દિવાળી માટે ખાસ – પાન મુખવાસ અને આમળા મુખવાસ જાતે બનાવતા શીખો

દિવાળીમાં હવે પહેલા જેવો નાસ્તો અને મીઠાઈઓ નો ક્રેઝ ઘટતો જાય છે, બસ એક બીજાને મળે, વાતો કરે, થોડો નાસ્તો ચાખીને મુખવાસ માંગે.

નાના મોટા બધાને મોજ આવે એવો સ્વાદિષ્ટ પાન મુખવાસ બનાવતા શીખીએ.


પાન મુખવાસ બનાવવા જરૂરી સામગ્રીઃ

 • 10 નંગ કલકત્તી (નાગરવેલ) પાન
 • 2 ચમચી સોપારીની કતરણ
 • 2 ચમચી મીઠું અને હળદર ચડાવેલા તલ
 • 2 ચમચી મીઠી વરીયાળીનો ભૂકો
 • અડધી ચમચી લવલી મસાલો
 • અડધી ચમચી લવિંગ પાવડર
 • 1 ચમચી કાથા પાવડર
 • 1 ચમચી ગુલાબજળ
 • અડધી ચમચી એલચી પાવડર
 • ચપટી ઈજમેટના ફૂલ. પાન મુખવાસ બનાવવા જરૂરી રીતઃ
 • કલકત્તી પાનને છાંયામાં સૂકવવા.
 • હવે એક બાઉલમાં સોપારીની કતરણ, તલ, મીઠી વરીયાળીનો ભૂકો, લવલી મસાલો અને લવિંગ પાવડર ઉમેરી બધું મિક્સ કરો.
 • તેમાં સૂકવેલા પાનનો ભૂકો અને કાથો ઉમેરી ફરી મિક્સ કરો.
 • હવે તેમાં ગુલાબજળ, ઈજમેટના ફૂલ અને એલચી પાવડર ઉમેરી, બધુ સરખી રીતે ભેળવી, 5 થી 10 મિનિટ માટે મિશ્રણને દાબી દો.
 • ત્યારબાદ સર્વિંગ ડીશમાં કાઢી લો. આ મુખવાસ કાચની બોટલમાં ભરી દેવાથી અઠવાડિયા – 10 દિવસ સુધી સારો રહે છે.
આમળા મુખવાસ પણ એક અલગ જ પ્રકારનો ટેસ્ટી મુખવાસ છે, જે લગભગ બધી ઉમરના લોકોને ભાવતો હોય છે.
આમળા મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી:
 • આમળા ૧ કિલો
 • અજમો ૫૦ ગ્રામ
 • બ્લેક સોલ્ટ ૫૦ ગ્રામ
આમળા મુખવાસ બનાવવાની રીત:
 • આમળાના ટુકડા કરો
 • અજમો અને બ્લેક સોલ્ટ અલગ મિક્ષ કરો
 • હવે આમળાના ટુકડા માં અજમો અને બ્લેક સોલ્ટ ભેળવી દો
 • આ મિશ્રણ એકદમ સુકાય જાય ત્યાં સુધી તડકે રાખો

 બસ ત્યારે, આ દિવાળી પર મુખવાસ જાતે ઘરે બનાવો. ‘જ્ઞાન સાથે ગમ્મત’ પેઈજ પર ની મુખવાસ બનાવવાની આ રીત તમને પસંદ પડી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!