આ માણસે એક જ દિવસમાં અધધ.. 14 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી. જાણો કેવી રીતે ?

સાન ફ્રાન્સિસ્કો : અમેરિકામાં બ્લેક ફ્રાઈડેનાં દિવસે સ્માર્ટફોન સહીત અન્ય ચીજ-વસ્તુઓનું રેકોર્ડ-બ્રેક વેચાણ થયું. નવેમ્બર મહિનાનાં ચોથા ગુરૂવારે અને થેંક્સ ગીવીંગ-ડેનાં આગલા દિવસે આવનાર બ્લેક ફ્રાઈડેનાં દિવસે ઓનલાઈન શોપીંગ વેબસાઈટ એમેઝોન પર મહાસેલ હતું.

આ મહાસેલમાં કંપનીનાં સંસ્થાપક અને CEO જેફ બેઝોસ (Jeff Bezos) ની સંપત્તિમાં ખૂબ જ વધારો થયો. આ વધારો એટલો છે કે તમે જાણીને મોં માં આંગળા નાખી દેશો.

બ્લેક ફ્રાઈડે મહાસેલ પછી એમેઝોનનાં શેરમાં ખૂબ જ તેજી આવી. ફક્ત એક જ દિવસમાં કંપનીનાં ફાઉન્ડર શ્રી જેફ બેઝોસે 14 હજાર કરોડ રૂપિયા કમાય લીધાં છે અને એમની કુલ સંપત્તિ 100 બિલિયન ડોલર (લગભગ 6.5 લાખ કરોડ) નો આંકડો વટાવી ચૂકી છે. આ મહાસેલ પહેલા બેઝૉસની સંપત્તિ લગભગ 97.9 બિલિયન ડોલર હતી.

વર્ષ 1999 પછી આ પહેલો બનાવ
વર્ષ 1999 પછી આ પહેલી ઘટના છે કે, કોઈ વ્યક્તિની સંપત્તિ વધીને 100 બિલિયન ડોલરને પાર કરી ગઈ હોય. બેઝોસ પહેલાં માઈક્રોસોફ્ટનાં સંસ્થાપક બિલ ગેટ્સની સંપત્તિએ આ આંકડો પાર કર્યો હતો. જો કે, આ જ વર્ષની વાત કર્યે તો બેઝોસની આવકમાં લગભગ 34 બિલિયન ડોલરનો વધારો થયો છે. અધધ…કમાણી..

મિત્રો, આ ન્યુઝ વાંચીને મને આ અવતરણ યાદ આવે છે, “सबकुछ कुछ नहीं से शुरू हुआ था.” એ મુજબ આપણે પણ શરૂઆત કરી જ દેવી..શું ખબર એક દિવસ તમારુ નામ જેફ બેઝોસની જગ્યાએ લખાય જાય….. Best of luck !!

ભાવાનુંવાદ – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!