અદ્ભુત શ્રધાંજલિ – અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્રના બેસણાંમાં હેલ્મેટ વિતરણ

રાજકોટના એક પરિવારે અકસ્માતમાં મૃતયુ પામેલા તેમના યુવાન પુત્રના બેસણાંમાં હેલ્મેટ વિતરણ કરી એવો સંદેશો આપ્યો હતો કે, જીવન અમૂલ્ય છે. વાહન ચલાવો ત્યારે અચૂક હેલ્મેટ પહેરો અને સીટ બેલ્ટ બાંધો.

શહેરના સિલ્વર સ્ટોન મેઈન રોડ પર આવેલા ઓસ્કાર ટાવરમાં રહેતા જયેશભાઈ અમીપરાનો 18 વર્ષનો પુત્ર હેમિલ તા.30 સપ્ટેમ્બરને દશેરાની રાત્રે સ્કોર્પિયોમાં જઈ રહ્યો હતો ત્યારે નવા રિંગરોડ પર સામેથી આવતી હોન્ડાસિટી કાર સાથે અકસ્માત થયો હતો. એ સમયે હેમિલ ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠો હતો. ગંભીર ઈજા સાથે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં અત્યંત આધુનિક અને સઘન સારવાર બાદ આઠમા દિવસે તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનો માટે આ એક અત્યંત આઘાતજનક ઘટના હતી. 18 વર્ષના પુત્રનું અકાળે અવસાન થતાં સૌ હતપ્રભ બની ગયા હતા.

જો કે, પરિવારજનોએ આ દુ:ખદ પ્રસંગ ઉપર પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. મૃતકના પિતા જયેશભાઈના કહેવા મુજબ સારવાર દરમિયાન ફેફસાં અને છાતીમાં થયેલી ઈજાનો ઉકેલ આવ્યો હતો પરંતુ, મગજમાં થયેલી ઈજાને કારણે પુત્રનું મૃત્યુ થયું હતું. પરિવારે હેમિલના નામે જ બેસણાંમાં હેલ્મેટ પહેરો સહિતના સંદેશાવાળું બેનર લગાવી અને બેસણાંમાં ઉપસ્થિત બધાને હેલ્મેટનું વિતરણ કર્યું હતું.

દખાને અને મોરે પરિવારનું કહેવું છે કે, જે તેમનાં બાળકો સાથે થયું તે અન્ય કોઈની સાથે ન થવું જોઈએ. બીજા લોકોને જાગ્રત કરવું તેમનું કર્તવ્ય બની ગયું છે. આ બંને પરિવારોએ તેમનાં બાળકોના અંતિમ સંસ્કાર વખતે હેલ્મેટના વિતરણનો નિર્ણય લીધો હતો.

સોર્સ: દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!