દર્દીનો જીવ બચાવવા ૮ કિમી સુધી ખાટલો ઉપાડીને ચાલ્યા આ ડોક્ટર સાહેબ

સામાન્ય રીતે ડૉક્ટરો માટે એવા અહેવાલો વધારે જોવા મળતા હોય છે જેમાં તેઓ બેદરકારી વર્તે અને દર્દીઓને નુકસાન પહોંચતું હોય છે. પરંતુ ઓડિશામાં એક ડૉક્ટરે એવી મિસાલ રજુ કરી છે કે જે જાણીને ખરેખર એમ થાય કે દુનિયામાં આવા પણ દયાળુ માણસો છે જેમનામાં માનવતા લખલૂટ ભરેલી છે. સારવાર માટે ગરીબો જે રીતે ઠોકરો ખાતા હોય છે તે દયનીય છે. આ ડૉક્ટરે જે કર્યું તેનાથી એક યુવતીનો જીવ બચી ગયો.

ઓડિશાના મલ્કાનગિરી જિલ્લાના એક ગામમાં ડોક્ટર પ્રેગ્નેન્ટ મહિલાને જ્યારે ખાટલા સાથે લઈને પહોંચ્યાં ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. ડૉક્ટર 8 કિમી પગપાળા ચાલીને મહિલાનો જીવ બચાવવા ખાટલામાં ઉચકીને હોસ્પિટલ પહોંચ્યાં હતાં. વાત જાણે એમ હતી કે એક ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડી અને હોસ્પિટલમાં જાણ કરાઈ. ડ્યૂટી પર તહેનાત ડૉક્ટર ઓમકાર હોતા ગામ પહોંચ્યાં તો સમજી ગયા કે મહિલાને હોસ્પિટલ લઈ જવી ખુબ જરૂરી છે. મહિલાની ડિલિવરી થઈ ગઈ હતી પરંતુ લોહી ખુબ વહી રહ્યું હતું.

રસ્તો બરાબર નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તેમ નહતી. ડૉક્ટરે મહિલાને ખાટલા ઉપર જ લઈ જવાનું યોગ્ય સમજ્યું. ડૉક્ટરનું સાહસ જોઈને મહિલાના પરિજનોએ પણ તેમને મદદ કરી. ત્યારબાદ ડૉક્ટર અને મહિલાનો પતિ ખાટલા પર મહિલાને હોસ્પિટલ લઈ ગયાં. હોસ્પિટલ પહોંચી જવાના કારણે મહિલાનો જીવ બચી ગયો. મહિલા અને નવજાત બાળકનું સ્વાસ્થ્ય સારૂ છે.

સોર્સ: એશિયન એઈજ

સૌથી લોકપ્રિય ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર આપ આ પોસ્ટ વાંચી રહ્યા છો.

Leave a Reply

error: Content is protected !!