આયુર્વેદનું મહાઔષધ અશ્વગંધા – જબરદસ્ત ફાયદાઓ વાંચીને ચોંકી જશો

અશ્વગંધા એટલે એવી વનસ્પતિ જેને શરીર માટે “મહાઔષધ” કહો તો પણ કંઇ ખોટું નથી.આયુર્વેદે જેના ભરપેટ વખાણ કર્યા છે તેવી આ વનસ્પતિ શરીરના અસાધ્ય રોગો માટે ખરેખર અત્યંત સચોટ ઇલાજ છે.અશ્વગંધાનું નિયમિત સેવન કરનાર માણસ ક્યારેય શરીરના દુ:ખાવા,અસાધ્ય રોગો,નબળાઇઓથી પિડાતો નથી અને આ વાત શત્ પ્રતિશત્ સચોટ અને સત્ય છે.

જાણો શું છે અશ્વગંધા ?

અશ્વગંધા બે હાથ જેટલી ઉંચાઇ ધરાવતો એક પર્ણયુક્ત છોડ છે.જે અનેક શાખાઓ ધરાવે છે.તેના મુળમાં અશ્વગંધા નામક ઔષધ રહેલું હોય છે.તેમના મુળ ચિકણા અને મજબુત હોય છે.અશ્વગંધા ચાર-પાંચ વર્ષ જીવિત રહેતો છોડ છે.

તેનું લેટિન અર્થાત્ વૈજ્ઞાનિક નામ “વિધાનિયા સોમ્નીફેરા” છે.અશ્વગંધા ભારતના ઘણા સ્થળો પર જોવા મળે છે.તે ખાસ ચોમાસામાં જોવા મળે છે પણ અમુક ઠેકાણે બારેમાસ ઉપલબ્ધ હોય છે.અશ્વગંધામાં સોમ્નીફેરિન નામક તત્વ રહેલું હોય છે.તદ્દોપરાંત તેમાં લાળ,ક્ષારદ્રવ્ય અને રંજકપદાર્થ હોય છે.

અશ્વગંધાનું ચુર્ણ અત્યંત ગુણદાયક અને અનેક રોગોનો નાશ કરનાર માનવામાં આવે છે.આ ઉપરાંત તેમાંથી બનાવાતું તેલ પણ શરીરના દુ:ખાવા સહિત ગણા રોગ માટે અક્સર ઇલાજ તરીકે સાબિત થાય છે.વળી,અશ્વગંધાના પર્ણનો લેપ કરીને ત્વચા પર ભૂંસવાથી ત્વચા પણ ચમકીલી બને છે.

અશ્વગંધા ચૂર્ણના ફાયદાઓ –

અશ્વગંધા આજકાલની ફૂટી નીકળેલ ઔષધિ નથી.ભારતમાં તેનું અસ્તિત્વ હોવાને ૪,૦૦૦ વર્ષ થઇ ચુક્યા છે !અને માટે જ તો એની એટલી બોલબાલા થઇ છે- આર્યુર્વેદમાં.તેમના ચુર્ણના ફાયદાઓ પણ ઘણાં છે.

જન્મજાત બાળક જો નબળું હોય તો એ ૪ મહિનાનું થાય એ પછી અશ્વગંધાનું એક ચમચી ચુર્ણ દુધની બોટલમાં મિશ્ર કરીને આપવું.લાગલગાટ ત્રણ મહિના આ પ્રયોગ કરવાથી બાળકની આંતરિક શક્તિઓમાં વધારો થાય છે.

મોટી ઉમરના સાંધાના અને બીજા અંગોના દુ:ખાવાથી પિડાતા લોકો સવારમાં એક ગ્લાસ દુધમાં અશ્વગંધાનું ચૂર્ણ મિશ્ર કરી પીવે તો સચોટ ફાયદો થશે.

અશ્વગંધાના ચુર્ણનું નિયમિત સેવન કરવામાં આવે તો પુરુષોમાં રહેલી નપુસંકતાની બિમારી પણ જડમુળમાંથી નેસ્તનાબુદ થાય છે ! છે ને અસાધ્ય રોગોનો રામબાણ ઇલાજ !

વળી,સ્ત્રીઓ માટે પણ અશ્વગંધાનું નિયમિત સેવન અત્યંત લાભદાયી છે.આમ કરવાથી સ્ત્રીઓમાં ગર્ભધારણની ક્ષમતા વધે,માટે ગર્ભધારી મહિલાઓએ આનું સેવન કરવું હિતાવહ છે.એ પછી પ્રસવ બાદ દુધની માત્રા પણ વધારવામાં અશ્વગંધા “ધિ બેસ્ટ” છે.શ્વેત પ્રદર અને કમરદર્દ પણ દુર થશે.અશ્વગંધાથી લોહિ વધશે,કારણ કે અશ્વગંધા લોહિના મુળભુત તત્વો જેવા કે હિમોગ્લોબિન અને રક્તકણોની બનાવટ પ્રક્રિયાને વેગ આપે છે.

આયુર્વેદમાં તો એમ પણ કહેવાયું છે કે,અશ્વગંધાનું નિયમિત સેવન કરવાથી લાંબા સમય સુધી ઘડપણ તમારી નજીક પણ નહિ આવે ! માટે,આ ઔષધિ “ચિરંજીવી” જ કહેવાય ને !

ક્ષયના અસાધ્ય રોગ માટે રામબાણ અશ્વગંધા –

ક્ષય અર્થાત્ ટી.બી.[ ટ્યુબરક્યુલોસીસ ]ના દર્દીઓ અત્યારે ભારતમાં વધારે માત્રામાં છે.અશ્વગંધા તેમના માટે પણ જબરદસ્ત ઇલાજ છે.અને આ ઇલાજ અત્યંત વિશ્વસનીય પણ માનવામાં આવે છે.નીચેની પધ્ધતિ વડે ક્ષય નિવારક અશ્વગંધાનો ઉપયોગ કરી શકાય –

॰ એક ગ્લાસ બકરીનું દુધ લેવું અને એ જ ગ્લાસમાં પાણી લેવું.બંનેને એક વાસણમાં મિક્સ કરી તેમાં એક ચમચી સાકર અને એક ચમચી અશ્વગંધાનું ચુરણ નાખી આ મિશ્રણને ચુલે ચડાવો.પાણી બળી જાય એટલે વધેલું એક ગ્લાસ દ્રવ્ય બહાર લઇ ઠંડું પાડી અને પી જવું.સવાર-સાંજ નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી ક્ષયના દર્દીઓ માટે જરૂર ફળદાયી નીવડશે.

તદ્દોપરાંત,અશ્વગંધા બુધ્ધિવર્ધક અને વજન વધારનાર પણ માનવામાં આવે છે.હવે જોઇએ અશ્વગંધામાંથી તેલ બનાવવાની પધ્ધતિ અને તેનાથી થતા ફાયદાઓ.

અશ્વગંધા તેલ અને તેમના ફાયદા –

બનાવટની પધ્ધતિ :

અશ્વગંધાનાં તાજાં અને સારાં મૂળમાંથી બનાવેલો ૩૦૦ મિલિલિટર જેટલો પલ્પ લો.તલનું તેલ ૧૦૦ મિલિલિટર લેવું.(હંમેશાં તલનું તેલ જ વાપરવું).કમળ,પુનર્નવા,આમળા,સુગંધી વાળો,બહેડાં,જેઠીમધ,નાગકેસર,ચંદન,મજિઠ,સારિવા વગેરેને મિક્ષ કરી તેલમાં ઉકાળવું.જેથી તેલમાં આ તમામ ઔષધિઓનું ગુણ આવી જશે અને કાળો કચરો નીચે જામવા લાગશે.તેલ અને ઔષધ છૂટાં પડવા લાગે એટલે તેલને ગાળીને બોટલમાં ભરી લેવું.આ થયું અશ્વગંધા તેલ.

ફાયદાઓ :

શરીરમાં સાંધા,હાથ-પગ,માથું,સાંધા,કોણી કે હાડકાંનો કોઇપણ પ્રકારનો દુ:ખાવો થતો હોય અને અશ્વગંધા તેલનો લેપ કરો એટલે ચોક્કસ આરામ મળશે ! કાનનો કોઇપણ પ્રકારનો દુ:ખાવો હોય તો અશ્વગંધાના તેલના બે-એક ટીપાં ગરમ કરીને કાનમાં નાખવાથી ત્વરિત ફાયદો થશે.કાનમાં વાયુને લીધે અવાજ,બહેરાશની શરૂઆત કે અન્ય દુ:ખાવામાં આ રીતે ઉપયોગ કરી શકાય.

અનિદ્રા,જડબું પકડાઇ જવું કે મુખના લકવામાં પણ અશ્વગંધા તેલનો ઉપયોગ કરી શકાય.બાળલકવામાં માંસ ક્ષયને કારણે પગ કે પીઠ સુકાઈ ગયાં હોય તો એમાં અશ્વગંધા તેલની માલિશ અને અશ્વગંધા તેલનાં ટીપાં ગાયના દૂધમાં ઉમેરીને પિવડાવવાથી પગમાં શક્તિ મળે છે અને સશક્ત બને છે.શરીરના વાયુવિકારમાં પણ અશ્વગંધાનો ઇલાજ સચોટ હોય છે.

આ થઇ વાત ચાર મિલેનિયમ વર્ષ જુની અશ્વગંધા ઔષધિની.જેનો ઉપયોગ કરવો જ રહ્યો…!પ્રબલ,ગુણદાયક ઔષધિ…!

સંકલન – Kaushal Barad

અશ્વગંધા પાવડર અને બીજા ઘણા શુદ્ધ દેશી ઓસડીયા ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!