યોગેશ પુજારા – એક સામાન્ય કર્મચારીમાંથી બન્યા ટેલિકોમ કંપનીનાં કિંગ

પૂજારા ટેલિકોમ આજે પરિવારિક બ્રાન્ડ બની ગઈ છે, જયાં પ્રત્યેક ગ્રાહક વિશેષતાનો અનુભવ કરે છે. પૂજારા ટેલિકોમમાં મોબાઇલ અને એસેસરીઝની સાથે-સાથે ગ્રાહકો માટે મનપસંદ પ્રવૃતિઓ પણ સતત ચાલુ રહે છે. અહીં ગ્રાહકો કે તેમના પરિવારજનોને ગિફ્ટ, ટેટૂ, મહેંદી વગેરે જેવી સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. દરેક માટે સ્નેકસ અને કોલ્ડ્રીંકસ પણ ઉપલબ્ધ છે.

પૂજારા ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડના માલિક યોગેશ પૂજારાના નામથી આજે કદાચ કોઈ અજાણ નહીં હોય. એક સમયે નવરાત્રીમાં ગરબે રમવા માટે એન્ટ્રી ફીના પણ પૈસા ન ચૂકવી શકનાર યોગેશ પૂજારાની કંપની આજે 500 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે. જો કે યોગેશભાઈ તનતોડ મહેનત, ટેકનિકલ નોલેજ અને ભવિષ્યના માર્કેટને પારખી લેવાની શક્તિ દ્વારા આ મુકામ સુધી પહોંચવામાં સફળ રહ્યાં છે. BSNLમાં 8500 રૂપિયાના પગારની સરકારી નોકરી છોડીને નાના બિઝનેસથી શરૂઆત કરનાર યોગેશ પૂજારા આજે ગુજરાતભરમાં પોતાના સ્ટોર્સ ધરાવે છે. મિત્રો, ચાલો જાણ્યે યોગેશભાઈની સફળતા પાછળ રહેલ મહેનત અને ગૌરવની ગાથા.

જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. દરજી અને સુથારના નિયમની જેમ ‘માપવું બે વાર, કાપવું એક જ વાર.

કદાચ આવા નિયમ મુજબ જ યોગેશ પૂજારા આગળ વધ્યા છે. જાન્યુઆરી 1962માં રાજકોટનાં સામાન્ય પરિવારમાં યોગેશભાઈનો જન્મ થયો. યોગેશનાં પિતા લક્ષ્મીદાસભાઈ ગુજરાત વિદ્યુત બોર્ડમાં નોકરી કરતા. યોગેશે રાજકોટની વિરાણી વિદ્યાલય અને ત્યારબાદ એચ.બી. કોટક ઈન્સ્ટિટયૂટમાં અભ્યાસ કર્યો. ભણતર પુરુ કર્યા બાદ ટેક્નિકલ જ્ઞાન સાથે યોગેશને BSNLમાં ટ્રાન્સમિટર આસિસ્ટંટ તરીકે નોકરી મળી. રાઉન્ડ ડાયલ અને પુશ બટન ફોનના જમાનામાં જસદણ ખાતે પ્રથમ પોસ્ટિંગ થઈ. એ સમય દરમિયાન ધોરાજી એક્સચેંજમાં આવેલ ખૂબ જ વિકટ ટેક્નિકલ ફોલ્ટને યોગેશે માત્ર 20 મિનીટમાં સોલ્વ કર્યો હતો.

સંઘર્ષ અને મહેનત
ટેલીકોમ્યુનિકેશનનો સમય આવી રહ્યો હોવાનું સમજી યોગેશે BSNL ની નોકરીમાંથી રાજીનામું આપ્યું અને કંઈક અલગ કરવાનું વિચાર્યું. ત્યારબાદ યોગેશે મ્યુઝિકલ કિ-બોર્ડ, ઓર્ગન, કેલ્ક્યુલેટર વગેરેનું વેચાણ શરૂ કર્યું. આ સાથે તેઓ નવરાત્રીમાં હાર્મોનિયમ વગાડવાનું કામ પણ કરતા. આ સમય એમનાં માટે આર્થિક રીતે મુશ્કેલ હતો. નવરાત્રીમાં એન્ટ્રી પાસ માટેનાં પૈસા પણ નહતા એમનાં પરિવાર પાસે પણ તેઓ જરા પણ ગભરાયા નહીં અને મહેનત ચાલુ રાખી.

થોડા ઘણાં પૈસા ભેગા કરી રાજકોટમાં એક ઓફીસ લીધી અને મોબાઈલ માર્કેટમાં સ્કોપ જોઈને 2003માં પૂજારા ટેલિકોમની શરૂઆત કરી. યોગ્ય સર્વિસને કારણે ટૂંકા સમયમાં આખા રાજકોટમાં પૂજરા ટેલિકોમ પ્રખ્યાત થઈ ગયુ.

બેસ્ટ સર્વિસ એવોર્ડ
સૌથી વધું મોબાઇલ વેચાણ અને ગ્રાહક સર્વિસ માટે ઘણાં એવોર્ડ મળી ચુક્યા છે. ફક્ત રાજકોટમાં પુજરા ટેલિકોમની 10 ઓફીસ આવેલ છે. ગુજરાત બહાર તામિલનાડુંમાં પણ બ્રાન્ચ કાર્યરત છે.

સેવાકીય પ્રવૃતિ સાથે રોજગારની તક
આજે પૂજારા ટેલિકોમમાં લગભગ 1100 જેટલાં કર્મચારીઓ કાર્યરત છે.  યોગેશભાઈ સફળ બિઝનેસ સાથે અનેક સેવાકીય પ્રવૃતિ પણ કરે છે.

મિત્રો, ખરેખર ! ‘મન હોય તો માળવે જવાય’ એ કહેવત આપણાં ગુજરાતી સાહસિક ઉદ્યોગપતિ માટે જ બની હોય એવું લાગે છે.

સંકલન –  ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!