જ્ઞાનપંચમી લાભ પાંચમ – જાણો મહત્વ, શુભ મૂહૂર્ત અને પૂજાની રીત

લાભ પાંચમ સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખાય છે. સૌભાગ્ય એટલે સારુ નસીબ અને લાભ અપાવનારો દિવસ. પરિણામે આ દિવસ લાભ અને ગુડલક સાથે જોડાયેલો છે. ગુજરાતમાં દિવાળી પછી નવા વર્ષનો પહેલો કામનો દિવસ એટલે લાભ પાંચમ. વેપારીઓ આ દિવસે પોતાના વેપારમાં પુજા પાઠ કરી પોતાની ખાતાવહી ચોપડાના પહેલા પાને કંકુ ચાંદલો અને સાથિયો કરી નવા એકાઉન્ટની શરુઆત કરે છે.

લાભ પાંચમનો દિવસ કોઈ પણ નવું કામ શરુ કરવા માટે અધિક શુભ ગણાય છે. ગુજરાતમાં આ દિવસનું ઘણું મહત્વ રહેલું છે. આ દિવસ ગુજરાતમાં ખૂબ જ ધૂમ ધામ સાથે મનાવવામાં આવે છે. આ દિવસથી ત્યાં વ્યવસાયી લોકો નવા બહીખાતાં શરુ કરે છે જેને ખાતું કહી શકાય છે. આમાં સૌ પહેલાં કુમકુમથી જમણી બાજુ શુભ અને ડાબી બાજુ લાભ લખે છે અને એની વચમાં સ્વસ્તિક ચિન્હ બનાવે છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરે છે, જૈન સમુદાય જ્ઞાનવર્ધક પુસ્તકની પૂજા કરે છે અને સાથે જ અધિક બુદ્ધિ જ્ઞાન માટે પ્રાર્થના કરે છે.

વેપાર શરુ કરતા પહેલા મંત્ર જાપ

શાસ્ત્રો પ્રમાણે આ દિવસે શુભ સમય જોઈ પોતાના ધંધાની શરુઆત કરવી જોઈએ. ગણેશજી, લક્ષ્મી અને પોતાના ઈષ્ટ દેવને તિલક લગાવી, ફુલ-હાર કરી તેમની પ્રાર્થના કરવી કે, તમારો વેપાર નવા વર્ષે ખુબ ફુલે ફાલે. ભગવાનનુ નામ લઈ નારિયેળ વધેરવુ જોઈએ. પૂજા કર્યા બાદ ‘ઓમ મહાલક્ષ્મયૈ નમ:’ અને ‘ઓમ કુબેરાય નમ:’ મંત્રનો 11 વખત જાપ કરવો.

લાભ પાંચમ શુભ મુહૂર્ત

સવારે- 6.37થી 8.03 લાભ

સવારે- 8.03થી 9.30 અમૃત

સવારે- 10.56થી 12.12 સુધી

સાંજે – 4.41થી 6.08 લાભ

*અભિજિત મુહૂર્ત બપોરે 12.00થી 12.46 સુધી

ગુજરાતની સૌથી લોકપ્રિય ફેસબુક કોમ્યુનીટી ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના સૌજન્યથી

Leave a Reply

error: Content is protected !!