જેની આપણે પૂજા કરીએ છીએ એવા ઘરમાં રહેલા તુલસીના છોડની કાળજી માટે જરૂરી વાતો

આપણે ત્યાં પ્રાચીન પરંપરા છે કે, ઘરમાં એક તુલસીનો છોડ તો હોવો જ જોઈએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે.

સામાન્ય રીતે ભારતના પ્રત્યેક ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપેલ હોય છે. આ હિંદુ પરિવારની એક વિશેષ ઓળખ છે. સ્ત્રીઓ તુલસીના છોડની પૂજા કરીને પોતાના સૌભાગ્ય તથા વંશની સમૃદ્ધિની રક્ષા કરે છે.

તુલસી (વૈજ્ઞાનિક નામ : Ocimum tenuiflorum; સંસ્કૃત: तुलसी) 

ભારતમાં મુખ્ય બે પ્રકારની તુલસીનું વાવેતર થાય છે. લીલા-પાંદડાવાળી (રામ તુલસી) અને જાંબુડીયા-પાંદડા વાળી (શ્યામ/કૃષ્ણ તુલસી).

તુલસીના છોડનાં ઉપયોગ
ભારતમાં તુલસીનું વાવેતર ધાર્મિક અને આયુર્વેદિક ઉપયોગ તથા તેમાંથી સુગંધી તેલ બનાવવા માટે કરવામાં આવે છે. તુલસી ઘરગથ્થુ ઓસડ તરીકે તથા હર્બલ ચા બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે, આ ઉપરાંત આયુર્વેદમાં પણ બહોળા પ્રમાણમાં વપરાતી ઔષધિ છે. તુલસીના પાનનો ઉપયોગ અનેક પ્રકારે ધાર્મિક પુજાવિધિમાં થતો હોય છે.

 

તુલસીના છોડનાં ફાયદાઓ

● તુલસીના છોડ વિશે રહેલ બધી ધાર્મિક માન્યતાઓ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે. તુલસીમાં એવાં ગુણો છે કે, જે કેન્સર જેવા અસાધ્ય રોગોને પણ ઠીક કરી શકે છે.
● શરીરમાં થયેલ કોઈપણ ઘા રુઝવવાના તુલસીના ગુણને કારણે તુલસી હજારો વર્ષોથી આયુર્વેદમાં વપરાતી આવી છે.
● જેનાં ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ આોછું જોવા મળે છે.
● જયાં તુલસીનો છોડ હોય ત્યાં મચ્છર, સાપ અને અન્ય જીવ જંતુઓ દુર રહે છે.
● તુલસી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડીને ડાયાબિટીસના ઈલાજમાં મદદ કરે છે.
●  તુલસીના અર્કનો ઉપયોગ આયુર્વેદમાં સામાન્ય શર્દી, માથાનો દુખાવો, પેટની તકલીફો, સોજા, હૃદયના દર્દ, ઝેર વિકાર અને મલેરિયામાં કરવામાં આવે છે.
● અનાજનાં સંગ્રહમાં તુલસીના સુકાવેલા પાંદડા રાખવાથી જીવડા (ધનેરા) દૂર રહે છે.
● તુલસીના છોડની રોજ પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને મહાલક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે.
● તુલસીની સુગંધથી વાતાવરણ પવિત્ર બની રહે છે અને ઘરમાં હકારાત્મક ઉર્જા ફેલાય છે.
● તુલસીથી વાસ્તુ દોષ દુર થાય છે અને નકારાત્મક શક્તિનો નાશ થાય છે.
● પંચામૃત કે ચરણામૃતમાં તુલસીનાં પાન રાખવાથી પંચામૃત અને ચરણામૃત ખરાબ થતા નથી.

તુલસીના છોડ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ભારતીય સંસ્કૃતિ મુજબ તુલસીનાં છોડને દેવી સ્વરુપ માનવામાં આવે છે. તુલસી ઘણી ઉપયોગી ઔષધિ છે તેથી તુલસીનાં છોડની કાળજી રાખવી પણ જરૂરી છે.

● તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં ન રાખવો. સુકાઈ ગયેલ છોડને નદી કે તળાવમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. ઘરમાં હંમેશા તુલસીનો સ્વસ્થ છોડ જ રાખવો.
● તુલસીના છોડ સાથે અન્ય કોઈ છોડ ન ઉગાડવો.
● ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન રાખવો. જો આમ કરશો તો લાભ થવાને બદલે નુકસાન થઈ શકે.
● શિવપુરાણ મુજબ શિવલિંગ પર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ.
● બિનજરૂરી રીતે તુલસીનાં પાન તોડવા નહીં.
● તુલસીનાં છોડની આજુ-બાજુ ગંદકી કરવી નહીં.
● તુલસીના છોડને નિયમિત પાણી આપવું જોઈએ જેથી છોડ કરમાઈ નહીં.

रामायुध अंकित गृह, शोभा बरनि न जाए ।
नव तुलसिका वृंद तंह, देखि हरष कपिराय ॥

અર્થાત્ત : રામ ભક્ત હનુમાનજી જ્યારે સીતા માતાની શોધમાં લંકા ગયા ત્યારે તેમણે એક ઘરના આંગણામાં તુલસીના છોડનું કૂંડું જોયું.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!