દરિયાના પાણીમાં ગરકાવ થઇ જતા ગુજરાતના આ મંદિર વિષે જાણવા જેવું છે

વાત છે ભરુચ જીલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ ગામ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવની.અહિં હજારો ભાવિકો દરવર્ષે દર્શનાર્થે આવે છે.અને આ મંદિર તેની ભૌગોલિક સંરચનાને કારણે અત્યંત પ્રખ્યાત બન્યું છે.છતાં એને “ગુપ્તતીર્થ” પણ કહેવાય છે…!

સ્તંભેશ્વર મહાદેવનું આ મંદિર ખંજ્ઞાતના અખાતની ખાડીમાં આવેલું છે.મંદિરની દરિયામાં,કિનારાથી થોડું દુર આવેલ છે.અને આથી જ આ મંદિરના દર્શન માત્ર ઓટના સમયે જ થઇ શકે છે…!દરિયામાં આવતી ભરતીના સમયે મંદિર પાણીમાં ગરકાવ થઇ જાય છે ! દિવસ દરમિયાન તેમના દર્શન કરી શકાય છે.ત્યારે પાણી ઓસરી જાય છે.પણ સાંજે પાંચેક વાગ્યા બાદ ભરતીની શરૂઆત થાય એટલે અહિં પહોંચી શકાતું નથી,મંદિર જ પાણીમાં ગરકાવ થઇ જાય છે…!આકર્ષક નજારો ધરાવતું આ ભારતનું સુંદરત્તમ તીર્થસ્થળ છે.જે પાણીમાં પણ રહે છે,અને બહાર પણ !

કહેવાય છે કે,આ મંદિર ઘણું જ પ્રાચીન છે.એમ પણ કહેવાય છે કે,સ્તંભેશ્વર મહાદેવનું આ શિવલિંગ અત્યંત પ્રાચીન છે અને સ્વયંભૂ પ્રગટેલ છે.આ મંદિર મહિ નદીના સંગમ સ્થાન પર આવેલ છે.અહિં જ મહી નદી સમુદ્રને મળે છે.માટે આ સ્થળને “સંગમતીર્થ” તરીકે પણ ઓળખાય છે.

મંદિરનો પૌરાણિક ઇતિહાસ –

લોક માન્યતા મુજબ શિવપુત્ર કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ થયો પરંતુ ત્યારબાદ તેમને એક શિવભક્તનો સંહાર કર્યાનું દુ:ખ થવા લાગ્યું તેના પ્રાયશ્ચિત રૂપે તેમણે શિવલિંગની સ્થાપના કરી અહીં વર્ષો સુધી તપ કર્યુ અને શિવજીને પ્રસન્ન કર્યા.

“ગુપ્ત તીર્થ” તરીકે જાહેર થવા પાછળ પણ એક કથા છે જેના અનુસાર જ્યારે પૃથ્વી પરનાં બધાં તીર્થ એકત્ર થઇ એકવાર બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધાં તીર્થ સાથે જોઇ ખુશ થયા. તીર્થોએ બધામાં શ્રેષ્ઠ તીર્થ કોણ તે બાબતે જણાવવા કહ્યું જેથી બ્રહ્માજીએ ખુબ વિચાર કર્યાબાદ કંઇ ન સમજ પડતા તીર્થોને જ એ બાબતે જણાવવા કહ્યું.ત્યારે સર્વ તીર્થ મૌન રહ્યા પણ સ્તંભેશ્વર તીર્થે પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું કારણકે ત્યાં દરિયા અને મહી નદી સંગમ ઉપરાંત દેવોનાં સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ છે. આ સાંભળી ધર્મદેવે આવા અહંકારી વચનનાં બદલે સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમે તીર્થ તરીકે ક્યારેય પણ પ્રસિદ્ધિ નહી પામો. તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત જ રહેશે.

અન્ય અગત્યતા –

સ્‍તંભેશ્વર તિર્થનો મહિમા પ્રત્‍યેક યુગમાં વિવિધ રીતે ગવાયો છે. કાર્તિકસ્‍વામીએ તારકાસુર પર અહીં વિજય મેળવ્‍યો તેથી ‘વિજયક્ષેત્ર’ તથા ‘સ્‍કંધ ક્ષેત્ર’ તારકાસુરને મારવાનું કાર્તિકેયજીનું પાપ બળી જતાં બ્રહ્માજીએ નિમિત્તથી પ્રકૃતિથી સૃષ્‍ટિના અંતે થનારા ત્રણ પ્રકારના કાર્યો આ ક્ષેત્રમાં કર્યા તેથી તે ‘બ્રહ્મ ક્ષેત્ર’ તરીકે અને કપીલ મુનીએ તપોસિધ્‍ધી મેળવી એટલે ‘કપીલ ક્ષેત્ર’ કહેવાયું. બ્રહ્માજીના પુત્ર ‘ગુપ્‍ત ક્ષેત્ર’ તરીકે ઓળખાયું. કપીલમુની,યાજ્ઞવકલીય ઋષિ, દધીચીમુની પણ અહીં થઇ ગયાનું કહેવાય છે. પરશુરામને ‘પરશુ’ અહીં મળ્‍યું હતું. દ્વારકા જતાં પહેલા અર્જુને આ તિર્થની મુલાકાત લઇ અહીંની મુશ્‍કેલીઓ દુર કરી હતી.

એવું પણ કહેવાય છે કે,આ શિવલિંગની સ્થાપના દેવોના સેનાપતિ કુમારસ્કંદે કરી હતી.સ્કંદપુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ આપેલો છે.કહેવાય છે કે,ગુજરાતમાં ત્રણ ગુપ્ત શિવલિંગ છે.એક સોમનાથ,બીજું કંબોઇનું સ્તંભેશ્વર અને ત્રીજાની માહિતી હજી મળી નથી.સ્તંભેશ્વર મહાદેવના આ ગુપ્તતીર્થની દોઢ દાયકા પહેલાં જ બધાંને જાણ થઇ હતી.

આજે અનેક શ્રધ્ધાળુઓ આ અનોખા મંદિરના દર્શનાર્થે આવે છે.લોકો કહે છે કે,અહિં શિવ-પાર્વતી સાક્ષાત્ વિરાજે છે અને માટે જ લોકો અહિં દર્શન કરી ધન્યતા અનુભવે છે…!

સંકલન – Kaushal Barad

Leave a Reply

error: Content is protected !!