અદ્ભુત – ભારતના આ મંદિરમાં મળે છે પ્રસાદ તરીકે સોનું (ગોલ્ડ) – દુર દુર થી આવે છે ભક્તો

ભગવાન પ્રતિ શ્રદ્ધા ધરાવતા લોકો મંદિરમાં વ્યાપક પ્રમાણમાં સોના ચાંદીના દાગીના ભેંટ કરતા હોય છે. પરંતુ એક મંદિર એવું પણ છે કે જ્યાં આવનારા લોકોને પ્રસાદમાં આ પ્રકારે સોનાના દાગીના મળતા હોય છે. આ પ્રસાદ મેળવવા માટે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

મધ્યપ્રદેશના રતલામ શહેરમાં મહાલક્ષ્મી માતાનું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાં આખુ વર્ષ લોકોની અવરજવર હોય છે પરંતુ કેટલાક દિવસો તો કુબેરના ભંડારા જેવા બની જાય છે. આખુ વર્ષ ભક્તો કરોડો રૂપિયાના દાગીના અને રોકડ રકમ ચડાવે છે. પરંતુ દિવાળીના તહેવારમાં ધનતેરસથી લઈને દિવાળી સુધી માતાનો દરબાર સોના ચાંદીના દાગીના અને નોટોની માળાઓથી સજેલો જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન અહીં જે પણ આવે છે તે ખાલી હાથે જતું નથી.

????????????????????????????????????

આ મંદિરમાં દિવાળી બાદ જનારા ભક્તોને પ્રસાદ રૂપે દાગીના અને રોકડ રકમ આપવામાં આવતા હોય છે. આ પ્રસાદ માટે લોકો દૂરદૂરથી મંદિરમાં દર્શન માટે આવે છે. જો કે આ પ્રસાદને લોકો ખુબ જ સાચવીને રાખે છે અને શુકન તથા શુભ માનીને હંમેશા પાસે રાખે છે, ક્યારેય ખર્ચ કરતા નથી.

સેંકડો વર્ષ જૂના આ મંદિરમાં જે પણ ચઢાવો આવે છે તેનો હિસાબ રખાય છે જેથી કરીને ભક્તોને તેમના રૂપિયા પાછા મળી શકે. સુરક્ષા કારણોસર મંદિર સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને પોલીસનો સુસ્ત પહેરો પણ છે.

નીચેના વિડીયો માં પણ જોઈ શકાશે ઉપર રજુ કરેલ હકીકતો

Leave a Reply

error: Content is protected !!