જીવનમાં હકારાત્મકતા ભરી દે એવા – બિલ ગેટ્સનાં જીવન ઉપયોગી નિયમો

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટ કંપનીનાં સહ-સંસ્થાપક છે. તેમણે માઈક્રોસોફ્ટ કંપની બનાવવા માટે હાર્વર્ડ યુનિવર્સીટીનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. બિલ ગેટ્સને નાનપણથી જ કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રસ હતો અને તેમણે 13 વર્ષની ઉંમરમાં જ ઘણાં ઉપયોગી સોફ્ટવેર બનાવવાનું શરૂ કરી દીધેલું. તેમણે પોતાનું ભણતર છોડીને મિત્ર પોલ એલન સાથે માઈક્રોસોફ્ટનાં વિકાસમાં જોડાય ગયા હતાં. આજે બિલ ગેટ્સ દુનિયાનાં સૌથી ધનિક વ્યક્તિઓમાં જગ-મશહૂર છે.

બ્રિટનના સમાચારપત્રને આપેલા ઈન્ટરવ્યૂમાં બિલ ગેટ્સે જણાવ્યું કે,  તેમણે અને તેમના પત્ની મેલિન્ડાએ તેમના ત્રણેય સંતાનોને 14 વર્ષની વયના થાય ત્યાં સુધી સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. સંતાનો માટે સ્માર્ટ ફોનના ઉપયોગ માટે સમય મર્યાદા નિર્ધારિત કરાઈ છે. ઘરમાં ભોજન વખતે પણ આકરા નિયમો લાગુ કરાયા છે.

ગેટ્સે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોની દીનચર્યામાં ખેલલ ના પડે તેમજ તેઓ પૂરતી ઊંઘ માણી શકે તે માટેનો સ્ક્રીન ટાઈમ પણ નક્કી કરાયો છે. તેમના મતાનુસાર બાળકો માટે ટેકનોલોજી વિશેષ કરીને સ્માર્ટફોનના ઉપયોગ માટે મર્યાદા નક્કી થવી જોઈએ.

બિલ ગેટ્સનાં જીવન ઉપયોગી નિયમો. જે અપનાવવાથી જીવનમાં ખૂબ ફાયદો થશે.
● વિશ્વને તમારાં કામથી જ મતલબ છે વિચારોથી નહીં.
● તમારે જીવનમાં જે પ્રાપ્ત કરવું હોય એને દિવસમાં અને કલાકોમાં વિભાજીત કરીને કામે લાગી જાવ.
● પ્રયત્નો કરતા રહેવામાં કોઈ શરમ નથી.
● સફળતામાં લક્ષ્ય નક્કી કરી સતત કામ કરતા રહો.
● કોઈ તક ફરીવાર નથી મળતી પણ નવી તકો ચોક્કસ મળે છે.
● તમારાં મા-બાપ તમારા ખર્ચ ઉઠાવીને થાકી ગયાં છે એ સત્ય-હકીકત બને એટલાં વહેલાં સમજી જાવ.
● જીવન કદી ધોરણો મુજબ તમને પાસ કરીને આગળ લઈ જતું નથી અને અહીં વેકેશન પણ હોતા નથી.
● તમને ન ગમતા માણસો સાથે પણ સૌજન્યથી વર્તન કરો, શું ખબર એમની સાથે પણ કામ કરવાનાં દિવસો આવી જાય.
● ટીવી, ફિલ્મો અને નવલકથાનાં કાલ્પનિક અને બનાવટી પાત્રોમાંથી કોઈ જ પ્રેરણા ન લેશો.
● વિશ્વની તકલીફોથી ટેવાઇ જાઓ.
● તમારી ભૂલો માટે કોઈને દોષ આપવાને બદલે તેનાં કારણો શોધો.
● પોતાના કામ જાતે કરો.
● પૈસા, સમય અને તકનો સદુપયોગ કરો.

તમને જાણીને નવાઈ લાગશે કે, માઈક્રોસોફટ કંપનીના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સ લાખો કે કરોડોની નહીં પણ માત્ર રૂ. 640 ની કાંડા ઘડિયાળ પહેરે છે. આટલું જ નહીં તેઓ સામાન્ય માણસની જેમ મેકડોનાલ્ડ જઈને બર્ગરનો સ્વાદ પણ માણે છે. એમનાં જીવનની સાદગી, ઉચ્ચ વિચાર, પૈસાનો સદુપયોગ અને ચેરિટી જેવા અનેક ગુણો અપનાવવા જેવા છે.

સંકલન – ઈલ્યાસભાઈ

બીલ ગેટ્સ ના જીવન પર નું એક સુંદર પુસ્તક પણ ગુજરાતીમાં ઉપલબ્ધ છે. અને ખુબ જ નજીવી કીમત માં ખરીદવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!