વિકાસ કેમ ગાંડો થયો ? – એક ભાજપ પ્રેમીનો જબ્બરજસ્ત અને સચોટ જવાબ

રોજ રોજ વોટ્સએપ અને ફેસબુકમાં એટલાં બધાં મેસેજ આવે છે કે વિકાસ ગાંડો થયો છે…..મને પણ થયું કે ચાલો તપાસ કરીયે કે વિકાસ બિચારો ગાંડો કેમ થઈ ગયો….

તપાસ કરતા માલુમ પડ્યું કે વિકાસ બિચારો વર્ષો થી પ્રતિકુળતાઓ સામે મક્કમ રહી ટક્કર ઝીલી રહ્યો હતો…કહો કે તેને પ્રતિકુળતાઓ ની આદત પડી ગઈ હતી…હવે દિવસો બદલાતાં તે મગજ પર કદાચ કાબુ ન રાખી શક્યો હોય….ચાલો તો જોઈએ કે વિકાસે બિચારા એ શું શું સહન કર્યું છે.

 1. સરદાર પટેલની યોગ્યતા સામે નહેરુ ને વડાપ્રધાન બનાવાયા ત્યારે વિકાસ ચૂપ રહેલો…
 2. કાશ્મીરના રાજા હરીસિંહ ભારતનું સાર્વભૌમત્વ સ્વીકારવા તૈયાર હતાં ત્યારે કાશ્મીર ને અલગ દરજ્જો આપી શેખ અબ્દુલ્લા ને હવાલે કરવામાં આવ્યું ત્યારે વિકાસ બિલકુલ ચૂપ રહેલો….
 3. ચીને 1962 માં આક્રમણ કરી દીધું ત્યાં સુધી શાંતિના નોબેલ પારિતોષિક ની લ્હાય માં ચીન સરહદ પર એક પણ સૈનિક ના ગોઠવી બોર્ડર રેઢી રાખી હિન્દી-ચીની ભાઈ ભાઈ ના નારા લગાવતી વખતે વિકાસ બહુ આનંદમાં હતો…..
 4. 1975 માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી તમામ વિરોધિઓને જેલમાં મોકલી દઇ ભારતિય લોકશાહી પર બળાત્કાર કરેલો ત્યારે વિકાસ વિદેશયાત્રા એ જતો રહેલો…
 5. ભીંદરણવાલે જેવા અલગતાવાદી નેતાને બગલમાં લેતી વખતે કે જેણે પાછળથી સુવર્ણમંદીરને આતંકવાદ નો અડ્ડો બનાવ્યો ત્યારે વિકાસ મન્ત્રમુગ્ધ બની ભજનો ગાઈ રહ્યો હતો.
 6. ઇન્દિરા ગાંધી ની હત્યા પછી 3000 થી વધુ શીખો ની કત્લે આમ કરવામાં આવી ત્યારે વિકાસ ડાન્સ કરી રહ્યો હતો…..
 7. સિમલા કરાર વખતે ભારતે પાકિસ્તાન ના 96000 યુદ્ધ કેદીઓ ને છોડી દીધા સામે પાકિસ્તાને ભારતના આશરે 20000 યુદ્ધ કેદીયોમાંથી માત્ર 617 ને છોડ્યા ત્યારે વિકાસ ચન્દ્રયાનની સફરે નીકળી ગયો હતો…..
 8. ટીપુ સુલતાને હજારો હિંદુઓને મરાવી નાખ્યા પછી પણ તેનો જન્મ દિવસ ઉજવવામાં વિકાસને બહુ મઝા આવી ગઈ ભાઈ….
 9. 1987 માં શ્રીલંકાના સિવિલ વોરમાં મોટાભાઈ થઈ રાજીવ ગાંધીએ 48000 સૈનિકો ને મરવા મોકલ્યા ત્યારે વિકાસ ગાંડો નહોતો થયો….
 10. 2010 માં કોમનવેલ્થ ગેમમાં ભારતીય આબરૂના વિશ્વમાં ધજાગરા ઉડાવી સુરેશ કલમાડી, શીલા દીક્ષિત અને રોબર્ટ વાડરા એ પર્સનલ વેલ્થ ઉભી કરી લીધી ત્યારે વિકાસ બિચારો પારણામાં ઝૂલતો હતો……
 11. મનમોહનસિંહ જેવા દુનિયાના સર્વોચ્ચ અર્થશાસ્ત્રી ને માત્ર બાર વેઇટ્રેસ બાઈ નાં રિમોટ કન્ટ્રોલ વડાપ્રધાન બનાવી દઈ, વડાપ્રધાનપદની ગરીમાંને ગટરમાં વહાવી દેવામાં આવી ત્યારે વિકાસ સ્વિમિંગ પુલમાં છબછબિયાં કરી રહ્યો હતો.
 12. USA એ પોતાના કબ્જામાંથી ભારતને સોંપેલ તિબેટ પર નહેરૂ એ ચાઈનાનો દાવો મંજુર રાખ્યો ત્યારે વિકાસ આંખો મીંચી ગયેલો…….
 13. ગાંધી વિચારધારાને સમજ્યા વગર અમલમાં મૂકી ભારતમાં હથિયારોનું ઉત્પાદન ન કરી લશ્કર માટે વિશ્વ મારકેટમાંથી હથિયારો ખરીદવામાં હૂંડિયામણ નો વ્યય અને નબળી મિલિટરી સરંજામ વ્યવસ્થા ઉભી કરતી વખતે પણ વિકાસ બિલકુલ ગાંડો ન થયો…..
 14. બોફોર્સ સ્કેમ……2 જી સ્કેમ……કોલ બ્લોક સ્કેમ……નેશનલ હેરાલ્ડ સ્કેમ……..હર્ષદ મહેતા સ્કેમ…..સત્યમ સ્કેમ…..ચોપર્સ સ્કેમ….. આદર્શ સ્કેમ….. અને આવા બીજા અસંખ્ય સ્કેમો વખતે વિકાસ મહાનંદ માણી રહ્યો હતો…..
 15. શાહબનો કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયા પછી પણ યુ ટર્ન મારતી વખતે વિકાસ ડ્રાયવિંગ શિખી રહ્યો હતો…….
 16. ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓ ને બેલગામ છૂટ આપી 2 કરોડ થી વધુ હિંદુઓ વટલાઈને ખ્રિસ્તી બની ગયા ત્યારે વિકાસ બિચારો ચર્ચમાં કેન્ડલો સળગાવી રહ્યો હતો……

હવે આટઆટલી પરિસ્થિતિઓમાં થી પસાર થયાં પછી વિકાસ બીચારો ગાંડો ન થાય તો જ નવાઈ…

સોર્સ: વોટ્સએપ

નોંધ: ઉપરનું લખાણ અમારી પાસે વોટ્સએપ ગ્રુપ થકી આવેલ છે, અમારી વેબસાઈટ કે કોઈ સભ્યોનો કોઈ પણ રાજકારણીઓ કે કોઈ પાર્ટી સાથે કોઈ સંબંધ નથી જેની નોંધ લેવી.

Leave a Reply

error: Content is protected !!