દિવાળીમાં ઘર શણગારતા પહેલા આટલું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવાથી અઢળક ફાયદો થઇ શકે છે

દિવાળી પહેલા રાખો આ વાતોનું ધ્યાન

દિવાળી પહેલા માં લક્ષ્મીના સ્વાગત માટે તમે ઘરની સાફ-સફાઈ અને સાજ-સજાવટમાં લાગેલા હશો. આવામાં જો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખતા ઘર શણગારશો તો તમારા ઘરમાં પણ દેવી લક્ષ્મીનું આગમન થશે.

મુખ્ય દ્વાર સામે ન હોય અરિસો

ઘરના મુખ્ય દરવાજાના એકદમ સામે અરિસો ન લાગેલો હોય તેનો ખાસ ધ્યાન રાખવો જોઈએ. વાસ્તુ વિજ્ઞાનમાં કહેવાયું છે કે તેનાથી ઘરમાં આવનારી સકારાત્મક ઉર્જા પાછી ફરે છે. આમાટે શણગાર દરમિયાન ધ્યાન રાખો કે અરિસા વડે મુખ્ય દરવાજો ન શણગારવામાં આવે.

ભગવાન ગણેશજીની મૂર્તિ

જો આપ ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવવા ઈચ્છતા હોવ તો એક મૂર્તિ આગળની તરફ મોઢું કરેલી તો એક મૂર્તિ અંદરની તરફ મોઢું કરેલી હોવી જોઈએ.

પૂર્વ દિશાને બનાવો ઈમોશનલ

વાસ્તુ અનુસાર ઘરની પૂર્વ દિશામાં વાયુ તત્વનો વાસ હોય છે. આ ઉર્જાથી જીવનમાં તાજગી, આનંદ અને ખુશી આવે છે. જો આ દિશામાં કોઈ દોષ હોય તો તેનો સીધો જ પ્રભાવ પરિવારના સદસ્યો પર પડે છે. તેથી આ દિશાને હંમેશા સંતુલિત રાખો. પૂર્વ દિશામાં લાકડાનું થોડુંક સજાવટી સામાન મૂકવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે.

આ રીતે સજાવો ઘર

હિંદુ ધર્મમાં આંબાના વૃક્ષના પાન અને ગલગોટાના ફૂલનું પૂજામાં ખાસ મહત્વ હોય છે. આ બન્ને વસ્તુઓને સૌભાગ્યસૂચક પણ માનવામાં આવે છે. આ બન્ને વસ્તુઓ વડે ઘરની સજાવટ કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.

સોર્સ: આઈ. એમ. ગુજરાત

Leave a Reply

error: Content is protected !!