નીતા અંબાણી બાળકોને પોકેટ મનીમાં 5 રૂપિયા જ આપતાં… વાંચવા જેવી વાતો

દરેક ક્ષેત્રની જેમ બિઝનેસ જગતમાં પણ એવી મહિલાઓ છે જેણે પોતાના સંતાનોને જીવનમાં ઉચ્ચ મુલ્યોની જાળવણી કરવાનું શિખવ્યું છે. બાળકોને એવા સંસ્કારો આપ્યા છે કે એક માતા હોવાનો તેમને ગર્વ થાય. આવા જ એક માતા છે નીતા અંબાણી. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના પત્ની અને ફોર્બ્સની યાદીમાં ચમકેલા દેશના સૌથી પાવરફુલ મહિલા એવા નીતા અંબાણીએ પોતાના બાળકોના શિક્ષણ અને સંસ્કારમાં દરેક બાબતોનો ખ્યાલ રાખ્યો છે.

નીતા અંબાણીએ બાળકોના ઉછેરમાં એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે પોતાના સંતાનોને એક સારી વ્યક્તિ કેવી રીતે બનાવી શકાય. નીતા અંબાણી પોતાના બાળકોની સારસંભાળ કંઇક એવી રીતે રાખે છે કે દરેક માતા તે સાંભળીને આશ્ચર્યચકિત થવાની સાથે જ હેરાન પણ થઇ જશે.

આજે તેમના ત્રણેય સંતાનો ટીનેજર થઇ ગયા છે. દિકરી ઇશા અંબાણીએ અમેરિકાની કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે જોડાઇ ગયા છે. ઇશાના જોડિયા ભાઇ આકાશ અંબાણી રિલાયન્સ જીયો સાથે જોડાઇ ગયા છે. અંબાણીના સંતાનો હવે રિલાયન્સના સામ્રાજ્યને સંભાળવા માટે તૈયાર થઇ ગયા છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે એક મિડલ ક્લાસ ફેમિલીના સંતાનની જેમ જ નીતાએ પોતાના બાળકોનો ઉછેર કર્યો છે.

નીતા અંબાણી પોતાના બાળકો આકાશ, અનંત અને દિકરી ઇશાને જયારે સ્કૂલે મોકલતા ત્યારે ખિસ્સા ખર્ચ માટે એટલા ઓછા રૂપિયા આપતા કે ક્લાસમેટ તેમની મજાક ઉડાવતા હતા. એક દિવસ મુકેશ અંબાણીના નાના દિકરા અનંતના હાથમાં પોકેટ ખર્ચ માટે ઓછા નાણાં જોઇને ક્લાસમેટ બોલ્યો કે તું અંબાણી છે કે ભિખારી. અનંતે જયારે ઘરે આવીને પેરન્ટ્સને આ વાત કરી ત્યારે તેને સમજાવવા માટે તેમની પાસે કોઇ તર્ક નહોતો.

દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં સામલે મુકેશ અંબાણી પોતાના બાળકોને સ્કૂલ કે કારથી નહીં પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટથી ભણવા માટે મોકલતા હતા.

નીતા અંબાણી દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિની પત્ની હોવા છતાંય એ વાતનો ખ્યાલ રાખે છે કે બાળકો ડાઉન-ટુ-અર્થ રહે. નીતા અંબાણી પોતે એક મુંબઇના મિડલ ક્લાસ ગુજરાતી ફેમિલીમાં મોટા થયા છે. તેમનું પાલન-પોષણ એક અનુશાસિત પરિવારમાં થયું છે, તેમને ઘરમાંથી બહાર જવાની મંજૂરી પણ બહુ ઓછી મળતી હતી. સ્કૂલ-કોલેજ તેઓ બેસ્ટ બસમાં જ જતા હતા.

નીતા અંબાણી ટીચર બનવા માંગતા હતાં, પરંતુ મુકેશ અંબાણી સાથે લગ્ન બાદ તેઓ ટિચરનો ન બની શકયા,પરંતુ બાળકોને હોમવર્ક જાતે કરાવતા હતા. તેઓ હંમેશા એ પ્રયત્ન કરતાં કે બાળકોમાં એવા સંસ્કાર હોય કે તેઓ હંમેશા સંપત્તિના નશાથી દૂર રહે.

નીતા અંબાણી પોતાના બાળકો આકાશ,અનંત અને ઇશાને મોંઘી લક્ઝરી કારની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટથી સ્કૂલે મોકલતા હતા. જેથી સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીઓનો પણ તેમને ખ્યાલ આવે અને સામાન્ય લોકો કેવી રીતે જીવન પસાર કરે છે તેની સમજ આવી શકે.

મુકેશ અને નીતા અંબાણી પોતાના બાળકોના પાલન-પોષણ દરવા દરમ્યાન એ પણ શીખવ્યું છે કે લોકોનું સમ્માન કરી શકે. નૈતિક મૂલ્યો અને પૈસાનું સન્માન કરી શકે. નીતા અંબાણી પોતાના બાળકોને સ્કૂલે જવા દરમ્યાન પોકેટ મની માટે 5-5 રૂપિયા આપતા.

એક દિવસ તેમના ત્રણેય બાળકો સ્કૂલ જઇ રહ્યા હતા ત્યારે નાનો દિકરો અનંત બેડરૂમમાંથી દોડતો આવ્યો અને માતા પાસે 10 રૂપિયા માંગ્યા. નીતા અંબાણીએ કહ્યું કે તારે કેમ વધુ રૂપિયા જોઇએ છે. તો તે બોલ્યો કે મારા મિત્રો મારા પોકેટ ખર્ચ માટે 5 રૂપિયા જોઇ મશ્કરી કરે છે. અનંતે કહ્યું કે જયારે હું 5 રૂપિયાનો સિક્કો લઇને જાઉંછું તો એક છોકરો કહે છે કે તું અંબાણી છે કે ભિખારી. નીતા અંબાણીએ કહ્યું કે મેં અને મુકેશે તેને વધુ પૈસા આપ્યા નહોતા.

સોર્સ – દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!