બાળકોમાં ચર્ચાનો મોસ્ટ ફેવરીટ સબ્જેક્ટ – બર્મુડા ત્રયેન્ગ્લ વિષેની રહસ્યમય વાતો

આજે વિજ્ઞાનમાં ઘણી બધી ક્રાંતિ આવી ગઈ છે પણ અમુક રહસ્યો અને અમુક આવી જગ્યાઓ છે જેની સામે દરેક લોજીક અને સાયન્સ ટૂંકું પડે છે.

એરોપ્લેન, સમુદ્રી જહાજ, હેલીકોપ્ટર કે પછી કોઈપણ વસ્તુ આ રાક્ષસી ક્ષેત્રમાં ગયા પછી તે પાછી નથી આવી શકી. સેંકડોની સંખ્યામાં કેટલાય મોટા-મોટા જહાજો અને શક્તિશાળી પ્લેનો આ રીતે ગાયબ થઈ ગયા છે અને તેની સાથે સંકળાયેલા રહસ્યોને લઈને આજે ય અનેક પ્રકારની વાતો કરાય છે. કોઈ કહે છે કે અહીં સમુદ્રી દાનવ રહે છે તો કોઈ તેને નષ્ટ થયેલી કોઈ સંસ્કૃતિની અસર ગણાવે છે. વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય પરથી પડદો હટાવી શક્યા નથી.

ક્યાં આવેલું છે રહસ્યમયી સ્થળ

દુનિયાનું સૌથી રહસ્યમયી સ્થાન બરમુડા ટ્રાયએંગલ એટલાન્ટિક મહાસાગરના બરમૂડા મિયામી, ફ્લોરિડા અને સેન જુઅન, પુએટરે રિકો દ્વિપોની આસપાસ છે.

બર્મુડા ત્રયેન્ગ્લનો ઈતિહાસ

આ રહસ્યમયી ત્રિકોણ અંગે સૌથી પહેલા લખનારો વ્યક્તિ હતો ક્રિસ્ટોફર કોલંબસ. તેના અને તેના ચાલકદળે સમુદ્રની સપાટી પર નૃત્ય કરતી કોઈ અદ્દભૂત રોશનીને જોઈ હતી અને પોતાની લોગબૂકમાં લખ્યું હતું કે આકાશમાં આગની જ્વાળાઓ હતી. તે લોકોએ પોતાની લોગબૂકમાં એમપણ લખ્યુ હતુ કે આ દરમિયાન તેમના કંપાસ (હોકાયંત્ર)એ બેવડી દિશા બતાવવી શરૂ કરી દીધી હતી.

જોકે, વિદ્વાનોએ તેને ભ્રમનો કરાર આપ્યો હતો. તેમનું કહેવું છે કે તેમના દ્વારા જોવાયેલો પ્રકાશ ટેનોના રહેવાસીઓ દ્વારા તેમના તરાપામાં રસોઈ બનાવવા માટે બાળવામાં આવેલી આગથી ઉત્પન્ન થયો હતો અને કમ્પાસમાં સમસ્યા એક તારાની હલચલને નોંધવામાં થયેલી ભૂલને કારણે થઈ હતી.

આ અંગે પ્રમાણિક રૂપે સૌથી પહેલા 16 સપ્ટેમ્બર 1950ના રોજ ઈ.વી. ડબલ્યૂ. જોન્સનો એક આર્ટિકલ એસોસિએટેડ પ્રેસમાં છપાયો હતો. તેના બે વર્ષ પછી એક ફેટ નામની એક પત્રિકામાં પણ સી મિસ્ટ્રી એટ અવર ડોર ટાઈટલ સાથે એક લેખ છપાયો હતો.

આ ઘટના પછીના વર્ષોમાં આ ત્રિકોણ સાથે જોડાયેલી વધુ વાતો સામે આવતી રહી પરંતુ આ સ્થળ લાઈટમાં 5 ડિસેમ્બર 1945માં આવ્યું. આ દિવસે અમેરિકન નેવીના પાંચ બોંબબર વિમાનો એટલાન્ટિક મહાસાગરના ઉંડાણમાં સમાઈ ગયા હતા. જ્યારે તેની સુચના નેવીને મળી ત્યારે એક નૌકાને અહીં તપાસ માટે મોકલવામાં આવી હતી પરંતુ તે પણ તેનાથી બચી નહોતી શકી અને તેણે પોતાના 27 ક્રૂ મેમ્બર સાથે જળ સમાધિ લઈ લીધેલી

શું કારણ છે અહી ડૂબતા વિમાનોનું

બરમુડા ટ્રાયેંગલમાં વિમાનો અને જહાજોના ગાયબ થવા પાછળ સૌથી મોટું કારણ તેની ભૌગોલિક સ્થિતિને માનવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમ મહાસાગરમાં સ્થિત આ ક્ષેત્રની ભૌગોલિક સ્થિતિ એવી છે કે આ ક્ષેત્રમાં દાખલ થનારા વિમાનોના કંપાસ સાચી દિશા બતાવવાનું બંધ કરી દે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ક્ષેત્રમાં ભૌતિકશાસ્ત્રના નિયમો લાગુ નથી પડતા એટલે જ અકસ્માતો થાય છે. આ ઉપરાંત ચંદ્રને પણ આ અંગે જવાબદાર મનાય છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ બીજા કેટલાક કારણો પણ આપ્યા છે જેમાં…

મિથેન ગેસના પરપોટા

વિમાનો ગાયબ થવાની ઘટનાઓ માટે મિથેન હાઈડ્રેટને જવાબદાર મનાય છે. આ વિસ્તારના સમુદ્ર તળમાં મિથેન હાઈડ્રેટ્સનો વિશાળ ભંડાર છે. આ ભંડારથી મિથેન ગેસના મોટામોટા પરપોટા સપાટી પર આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ પરપોટા એટલા મોટા હોય છે કે તેઓ પાણીના ઘનત્વમાં કમી લાવી જહાજને ડૂબાડવાની ક્ષમતા રાખે છે.

કમ્પાસની એટલે કે દિશા સૂચકયંત્ર ની  સમસ્યા

આ ક્ષેત્રમાં રહેલી શક્તિશાળી ચુંબકીય શક્તિ અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવોના ચુંબકીય પ્રભાવને કારણે આ ક્ષેત્રમાં એવી ખાસ સ્થિતિ બને છે કે અહીં કંપાસ કામ કરવાનુ બંધ કરી દે છે. તેના કારણે પાઈલટ સાચો નિર્ણય લેવામાં ભૂલ કરી બેસે છે અને પરિણામે અકસ્માત થાય છે.

ગલ્ફ સ્ટ્રિમ

આ ક્ષેત્રથી શક્તિશાળી ગલ્ફ સ્ટ્રિમ ચાલે છે. આ ગલ્ફ સ્ટ્રિમ મેક્સિકોની ખાડીથી નીકળીને ફ્લોરિડાના જલડમરૂની ઉત્તર એટલેન્ટિકમાં આવે છે. આ ગલ્ફ સ્ટ્રીમ ખરેખરમાં સમુદ્રની અંદરની નદીની જેમ હોય છે જેના શક્તિશાળી વહેણમાં જહાજોના ડૂબવાની સંભાવનાઓ વધી જાય છે.

Leave a Reply

error: Content is protected !!