ધોરણ-12નાં વિદ્યાર્થીનો કમાલ – બાઈકમાં નજીવો ફેરફાર કરીને એવરેજ ૧૫૩ ની કરી દીધી

યુવાન એટલે રોજે રોજ અજવાળું.

ધોરણ-12નાં વિદ્યાર્થીએ કર્યો કમાલ ! 153 Km/Ltr ની એવરેજ આપતી બાઈક બનાવી.

વિવેકે સપનામાં પણ કદી નહીં વિચાર્યું હોય કે, પોતાનાં બાઈકમાં કરેલ સામાન્ય ફેરફાર તેનાં નસીબ ચમકાવી દેશે.

આપણે જોઈએ જ છીએ કે, આજકાલનાં યુવાનો હંમેશા કંઈક અલગ, કંઇક નવું કરતા રહે છે. ઘણી વખત તો એવું બને કે, એમનાં રોજ-બરોજનાં જીવન સાથે સંકળાયેલ બાબતો યુવાનોની સફળતાનું કારણ બની જાય.

આવી જ ઘટના કૌશાંબી (ઉ.પ્ર.)ના રહેવાસી વિવેક કુમાર પટેલ સાથે બની છે. વિવેક નાનપણથી જ પોતાના ચંચળ મગજને કારણે કંઈક નવા-નવા પ્રયોગો કરતો રહેતો.

તમને જણાવી દઈએ કે, વિવેક એક ગરીબ પરિવારમાંથી આવે છે. વિવેક ધોરણ-12 પાસ કરીને બાઈક રીપેરીંગની દુકાને બેસવા લાગ્યો. બાઈક રીપેરીંગ કામ શીખવાની સાથો-સાથ તે એન્જિનમાં ફેરફારો કરીને પ્રયોગ કરવા લાગ્યો. ત્રણ વર્ષ પહેલા એણે પોતાના બાઈકમાં થોડાક એવાં ફેરફાર કર્યા કે જેનાથી બાઈકની માઇલેજ ડબલ થઈ ગઇ. એ પણ મહત્વનું છે કે, માઇલેજ વધવાથી બાઈકનું એન્જિન ગરમ થયુ નહીં.

એન્જિનમાં કરેલ ફેરફારને કારણે બાઈક 153 કિ.મી. પ્રતિ લિટર જેટલી એવરેજ આપવા માંડી. એટલું જ નહીં એન્જિનમાં આ બદલાવને કારણે બાઈકની સ્પીડ અને પીકઅપને કોઈ આડ-અસર પણ થઈ નથી.

ત્યારબાદ વિવેક કાઉન્સિલનાં સમ્પર્કમાં આવ્યો, જયાં તેનાં આ અલગ આઈડિયાને વધું વિકસિત કરી એનું સંશોધન કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી (UPCST) અને મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ઈલાહાબાદ દ્રારા એની આ નવી ટેક્નિકને પ્રમાણિત કરવામાં આવી છે.

UPCST નાં ઇનોવેશન ઓફિસર સંદીપ દ્વિવેદી એ જણાવ્યું કે, કાઉન્સિલ દ્રારા આ નવી પદ્ધતિને ટેક્નિકલી પ્રમાણિત કરવા માટે મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીનાં મેકેનીકલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટમાં ટેસ્ટિંગ કરાવ્યું છે. ટેસ્ટિંગમાં આ નવા આઈડિયાને માન્ય રાખવામાં આવ્યો છે. આ સાથે જ પેટન્ટ રજિસ્ટ્રેશન માટે પણ અરજી કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત વિવેકની આ ટેક્નિકને કટરામાં આવેલ શ્રી માતા વૈષ્ણવ દેવી યુનિવર્સીટીનાં ટેક્નોલોજી બિઝનેસ ઇંકયૂબેસન સેન્ટરમાં નવા સ્ટાર્ટઅપ તરીકે નોંધણી કરવામાં આવી છે.

મિકેનિકલ ઍન્જિનયરિંગમાં બી.ટેક કરી ચૂકેલ આકાશ શ્રીવાસ્તવ આ પ્રોજેક્ટમાં એમની મદદ લઈ રહ્યાં છે. આકાશનાં કહેવા મુજબ, વિવેકની મદદથી ટેક્નોલોજી અપગ્રેડેશન કરી ઓછા ઈંધણમાં જનરેટરની ઉત્પાદન શક્તિ વધારવા તરફ કામ કરીશું.

આ નવા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટે સેન્ટર તરફથી 75 લાખ રૂપિયાની મદદ મંજુર કરવામાં આવી છે.

નાનકડા ગેરેજમાં કામ કરીને ઘર-પરિવારનું ગુજરાન ચલાવનાર સામાન્ય પરિવારનાં આ યુવાને જે કામિયાબી મેળવી છે એ એની મહેનત અને લગનથી મેળવી છે. મિત્રો, આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ ક્યારે અને ક્યાંથી નસીબનાં દ્વાર ઉઘડી જાય અને ચમત્કાર થઈ જાય…!!!

ભાવનુવાદ – ઈલ્યાસભાઈ સોર્સ: પત્રિકા બ્લોગ

લોકપ્રિય ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો. જો પસંદ આવે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!