેતી. કેટલાક વર્ષો પછી પરીસ્થિતિ અનુકૂળ થાય ત્યારે જ આત્મા નવા શરીરમાં પ્રવેશ કરે છે.

૬. કેટલાક રૂષિઓ મુજબ પૂર્વજન્મના સમયે આપણા મગજમાં દરેક વસ્તુ હોય છે. પરંતુ કેટલાક લોકો જ તેને યાદ કરી શકે છે. તેનો મતલબ એ છે કે આપણા પૂર્વ જન્મોની વાતો આપણા મગજમાં રેકોર્ડ રહે છે પણ આપણે તેને ક્યારેય પણ યાદ નથી કરી શકતા.

૭ હિંદુ માને છે મનુષ્યના કપાળની વચ્ચે ત્રીજી આંખ હોય છે તે ફક્ત ત્યારે જ ખૂલે છે જ્યારે આત્મા પરમાત્મામાં મળી જાય અને બ્રહ્મ બની જાય છે. તેમનું માનવું છે કે જ્યાં સુધી તે ત્રીજી આંખ નથી ખુલતી અને ભગવાન પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી વ્યક્તિ સંસારમાં અને વિષય-વાસનાના બંધનોમાં બધાયેલો રહે છે.

સંકલન : રૂપેશ દવે

Leave a Reply

error: Content is protected !!