ઘરમાં ઉંદર નો વધુ પડતો ત્રાસ હોય તો આ નુસખાઓ ઉપયોગી થશે

ઘરેલુ નુસ્ખા અજમાવો

ઘણી વાર એમ બનતું હોય છે કે તમે ઘરની સફાઈમાં ખુબ ધ્યાન રાખો, તો પણ તમારા ઘરમાં ઉંદરનો ત્રાસ થતો હોય છે. મોટાભાગે બેઝમેન્ટમાં અને રસોડામાં ઉંદર આવતા હોય છે. જો તમારા ઘરમાં નાનું બાળક હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું કે, તમારા ઘરમાં ઉંદર ન આવે. કારણકે તેનાથી બીમારીઓ થઈ શકે છે. અને ઉંદર મારવાની દવા કે કેક મુકવાથી પણ ઘણી વાર પરિણામ નથી મળતું. ત્યારે આવા ઘરેલુ નુસ્ખા કામમાં આવતા હોય છે.

ફુદીનાનું તેલ

ફુદીનાના તેલમાં રૂનાં થોડા પૂમડાં પલાળો અને ઘરમાં અલગ અલગ જગ્યાએ આ પૂમળાં મુકી દો. થોડાક થોડાક દિવસોમાં આ પૂમડાં બદલતા રહો. સુગંધને કારણે ઉંદરો ઘરમાં નહીં રહે.

લવિંગ

લવિંગની સુગંધને કારણે ઉંદર તેનાથી દૂર ભાગશે. તમે એક કાપડના ટુકડામાં લવિંગ મુકીને તેને અલગ અલગ સ્થળોએ મુકી શકો છે. આ સિવાય ફુદીનાના તેલની જેમ લવિંગના તેલનો પ્રયોગ પણ કરી શકો છો.

લાલ મરચાં

મરચાંની સ્ટ્રોન્ગ સુગંધને કારણે માત્ર ઉંદર જ નહીં, કીડી, વંદા વગેરે જેવા જંતુઓ પણ ઘરથી દૂર રહેશે. ઘરમાં જ્યાં સૌથી વધારે ઉંદર દેખાતા હોય તે વિસ્તારમાં લાલ મરચાંનો પાવડર છાંટી દો. જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો પાવડર છાંટવાના બદલે એક કાપડમાં મરચું મુકીને તેને મુકો.

ડુંગળી

ડુંગળીની સુગંધથી ઉંદર દૂરથી જ ભાગી જાય છે. જો તમારા ઘરમાં પાળતુ પ્રાણી હોય તો તમારે ડુંગળીનો આ પ્રયોગ ટાળવો જોઈએ.

બેકિંગ સોડા

ઘરમાં જ્યાં તમને સૌથી વધારે ઉંદર જોવા મળતા હોય ત્યાં બેકિંગ સોડા છાંટો અને આખી રાત રહેવા દો. સવારે તે સાફ કરી નાખો અને રાતે ફરીથી છાંટો. આ પ્રયોગ થોડા દિવસ સુધી સળંગ ચાલુ રાખો.

સાભાર: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!