લક્ષ્મીજીને પ્રસ્સન કરવાનો અદ્ભુત દિવસ એટલે શરદ પૂર્ણિમા

શરદ પૂર્ણિમાના ચંદ્રની સુંદરતાઃ

આમ તો બધી જ પૂનમ સુંદર હોય છે પરંતુ શરદ પૂર્ણિમાના ચંદ્રની વાત જ કંઈ ઓર છે. પુરાણોમાં એવુ કહેવાયુ છે કે આ રાતની સુંદરતા માણવા તો દેવતાઓ પણ ધરતી પર આવે છે. વરસાદ પછી સ્વચ્છ થયેલા આકાશમાં ચળાઈને આવતી ચાંદની મનમોહક તો હોય જ છે પણ એવું પણ માનવામાં આવે છે કે આ રાત્રે ચાંદનીમાંથી અમૃતના બિંદુ પણ ધરતી પર પડે છે.

ચંદ્ર અને લક્ષ્મી સાથે સીધો સંબંધઃ

આ જ માન્યતાને કારણે કેટલાંય યુગોથી શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌંઆ બનાવીને ચાળણીથી ઢાંકીને ચંદ્રપ્રકાશમાં મૂકીને ખાવાની પ્રથા છે. આ પ્રથાનો સીધો સંબંધ ચંદ્ર અને લક્ષ્મીજી સાથે છે.

દૂધ પૌંઆ ખાવાનું મહત્વઃ

માન્યતા મુજબ આખી રાત ચંદ્ર પ્રકાશમાં રાખેલા દૂધ પૌંઆને બીજા દિવસે સવારે ખાવા જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર આ ખીરમાં અમૃતનો અંશ હોય છે જેને કારણે સારુ આરોગ્ય મળે છે. આ માટે શરદ પૂર્ણિમાની રાત્રે સ્વાસ્થ્ય રૂપી ધન મળે છે. તમે શાસ્ત્રોક્ત ઉપચારથી શરદ પૂનમની રાત્રે જાગરણ કરીને ધનલાભ પણ મેળવી શકો છો.

લક્ષ્મીજીનો જન્મ દિવસઃ

ધનલાભ મેળવવાના આશયથી કેટલાંય લોકો શરદ પૂનમની રાત્રે જાગરણ કરે છે. એવું કહેવાય છે કે આ રાત્રે દેવી લક્ષ્મી સાગરમંથનમાંથી પ્રગટ થયા હતા. આથી આ દિવસને લક્ષ્મીજીનો જન્મદિવસ પણ માનવામાં આવે છે. પોતાના જન્મ દિવસે માતાજી પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે. આથી જે લોકો આ રાત્રે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની આરાધના કરે છે તેમના પર લક્ષ્મીજીની અસીમ કૃપા રહે છે.

સાભાર: આઈ.એમ.ગુજરાત

Leave a Reply

error: Content is protected !!