ગુજરાતીઓ ની ફેવરીટ પુરણપોળી બનાવવાની ખુબ જ સરળ રીત વાંચો

ગળી ગળી પૂરણપોળી વિશે કઈ કહેવાની જરૂર ખરી? એવુ તો કદાચ કોઈ પણ ન હોય કે જેને પૂરણપોળી ન ભાવતી હોય. પૂરણપોળીને વેઢમી પણ કહેવામાં આવે છે. ઘણાને તો પૂરણપોળી એટલે કે વેઢમીની સાથે સાથે તે બનાવવા માટે વપરાતુ પૂરણ પણ ઘી નાખીને ખાવાનું ગમે છે.

3 વ્યક્તિઓ માટે ઘરે પૂરણપોળીબનાવવાજરૂરીસામગ્રીઅનેબનાવવાનીરીત

પૂરણપોળી બનાવવા જરૂરી સામગ્રી:

1 કપ તુવેરની દાળ

1 કપ ખાંડ અથવા ગોળ

1/2 ટી સ્પૂન ઈલાયચીનો ભૂકો

1/2 ટી સ્પૂન ખસખસ

1/4 ટી સ્પૂન જાયફળનો ભૂકો

1 1/4 કપ ઘઉંનો લોટઘી પ્રમાણસર

પુરણપોળી બનાવવાની રીત:

-કૂકરમાં તુવેરની દાળમાં થોડુંક પાણી નાખી બાફી કાઢો, દાળ બફાઈ જાય એટલે પાણી કાઢી લેવું

-તુવેળની દાળને ઘી લગાવેલા તાંસળામાં કાઢો, જરૂર પ્રમાણે ગોળ કે ખાંડ ઉમેરો, ધીમા તાપે મુકી તેને વ્યવસ્થિત

-જો પુરણ બહુ ઢીલુ લાગે તો 2 ટી સ્પૂન ઘઉંના લોટમાં ઘીનું મોણ નાંખી લોટ ભભરાવો અને પુરણને એકદમ ઘટ્ટ કરો-તેના ઉપર ઈલાયચી, જાયફળ અને ખસખસનો ભૂકો ભભરાવો

-થાળીમાં ઘી ચોપડી તેમાં પૂરણ કાઢવું અને તેને ઠંડુ થવા દો-રોટલીના લોટ કરતાંસહેજ કઠણ કણક બાંધો. ઘઉંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણો

-તેમાં પૂરણ ભરી તેને ફરી વણો

-ધીમા તાપે શેકી તેના પર ઘી લગાવી ગરમ ગરમ પોરણ પોળી કઢી સાથે સર્વ કરો

રેસીપી મોકલનાર: રીનાબેન પટેલ (આણંદ)

Leave a Reply

error: Content is protected !!