લક્ષ્મીજી ને પ્રસન્ન કરવા માટે લક્ષ્મીપૂજા સિવાય બીજું શું કરી શકાય? – જરૂર વાંચો

ઝાડુ આમ તો ખૂબ જ સામાન્ય વસ્તુ છે, પરંતુ શાસ્ત્રોમાં તેનો સીધો સંબંધ મહાલક્ષ્મીની કૃપા સાથે બતાવ્યો છે. ઝાડુ આપણા ઘરની ગંદકી રૂપી દરિદ્રતાને દૂર કરે છે અને સાફ-સફાઈના રૂપમાં મહાલક્ષ્મીની કૃપા અપાવે છે. જે ઘરમાં સાફ-સફાઈ થાય છે, ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે. દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરની આસપાસ કોઈપણ મંદિરમાં ત્રણ ઝાડુ રાખી આવો. આ ખૂબ જ જૂના જમાનાથી ચાલી આવતી પરંપરા છે. જૂના સમયમાં લોકો મોટાભાગે મંદિરમાં ઝાડુનું દાન કરતા હતા.

ઝાડુ મૂકતી વખતે ધ્યાન રાખો આ વાતો-

-મંદિરમાં ઝાડુ સવારે બ્રહ્મ મૂહુર્તમાં રાખવા જોઈએ.

-આ કામ કોઈ વિશેષ દિવસે કરવું જોઈએ. વિશેષ દિવસ જેમ કે કોઈ તહેવાર, જ્યોતિષના શુભ યોગ કે શુક્રવારે.

-આ કામને કોઈપણ બતાવ્યા વગર ગુપ્ત રૂપમાં કરવું જોઈએ. શાસ્ત્રોમાં ગુપ્તદાનનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

-જે દિવસે આ કામ કરવું હોય, તેના એક દિવસ પહેલા જ બજારથી 3 ઝાડુ લાવવા જોઈએ.

 જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ……

નકારાત્મક ઊર્જાને દૂર કરે છે ઝાડુઃ-

જો ગંદકી, ધૂળ-માટી, કરોળીયાના જાળા વગેરે સાફ ન કરવામાં આવે તો ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે. ઝાડુથી જ ગંદકી દૂર થઈ જાય છે અને તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે. નકારાત્મક વાતાવરણમાં રહેનાર લોકોના વિચારો પણ નકારાત્મક બની શકે છે, જેની સીધી અસર ઘરની આર્થિક સ્થિતિ ઉપર રહે છે. ઘરમાં સાફ-સફાઈ રાખશો તો આપણેળે જ આ બાબતોથી છુટકારો મળી જાય છે અને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

-શાસ્ત્રોમાં ઝાડુને દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે, થી કોઈપણ પ્રકારે તેનો અનાદર ન થવો જોઈએ. ઘરમાં જો ઝાડુ બધાની સામે ન રાખવો જોઈએ અને ઘણીવાર અન્ય લોકોના પગ તેની ઉપર લાગે છે જે અશુભ છે. તેને લીધે ઝાડુનેકોઈ સ્થાને છુપાવીને રાખવું જોઈએ.

-ઝાડુને દરવાજાની પાછળ રાખવાનું ઘણુ શુભ માનવામાં આવે છે.

-ઝાડુને ક્યારેય પણ ઊભું ન રાખવું જોઈએ. તે અપશુકન માનવામાં આવે છે.

-આજે પણ મોટાભાગના વડીલો ઝાડુને પગ લગી જાય તો ક્ષમા યાચના કરે છે અને તેને પ્રણામ પણ કરે છે.

-જ્યારે પણ કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો, તે સમયે નવું ઝાડુ લઈને જ ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ. આ શુભ શુકન માનવામાં આવેછે. તેનાથી નવા ઘરનમાં સુખ-સમૃદ્ધિ અને બરકત બની રહે છે.

-જો ઘરમાં કોઈ નાનુ બાળક હોય અને તે અચાનક ઝાડુ કાઢવા લાગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરે મહેમાન આવવાના છે.

-હંમેશા ધ્યાન રાખવું કે ઠીક સૂર્યાસ્તના સમયે ઝાડુ ન કાઢવા જોઈએ. તે અપશુકન માનવામાં આવે છે.

-ઝાડુને ક્યારેય પણ ઘરથી બહાર કે છત ઉપર ન રાખવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. એમ કરવાથી તમારા ઘરમાં ચોરી થવાનો ભય બની રહે છે.

-ક્યારેય પણ ગાય કે અન્ય જાનવરને ઝાડુથી મારવા ન જોઈએ. તે ભયંકર અપશુકન માનવામાં આવે છે.

-કોઈપણ સદસ્ય કોઈ ખાસ કાર્ય માટે ઘરેથી નિકળ્યો હોય તો તેને ગયા પછી તરત જ ઝાડુ ન લગાવવા જોઈએ. એમ કરવાથી તે વ્યક્તિને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે.

-ઝાડુને ભોજનકક્ષમાં કે જ્યાં રોજ ભોજન બનાવવામાં આવે છે ત્યાં ન રાખવું જોઈએ. ભોજનના સ્થાને કોઈ ઝાડુ રાખામાં આવે તો ત્યાં ધૂળ-માટીના કણ જશે અને તે સ્વાસ્થ સંબંધી પરેશાનીઓ પેદા કરી શકે છે.

ઝાડુને ક્યારેય પણ બિસ્તર ઉપર ન રાખવું જોઈએઃ-

-બિસ્તર ઉપર ઝાડુ રાખવા, અપશુકન માનવામાં આવે છે. કોઈપણ સ્થિતિમાં બિસ્તર ઉપર ઝાડુ ન રાખવા જોઈએ. આ અપશુકનને લીધે ઘરમા અલક્ષ્મીનું આગમન થઈ જાય છે અને લક્ષ્મી રિસાઈ જાય છે.

તેની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે ઝાડુથી આપણે સાફ-સફાઈ કરીએ છીએ અને તેમાં ધૂળ, કચરો અને અનેક નુકસાનકારક કીટાણુ ચોટી રહે છે. એવી વખતે ઝાડુ બિસ્તર ઉપર રાખવામાં આવશે તો બિસ્તર ઉપર ધૂળ અને નુકસાનકારક કીટાણુ આવી જશે. તેને લીધે સ્વાસ્થ સંબંધી પરેશાનીઓ આવી શકે છે. અનેક લોકો ધૂળ-માટીથી શરદી-જુકામની સમસ્યાઓ તરત જ થઈ જાય છે. તેને લીધે બિસ્તર ઉપર ઝાડુ ન રાખવા જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર

Leave a Reply

error: Content is protected !!