ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા ઉતારે છે આ વ્યક્તિ – જાણો ચોંકાવનાર કારણ

સામાન્ય રીતે આપણાં હાથ ઉપર ગરમ તેલનું એક ટીપું પડે તો પણ ફર્ફોલા પડી જાય. એવામાં કોઈ માણસ ગરમ-ગરમ ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા બનાવી શકે ખરાં? પરંતુ, આ સત્ય-હકીકત છે. આપણી દુનિયામાં આવા અજબ-ગજબ કારનામા કરનાર લોકોની કમી નથી.


જી.. હા, મૂળ લલિતપુર જિલ્લાના (ઉ.પ્ર.) 45 વર્ષીય રહેવાસી સોહન એક અનોખા ભજીયા વાળા છે જે ઊકળતાં તેલમાં હાથ નાંખીને ભજીયા તળે છે. ગ્રાહકો તેની કારીગરી જોઈ હેરાન રહી જાય છે.


સોહન કંચન 13 વર્ષની ઉંમરથી ચા અને ભજીયાંની દુકાન ચલાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી તે તેના ભાઈ-ભાભી સાથે રહે છે.  સોહને જણાવ્યું કે, ’18 વર્ષની ઉંમરમાં મારા લગ્ન થઈ ગયા હતા. અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. લગ્નના પાચં વર્ષ બાદ એક દિવસ હું દુકાનેથી ઘરે પહોંચ્યો ત્યારે મારી પત્ની ત્યાં હાજર ન હતી.  ઘણી શોધખોળ બાદ ખબર પડી કે તે બીજી કોઈ વ્યક્તિ સાથે ભાગી ગઈ છે. પત્નની આ હરકતથી હું ખૂબ જ દુ:ખી થયો હતો. વિચાર્યું કે આત્મહત્યા કરી લઉં, પરંતુ ભાઈ-ભાભીએ સંભાળી લીધો હતો. તેમના સમજાવ્યા બાદ ફરીથી દુકાન ખોલવાનું શરૂ કર્યું હતું.’


આ ચમત્કાર કેવી રીતે થયો ?

‘એક દિવસ હું દુકાન પર હતો ત્યારે અચાનક પત્ની સાથે વિતાવેલા દિવસોની યાદ આવી ગઈ. તે અંગે વિચારતા-વિચારતા ગરમ તેલમાં હાથ નાખી દીધો હતો. પરંતુ મારો હાથ દાઝ્યો નહીં. એવું લાગતું હતું કે ઉકળતા પાણીમાં હાથ નાખ્યો હોય. એ દિવસથી હું ગરમ તેલમાં હાથ નાખીને ભજીયાં બનાવું છું.’


સોહનની આ કારીગરીને કારણે તેમને ત્યાં વહેલી સવારથી જ ભજીયા ખરીદનારાઓની ભીડ લાગે છે. લોકો માત્ર હાથેથી બનેલા જ ભજીયા માગે છે અને એ પણ તેમની સામે જ સોહન તૈયાર કરે તેવી માંગણી કરતા હોય છે. ખાસ વાત એ છે કે, ગમે તેટલું તેલ ગરમ હોય પરંતુ આ માણસનો હાથ બિલકુલ દાઝતો નથી. ડૉક્ટરોનું કહેવું છે કે આમ કરવું શક્ય છે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!