સુરતથી 18 કિલોમીટર અંતરે આવેલ સુંદરતાની સાથે-સાથે ભૂતિયા દરિયા કિનારો

ભૂત-પ્રેતની કથા દરેક વ્યક્તિને ખૂબ જ રોમાંચિત કરી દે છે. જો આ કથા-કલ્પનાઓ હકીકતનું સ્વરૂપ લઈલે, તો કોઈ પણ નીડર વ્યક્તિ પણ એક સમયે ડગી જાય. આવી જગ્યાઓએ, જો ક્યારેક કોઈ પ્રેતાત્માનો સામનો થઈ જશે તો? એવા વિચારથી પણ શરીર ધ્રૂજી જાય છે. આપણે કથા, વાર્તાઓ અને ફિલ્મોમાં અનેક વખત ભૂતપ્રેત અથવા તો ભટકતી આત્માઓ જોઈ છે. ભારતમાં પણ એવા ઘણાં સ્થળો છે કે જ્યાં ભૂત અને પ્રેતાત્માઓ હોવાની વાતો લોકોનાં દિલો-દિમાગમાં ઘર કરી ગઈ છે.

મિત્રો, ચાલો આજે જાણ્યે ભારતની સૌથી ભૂતિયા જગ્યામાં જેનો સમાવેશ થયો છે એ ગુજરાતનાં દરિયા કિનારા વિશે

ડુમ્મસ બીચ (સુરત, ગુજરાત)

સુરતથી 18 કિલોમીટર અંતરે આવેલ આ દરિયા કિનારો સુંદરતાની સાથે-સાથે ભૂતિયા પણ છે.

અરબ સાગર થી જોડાયેલ ગુજરાતનો કિનારો અને સાથે જ રહસ્યમય શક્તિ માટે ફેમસ છે સૂરત નો આ ડુમ્મસ બીચ. આ ખુબજ સુંદર બીચ અને હવા ખાવાનું લોકપ્રિય સ્થળ છે. એક સમયે ડુમ્મસને બળતો દરિયા કિનારો માનવામાં આવતો હતો. ઘણા પર્યટકો પણ આ જગ્યાને હંટેડ પ્લેસ કહે છે.

હકીકતમાં આ બીચ પર હિંદુઓના શવને બાળવામાં આવે છે. અહી સાંજના સમયે કોઈ રહેવાનું પસંદ નથી કરતુ. કારણકે અહી લોકોને અવાનવાર વિચિત્ર અવાજો સંભળાય છે. લોકોને એવું ફિલ થાય કે અમારી આજુ-બાજુ કોઈ છે પણ ખરેખર કોઈ હોતું નથી. એવું માનવામાં આવે છે કે અહી મરેલા લોકોની આત્માઓ ભટકે છે. આ બીચની પાસે જ ભગવાન ગણેશનું મંદિર છે. અહી ક્યારેક ક્યારેક મરેલા લોકોના મડદા પણ જોવા મળે છે.
ડુમ્મસ બીચ એટલા માટે ચર્ચામાં છે કારણ કે થોડા સમય પહેલા ઈન્ટરનેટ પર Haunted હોવાને કારણે ચર્ચાનો વિષય બન્યો હતો. અહીની રેતી સફેદ નહિ પણ કાળી જોવા મળે છે. રજા દરમિયાન આ બીચ પર આખો દિવસ મુલાકાતીઓ ન્હાવા અને ફરવા આવે છે પરંતુ સાંજ પડતાની સાથે જ અહીં સન્નાટો છવાઈ જાય છે.

અહીં લોકોને રડવાનો અવાજ આવવો ખૂબ જ સામાન્ય વાત છે. આજે પણ સવારે ફરવા નિકળતા પર્યટકોને અહીં રડવાનો અવાજ સંભળાય છે. ચારે બાજુ કૂતરાનાં ટોળા નજરે પડે છે અને સાંજ પડતાં જ કૂતરા ભસવા લાગે છે.

ડુમ્મસ બીચનાં ઢગલાબંધ કિસ્સા છે. એક કિસ્સા મુજબ ડુમ્મસ બીચ પર ફરવા માટે આવેલ એક યુવક પોતાનું એક્ટિવા લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. લગભગ રાત્રિના આઠ વાગ્યા હશે, ત્યાં રસ્તામાં જ એનુ એક્ટિવા બંધ પડી ગયું. બંધ પડી ગયેલ એક્ટિવા સાથે ચાલવાનું શરૂ કર્યું, હજુ થોડુંક ચાલ્યો ત્યાં મોટે-મોટેથી રડવાનો અવાજ આવવા લાગ્યો તેણે ચાલવાની સ્પીડ વધારી. ઘનઘોર અંધારું અને ચારેબાજુ કુતરાનો ભસવાનો અવાજ ચાલુ હતો. એ યુવકે મક્કમ ગતિએ ચાલવાનું શરૂ જ રાખ્યું એટલામાં પાછળથી કોઇએ બૂમ પાડી કે, ”એ… જુવાન બિડી પીવડાવ ને !”  એ યુવકે પાછળ ફરીને જોયું તો ચારેબાજુ ફક્ત અંધારૂ જ હતું ત્યાં કોઈ નહતું. એણે બધી બાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. એ યુવાનને તો પરસેવો છુટી ગયો અને હેમ-ખેમ ઘરે પહોંચ્યો. થોડા દિવસ તો એ ભાઈને તાવ આવી ગયેલો.

અહીં સ્પષ્ટતા કરી દઈએ કે અમે અંધવિશ્વાસને પ્રોત્સાહન નથી આપી રહ્યાં, પણ લોકવાયકાઓને પ્રસ્તુત કરી રહ્યાં છીએ.

‘ડર કે આગે જીત હે’
ડુમ્મસ બીચ વિશે આવા તો ઘણાં ભૂત-પ્રેતનાં કિસ્સા જાણીતા છે, એમ છતા હરવા-ફરવાનાં શોખીનો માટે અને આવી રોમાંચક જગ્યા વિશે વધું જાણવાના હેતુસર હજારો યાત્રિકો આ બીચની મુલાકાત લે છે.

તાપી નદી અને દરિયાનો સંગમ ડુમ્મસ નજીક થાય છે. પ્રેમી પંખીડાઓના સ્વર્ગ સમા આ ડુમ્મસ બીચ પર પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સુરતથી એકદમ નજીક આ બીચ આવેલો હોય લોકો વન-ડે ટુર માટે પ્રથમ પસંદગી ડુમ્મસની કરે છે.

ડુમ્મસ બીચ પર પ્રવાસીઓ માટે ઉંટ, ઘોડા સહિત બાળકો માટે મનોરંજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય બીચ પર લોકો દિવસ દરમિયાન વોલીબોલ, ક્રિકેટ સહિતની રમતોની મજા પણ લેતા હોય છે.

આ રોમાંચક જગ્યાએ કેવી રીતે પહોંચવું:

બાય રોડ : અમદાવાદથી ડુમ્મસ (સુરત) 158 કિ.મી. જ્યારે વડોદરાથી 162 કિ.મી. અને મુંબઈથી ડુમ્મસ 158 કિ.મી. અંતરે આવેલું છે. ડુમ્મસ જવા માટે એસટી અને ખાનગી બસોની સુવિધા છે.

બાય ટ્રેન : ટ્રેન મારફતે અમદાવાદ, વડોદરા કે મુંબઈથી સુરત આવી શકો છો અને ત્યાં કોઈ પ્રાઈવેટ વાહન કરીને ડુમ્મસ દરિયા કિનારે જઈ શકો છે. સુરત રેલવે સ્ટેશનથી ડુમ્મસ જવા માટે તમારે 15 કિલોમીટરનું અંતરર કાપવું પડશે.

બાય ફ્લાઈટ: ફ્લાઈટ મારફતે તમે આવવા ઈચ્છતા હોવ તો અમદાવાદ અને મુંબઈથી સુરતની ફ્લાઈટમાં આવી શકો છો અને ત્યાંથી ટેક્સી કરીને સુરતના ડુમ્મસ દરિયા કિનારે પહોંચી શકો છો. એરપોર્ટથી ડુમ્મસ બીચ પાંચ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

આભાર

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!