જિંદગીની સાચી ખુશી પૈસાથી નથી ખરીદી શકાતી – આ જાણ્યાં પછી તેણી ખુશ થઇ ગઈ….

આ વાર્તા મુંબઈની એક સુંદર અને ખુબ જ મોંઘો ડ્રેસ પહેરેલી પૈસાવાળી સ્ત્રી ની છે! જિંદગીથી હારેલી, નિરાશ અને હતાશ થયેલી આજે તેણી મનોચિકિત્સક પાસે આવીને કેહવા લાગી મે તો જીંદગીમાં હમેશા ખાલીપો નો જ અનુભવ્યો કર્યો છે! આ જિંદગીનો કઈ મતલબ જ નથી.સ્ત્રી કાઉન્સેલર પાસે મનોમન તેણી ખુશી શોધવાનો પ્રયાસ કરવા લાગી.

કાઉન્સેલરે તેની કલીનીકમાં કામ કરતી એક વૃદ્ધ સ્ત્રીને બોલાવી, જે ત્યાં કચરા પોતાનું કામ કરતી હતી. કાઉન્સેલરે તેણી ને કહ્યું, “હું વાસંતીબેન ને પુછીસ કે તમે કઈ રીતે ખુશીને શોધવાનો પ્રયાસ કર્યો ? થોડું તમારા ભૂતકાળ વિષે કહો ને ! તમે એ જે કહે તે શાંતિ થી સંભાળજો.”

વાસંતી બેન સાવરણી બાજુ માં મુકીને ખુરશી પર બેઠા અને તેણીએ પોતાની કહાની કહી.

“મારા પતિ મલેરિયાના કારણે મરી ગયા અને તેના ૩ મહિના પછી મારો છોકરો કાર અકસ્માતમાં મરી ગયો. મારી જોડે પોતાનું કોઈ ના રહ્યું! હું સુઈ નહોતી સકતી, હું ખાઈ નહોતી સકતી અને મારી હસી તો ક્યાંક ગાયબ જ થઇ ગઈ હતી!

મેં મારી પોતાની જિંદગી જ પૂરી કરવા માટે પણ વિચારી લીધું હતું ! એક દિવસ સાંજે એક બિલાડીનું બચ્ચું, હું કામ કરતી હતી ત્યાંથી ઘર સુધી મારી પાછળ આવ્યું. મને એના માટે કૈક ખોટું પણ લાગ્યું.

બહાર બહુજ ઠંડી હતી એટલે મે તેને ઘરમાં લઇ લીધું ને થોડું દૂધએ બચ્ચાને પીવા આપ્યું. એ બચ્ચાએ આખી પ્લેટ ચાટી લીધી પછી તે મારી આગળ આવી મને ચાટવા અને વ્હાલ કરવા લાગ્યું. કેટલાય દિવસો પછી એ દીવસે હું ખુશ હતી!

મને મનોમન થયું, જો આ બિલાડીના બચ્ચા માટે આટલું કરવાથી મારા ચેહરા પર સ્મિત આવી શકતું હોય તો જો બીજાને મદદ કરું તો કેટલી ખુશી મળશે!!

સમજો ને સ્વાર્થ વગર એક નાનું કામ કરવાથી જે અદભૂત અને અદ્વિતીય આનંદ મને મળ્યો તેનું વર્ણન હું તમને નહિ કરી શકું ! બીજાને આપવામાં જ મારી ખુશી શોધી લીધી. મારા દિવસની શરૂઆત માં હું જાત ને એટલું જ પૂછું,”આજે એવું કયું કામ કરીશ જેથી બીજો ખુશ થાય, બીજા ને ખુશી મળે ?અને પછી હું એ કરવા લાગુ !

પછી મેં બીજે દિવસે થોડા બિસ્કીટ બનાવ્યા અને બાજુમાં જે બીમાર હતા, ગરીબ બાળકોને તે આપ્યા. દરરોજ મેં કૈક આવું જ કામ કરવાનું નક્કી કર્યું જેનાથી હું ખુશ થઇ જાઉં અને બીજાને પણ ખુશ રાખી શકું.

જ્યારે પૈસાવાળી સ્ત્રીએ આ સાંભળ્યું તો તે રડવા લાગી ! તે બધુ જ ખરીદી શકતી હતી જે પૈસાથી મળતું હોય પણ તેણી તે વસ્તુ ન હોતી ખરીદી શકતી જે પૈસાથી નથી મળતી અને એ છે ખુશી!!

ફ્રેન્ડસ..જીવનની સુંદરતા તેમાં નથી કે તમે કેટલા ખુશ છો પણ સાચી સુંદરતા તો એમાં છે જેમાં તમારા લીધે બીજાને તમે કેટલા ખુશ છે કરી શકો છો.ખુશી એ અંતિમ મંઝીલ નથી પણ યાત્રા છે. ખુશી કાલમાં નહિ પણ આજે છે. ખુશીએ કોઈના નિર્ભર રેહવું નથી પણ એક નિર્ણય છે. ખુશી એ છે તમે શું છો નાં કે તમારી પાસે શું છે. બસ, તો આજ થી તમે પણ નક્કી કરજો કે તમારે કયું એવું નાનું કામ કરવું છે જેથી તમે બીજાને ખુશ કરી શકો !

– નિમિષા પટેલ (ફેસબુક)

Leave a Reply

error: Content is protected !!