અદ્ભુત – ફ્રીઝ ખોલશો અને તમને લીસ્ટ મળી જશે કે ફ્રીઝ માં કઈ વસ્તુ કેટલી ઘટે છે

કેમેરાવાળા સ્માર્ટ ફ્રિજ આવી રહ્યાં છે દોસ્તો…

અત્યાર સુધી માણસો પોતાની સેલ્ફી લેતા હતાં હવે એવો યુગ શરૂ થવાનો છે કે, ઘરમાં રહેલ નિર્જીવ ફ્રિજ પણ સેલ્ફી લેશે….લ્યો બોલો…!!

જી હા, મિત્રો માનવ જીવનને સરળ અને આરામ દાયક બનાવવા માટે માણસે ઘણી ટેક્નોલોજીનો આવિષ્કાર કર્યો છે. એમાં એક વસ્તું છે ફ્રિજ અને હવે ફ્રિજ પણ સ્માર્ટ બનવા જઈ રહ્યું છે. ફ્રિજ પણ સેલ્ફી લેશે. ફ્રિજ આપણને  જણાવશે કે, ‘ભાઈ તમારાં સફરજન બગડવાની તૈયારીમાં છે, જલ્દી ઝાપટી જાવ’

ઘરમાં મહિલાઓ ઘણી બધી જવાબદારી સંભાળતી હોય છે એવામાં ઘણી વખત એવું બને કે, ફ્રિજમાં શું છે ? ફ્રિજમાં કઈ વસ્તું ખાલી થઈ ગઈ છે ? કઈ વસ્તુંને કેટલા દિવસથી ફ્રિજમાં મુકી છે ? વગેરે વગેરે ભૂલી જતી હોય છે. ઘણીવાર એવું બને કે, ખરીદી કરવા ગયાં હોય અને જરૂરી ફ્રુટ, શાક-ભાજી ભૂલી જઈએ. તો ક્યારેક એવુ પણ બને કે, ફ્રિજમાં વસ્તું પડી હોય એમ છતાં ખરીદી લાવ્યે. આવી ભુલ ન થાય એટલાં માટે હવે માર્કેટમાં કેમેરાવાળા સ્માર્ટ ફ્રિજ આવી રહ્યાં છે. જે ફ્રિજ તમારાં મોબાઈલ સાથે કનેક્ટેડ હશે. ફ્રિજમાં રહેલ કેમેરાથી જાણી શકાશે કે ફ્રિજમાં કઈ વસ્તું પડી છે અને કઈ વસ્તું લાવવાની છે. ફ્રિજની અંદરની તમામ માહીતી મોબાઈલ પર મળતી રહેશે. બજારમાં ગયાં હોય તો ત્યાંથી તમારાં મોબાઈલ દ્રારા જોઈ શકશો કે ફ્રિજમાં કઈ વસ્તું છે અને કઇ વસ્તું ખરીદી કરવાની છે.

આ વન્ડર ફ્રિજ ત્રણ ડોરનું હશે અને તેમાં ત્રણ કેમેરા લગાવેલા હશે. 4000 પાઉન્ડનાં આ ફ્રિજમાં ત્રણેય કેમેરા સેલ્ફી લઇને ફ્રિજની અંદર શું સામગ્રી છે, તેનો ફોટો તમને મોકલી આપશે. લાઈવ અપડેટ જાણી શકાશે. આ બધું જ કામ સમયાંતરે ઓટોમેટિક થતું રહેશે. આ ત્રણેય કેમેરા ટોપ, મધ્ય અને તળિયે લાગેલા હશે અને ફ્રિજની લાઇટ ઓફ થઇ જાય એ પહેલાં ફોટો ખેંચી લેશે.

આવું જ સ્માર્ટ ફ્રિજ BOSCH કંપનીએ બે ઇન્ટિગ્રેટેડ કેમેરા સાથે માર્કેટમાં લોન્ચ કર્યું છે. ફ્રિજમાં એવાં ઉપકરણો પણ હશે કે, જે વસ્તું ખૂટી ગઈ હશે એ વસ્તું માટે તમને જાણકારી આપશે અને જરૂરિયાત મુજબ આપમેળે એ વસ્તું માટે ઓનલાઈન ઓર્ડર પણ કરી દેશે. બોલો…છે ને બાકી સ્માર્ટ !!

હાલનાં સમયમાં પણ જે આધુનિક ફ્રિજ માર્કેટમાં ઉપલબ્ધ છે એમાં ઘણાં એડવાન્સ ફીચર્સ છે. જેમ કે,

● ફ્રિજમાં સ્પીકર હોય છે.
● ટચ સ્ક્રીન
● Wi-Fi એન્ડ કનેક્ટિવિટી
● LED લાઈટ
● ડિજિટલ ટેમ્પરેચર કન્ટ્રોલ
● સ્માર્ટ કન્વર્ટેબલ મોડ
● પાવર સેવર વગેરે..વગેરે..

ખરેખર ! મિત્રો, પૈસાથી સુખ કે ખુશી ન ખરીદી શકાય પણ હાં, પૈસાથી જીવન સરળ અને આરામ-દાયક ચોક્કસ બનાવી શકાય..

સંકલન – ઈલ્યાસભાઈ

વિડીયો જોવાથી ઉપરની વાત વધુ સારી રીતે સમજી શકાશે.

Leave a Reply

error: Content is protected !!