ક્યાંક શક્કરીયા નો માવો અને લીંબુ ના ફૂલ હોય એવા ચ્યવનપ્રાશ તો તમે નથી ખાતા ને?

શિયાળો એટલે વસાણાં ખાઇને ગરમાવો મેળવવાની ઋતુ…

એમાંય સૌથી પોપ્યુલર એટલે ચ્યવનપ્રાશ.

પરંતુ શું બધાં જ ચ્યવનપ્રાશ શુદ્ધ હોય છે ખરાં?????

ના ભાઈ ના…બધાં ચ્યવનપ્રાશ અણિશુદ્ધ હોતાં નથી

સડો તો સમાજના દરેક ક્ષેત્રમાં હોવાનો. આ સડા માંથી આયુર્વેદ પણ બાકાત નથી.

બજારમાં આયુર્વેદની પાંચ હજારથી વધુ દવાઓ મળે છે.

છેતરપિંડી કે ભેળસેળ પણ એટલી જ બુલંદીથી થતી રહે છે.

આયુર્વેદનું સૌથી જાણીતું ચાટણ ચ્યવનપ્રાશ છે. શુદ્ધ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલું ચ્યવનપ્રાશ શિયાળામાં ખૂબ ફાયદાકારક ગણાય છે.

તેનાથી શરીરમાં ગરમી વધે છે, પેટ સાફ આવે છે, ભૂખ લાગે છે. ચ્યવનપ્રાશના ઘણા ફાયદા છે, પણ જાણકારો એવું માને છે કે બધાં ચ્યવનપ્રાશ અણિશુદ્ધ હોવાનું માનવું ભૂલભરેલું છે.
વૈદ્યોના કહેવા પ્રમાણે, સારા ચ્યવનપ્રાશમાં આમળાં કરતાં દોઢી (અને ક્યારેક બમણી) ખાંડ વપરાતી હોય છે. એ જરૂરી પણ છે, પરંતુ કેટલાક જાણકારોનું માનવું છે કે ચ્યવનપ્રાશમાં પણ ઘાલમેલ થાય છે. અનુમાન છે કે ભારતમાં વરસે આશરે ત્રણેક કરોડ કિલો ચ્યવનપ્રાશનું ઉત્પાદન થાય છે, પણ એ માટે દોઢ કરોડ કિલો આમળાં જોઈએ.

આયુર્વેદના અમુક નિષ્ણાતો કહે છે કે આટલાં આમળાં આપણે ત્યાં થતાં જ નથી. આયુર્વેદની દવા બનાવતી આશરે ૭૦૦-૮૦૦ કંપનીઓ આજે અસ્તિત્વમાં છે, પરંતુ તેમાં ગ્રેડ હોય છે. જેમાં ‘એ’ ગ્રેડ ધરાવતી કંપનીઓનું પ્રમાણમાત્ર ૨૦ ટકા હોય છે. ટીવી-રેડિયો કે અખબારમાં કેટલાક વિજ્ઞાપનકારો ગ્રાહકોને આકર્ષવા તેમ જ એમનું ઉત્પાદન અન્ય હરીફનાં ઉત્પાદન કરતાં બહેત્તર અને ગુણવત્તામાં ચડિયાતું છે તે બતાવવા બડાઇ મારતી મોટી વાતો કરે છે. કેટલાંક તો ટોનિક અને સ્વાસ્થ્ય લગતાં ઉત્પાદનોમાં અતિશ્યોક્તિભરી જાહેરાત આપે છે.

સોના-ચાંદી ચ્યવનપ્રાશની બાટલીમાં જાહેરાત કે બોટલના લેબલ પ્રમાણે ક્યાંય સોના માત્રનું કહેવા પૂરતું પણ કોટિંગ ફિલ્મ નથી હોતું. આ ચ્યવનપ્રાશ નિયમિત રીતે લેવાથી કોઇ પણ પ્રકારની પ્રતિકારકશકિત કે જીવનશૈલીમાં સુધારો જણાતો નથી.જેમાં ઉત્પાદકે સોના કે ચાંદીનો અર્ક સુદ્ધાં નાખ્યો હોતો નથી અને ગ્રાહકોને એમાં સોના-ચાંદી નાખવામાં આવે છે એટલે તાકાતમાં વૃદ્ધિ થાય છે એવી જાહેરાતથી ભરમાવાય છે.

ચ્યવનપ્રાશ બનાવવામાં મુખ્યત્ત્વે તો ઘી અને તલનું તેલ વાપરવામાં આવે છે. પણ આવા ચ્યવનપ્રાશની બનાવટમાં એનો ઉપયોગ થતો જ નથી. અન્ય આવશ્યક સુગંધીજનક ઘટકો એલચી કેસર ઇત્યાદિ તત્ત્વો પણ નાખતા નથી. વળી આવા ચ્યવનપ્રાશ પરીક્ષણમાં એ પણ પ્રતીત થાય કે એમાં પ્રમાણ કરતાં વધારે પ્રમાણમાં ઇથીલ આલ્કોહોલ જેવા માદક ઘટકો હોય છે.આવા ચ્યવનપ્રાશ એ ‘ચ્યવનપ્રાશ’ જ નથી હોતા આ ફક્ત આંબળા અને ખાંડની ચાસણી જ હોય છે!

તો વળી ઘણા ચ્યવનપ્રાશ માં શક્કરીયા નો માવો અને લીંબુ ના ફૂલ હોય છે…

આવા અમુક નકલી કે અમુક આમળા ના મુરબ્બા જેવા ચ્યવનપ્રાશ ખાવા એના કરતા ના ખાવા સારા…

ચ્યવનપ્રાશ ની ઉત્પત્તિ ની કથા….

વિવીશ્વત મનુ – સુર્ય ને ૧૦ પુત્રો થયા. તેમના એંક પુત્ર વૈરાગી બન્યા ને સાધુ થયા. વશિષ્ઠ ઋષી એ મનુ ને મિત્રવડ નામનો યજ્ઞ કરાવડાવ્યો. ત્યાર બાદ તેના વંશજોમાં સૂક્યા નામની પુત્રી થઇ. તે તેના પરીવાર સાથે જંગલમાં વિહરવા ગઈ. ત્યાં અચાનક એને એક રાફડો દેખાણો મોટો એવો. ત્યાં જોયું તો એ રાફડામાં બે જ્યોત દેખાતી હતી. દિવ્ય જ્યોત. તેને જોતા નાની કન્યા વિચારમાં પડી ગઈ અને તે જાણવાની ઈચ્છા થઇ. તેણે તેમાં સડી નાખી તો અચાનક તે દિવ્ય જ્યોત જતી રહી ને તેમાં થી લોહી નીકળવા લાગ્યું. તે ગભરાઈ ગઈ ને તેના પિતા ને જાણ કરી. તે આવીને જોતા ખબર પડે છે તે તો ચ્યવન ઋષી છે ને સમાધી માં બેઠા હતા. અને રાજપુત્રીએ ભૂલ થી એની આંખ ફોડી નાખી છે, તે દિવ્ય જ્યોત તો ઋષીની આંખ હતી ને હજારો વર્ષોથી તપ કરતા હોવાને લીધેથી તેના પર મોટો રાફડો બની ગયો હતો. આ બધી વાત ની જાણ થતા રાજપુત્રી તથા રાજાને ખુબ દુઃખ થાય છે અને ક્ષમાં માગે છે. હવે ચ્યવન ઋષી જાગે છે અને આખી ઘટના જાણી જય છે. તે રાજાતથા તેની બાળ કન્યા ને માફ કરે છે. પરંતુ રજાને રંજ રહી જાય છે અને તેથી તેની પુત્રીનો વિવાહ ઋષી સાથે કરવાની વાત કરે છે. અને રાજકુમારી પણ વાત માની જય છે. પરંતુ ઋષી આ વાત ની ના પાડે છે અને જણાવે છે કે તેમણે તેમને માફ કરી દીધા છે. પણ રાજામાનતા નથી ત્યારે ચ્યવન ઋષી રાજાને કહે છે કે તેની પુત્રી હજુ ઘણી નાની છે અને પોતાની ઉંમરતો ધણી વધારે છે તે ઉપરાંત તેના થી જે કાઈ થયું તે જાણીજોયને નહિ પણ નાદાનીથી થયેલુ. તેમ છતાય રાજા ઋષીને પોતાની પુત્રીને દાસી તરીકે રાખવા કહે છે. ત્યારે ઋષી કહે છે કે તેણે ખુબ સારી રીતનું જીવન વ્યતીત કર્યું છે તે આ જંગલમાં નહિ રહી શકે. પણ રાજાપોતાની વાત હજુ વધારે દાસ્ય ભાવથી કહેતા ઋષી રાજકુમારી સાથે લગ્ન કરવાની હા પડે છે. પછી રાજકુમારી તથા ઋષી ના વિવાહ થાય છે.

રાજપુત્રી ખુબ સારી રીતે તથા પ્રેમભાવ થી ઋષીની સેવા કરે છે. ઘણો સમય વીતી જાય છે. ચ્યવન ઋષી ત્યારબાદ અશ્વિનીકુમારો નું આહવાન કરે છે. એ વખતે ઋષીને જાણ થાય છે કે અશ્વિનીકુમારો ને યજ્ઞો ના ફળથી બાકાત રાખવામાં આવ્યા છે આ વાત જાણી તેને દુઃખ થાય છે અને તે વિષે ત્રિલોક સાથે વાત કરે છે અને તેનો હક અપાવે છે. અને અશ્વિનીકુમારો તેનાથી પ્રસ્સન થાય છે. અને ચ્યાવાન ઋષીને કૈક માગવાનું કહે છે. ઋષી ને તો કોઈ ઈચ્છા નોહતી એટલે તે અશ્વિનીકુમારો પાસે તેની પત્ની માટે કાંઈક આપવાનું કહે છે. પછી અશ્વિનીકુમારો ઋષી ને એક જડીબુટ્ટી બનાવવાની રીત કહે છે. કે જે જડીબુટ્ટી નું સેવન કરવાથી ઋષી ફરીથી યૌવન પ્રાપ્ત કરશે અને ઋષી ફરીથી યુવાન થશે. આવું વરદાન આપી તે અદશ્ય થઈ જાય છે.

પછી અશ્વિનીકુમારોની બતાવેલી રીત પ્રમાણે ઋષી તેવી જડીબુટ્ટી બનાવે છે અને તેનું સેવન કરતા તે ફરીથી યુવાન બની જાય છે. યુવાન બનતા ઋષીને ખુબ આનંદ થાય છે અને તે તેની પત્નીની સાથે વિહરવા નીકળી જાય છે અને તેની પત્નીને આનંદ આપે છે. આ ઔષધ ત્યારથી ચ્યવનપ્રાશના નામથી જાણીતું થયું છે ..

ઓહ લેકિન કહેના ક્યા ચાહતે હો…આસાન ભાષા મેં સમજાઓ…

ટુક માં વારતા એટલી કે આખું વરહ કોક વૈધ નો બનાવેલો ચ્યવનપ્રાશ ખવાય..
એની ઉપર દૂધ પીવાનું…
કેરમ રમવાનું…મજ્જાની લાઈફ..

– વૈધ શ્રી ગૌરાંગ દરજી

Leave a Reply

error: Content is protected !!