આજે અમિતાભ બચ્ચન નહીં મનાવે 75મો જન્મ દિવસ અને દિવાળી, જાણો શું છે કારણ

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું છે કે, આ વખતે તેઓ પોતાનો 75મો જન્મ દિવસ અને દિવાળીની ઉજવણીમાં સામેલ નહીં થાય. જો કે, આ નિર્ણયનું કારણ તેમણે બતાવ્યું નથી.

11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચન 75 વર્ષના થઇ જશે. આવામાં તેમના પ્રશંસકોને પણ આશા હતી કે,તેઓ જન્મ દિવસ ધામધૂમથી મનાવશે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ ના તો પોતાનો જન્મ દિવસ મનાવશે અને ના દિવાળી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચમાં અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનની પત્ની બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચચના પિતા કૃષ્ણરાજનું નિધન થયું હતું. બની શકે કે આ કારણે તેઓ કોઇપણ પ્રકારની ઉજવણી નહીં મનાવવાનો નિર્ણય લીધો હોય.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા થકી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે પોતાના બ્લોગ પર પણ આ અંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે, તેઓ આ દિવસે શહેરમાં નહીં હોય. તેમણે બિલકુલ સ્પષ્ટ કર્યું કે, તેઓ પોતાના જન્મ દિવસ નહીં મનાવે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ નથી જાણતા કે આ બધુ બતાવનાર સોર્સ એટલે કે સૂત્ર કોણ હકોય છે. જે લોકો વિવાદોમાં હોય છે તેઓ ઘણી વખત એ વિચારીને ચૂપ રહે છે કે, એક ચૂપ સૌ સુખ પરંતુ, તેઓ મૌન તોડવામાં યકીન રાખે છે.

સોર્સ: GSTV

 

Leave a Reply

error: Content is protected !!