રોડ ઉપર જ્યુસની દુકાન હતી અને આજે ૨૦૦ કરોડનું ટર્ન ઓવર કરે છે આ સુરતીલાલો

હરરોજ ગીરકર ભી મુકમ્મલ ખડેં હૈં,, એ જિંદગી.. દેખ મેરે હોંસલે તુઝસે બડે હૈ…!!

આ વાક્ય સુરતના ભાટીયા પરિવારને એકદમ લાગુ પડે છે.  જેમનો બિઝનેસ ભાંગી પડ્યો, લાખો રૂપિયાનું દેવું થઈ ગયું અને પ્રોપર્ટી પણ વેચાઈ ગઈ એમ છતા હિંમત ન હાર્યા.

આપણાં સુરતમાં ઘણાં સાહસિક અને સફળ ઉદ્યોગપતિ છે. પણ આજે આપણે વાત કરવાની છે એવા સુરતના હિંમતવાન માણસની કે, જેનો લાખોનો બિઝનેસ દેવામાં આવી જતા તમામ પ્રોપર્ટી વેચ્યા બાદ આજે ફરી કરોડોનું ટર્નઓવર કરે છે.

અકસ્માતને કારણે સુરતમાં એક સમયે ટેક્સટાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા હરબંસલાલ ભાટીયાનો બિઝનેસ વર્ષ 1989માં ભાંગી પડ્યો હતો. અકસ્માતને  કારણે પથારીવશ થઈ ગયેલ હરબંસલાલનો બિઝનેસ સંભાળનાર કોઈ ન હોવાથી ઘણું મોટુ નુકશાન થયું અને તેઓ વિકલાંગતાનો શિકાર થઈ ગયા. હોસ્પિટલથી છૂટ્યા બાદ મિલકત વેચી દેવું ભરપાઈ કરી ભાટીયા પરિવારે STD/PCO ની દુકાન ખોલી.

PCO ની દુકાનથી જે કમાણી થતી એમાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું એટલે હરબંસલાલ ભાટીયાનાં પત્નીએ બાજુમાં જ્યુસ વેચવાનું શરૂ કર્યું. એમનો મોટો પુત્ર સંજીવ ભાટિયા પણ ભણતરની સાથો-સાથ મમ્મીને જ્યુસની દુકાને પુરી મદદ કરતો હતો.

સાત વર્ષની ઉંમરે ભણતરની સાથે જ્યુસ વેચવાનું કામ કરી પરિવારની ચડતી-પડતી જોનાર પુત્ર સંજીવ ભાટીયાએ પાંચ વર્ષ જ્યુસ વેચ્યા બાદ ઘડિયાળ વેચવાનું શરૂ કર્યું.  ઘડિયાળ વેચીને જે કમાણી થતી એમાંથી એમણે ફોટોકોપીનું એક મશીન ખરીદી લીધું અને આ રીતે નવા ધંધાની શરૂઆત થઈ. દિવસો વિતતા ગયા અને મહેનત રંગ લાવતી રહી. નાના ભાઈ સાથે મળીને દિલ્હીથી ગિફ્ટ આઈટમ લાવી વેચાણ શરૂ કર્યું.

વર્ષ 1996-97 માં મોબાઈલ માર્કેટમાં તેજી હોવાથી સંજીવે મોબાઈલ એસેસરીઝ વેચવાનો ધંધો શરૂ કર્યો. આ બિઝનેસમાં સફળતા મળતાં સંજીવ ભાટિયા 20 વર્ષની ઉંમરે હોંગકોંગ મોબાઈલ ખરીદવા ગયા અને ત્યારબાદ 2002માં ભાટિયા મોબાઈલના નામે પહેલો મોબાઈલ સ્ટોર શરૂ કર્યો. જેમાં દોઢ લાખના મોબાઈલ સામે 100% નફો મળ્યો.

ત્યારબાદ સિંગાપોરથી લાવી રહેલ 14 લાખનો માલ-સામાન મુંબઈમાં જપ્ત થઈ ગયો જેથી મીડિયામાં સુરતનાં ભાટિયા સ્ટોરનું નામ ફેમસ થઈ ગયુ.

સંજીવ ભાટિયાએ નાનપણથી ધંધાની શરૂઆત કરી, આજે મોબાઈલની દુનિયામાં મોટું સામ્રાજ્ય ઉભું કર્યું છે. ગુજરાતભરમાં 95 મોબાઈલ રીટેલ સ્ટોર્સ ઉપરાંત આશરે 1000 લોકોને રોજગારી આપી સંજીવ ભાટીયા 200 કરોડનું ટર્નઓવર કરે છે. દેશભરમાં ભાટિયા મોબાઈલ સ્ટોરની ફ્રેન્ચાઈઝી શરૂ થઈ છે.

” સતત મહેનત કરો સફળતા કદમ ચૂમશે”

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!