દેશી અને શુદ્ધ ઘી વિશે અવનવી વાતો અને ઘી ખાવાનાં ચમત્કારિક ફાયદા

ઘી શબ્દ એ સંસ્કૃત શબ્દ घृत પરથી આવેલ છે. ઘી માખણમાંથી બનાવવામાં આવે છે. તે માખણના શુદ્ધ રૂપ તરીકે ઓળખાય છે.

ડાયટિંગ કરતી વખતે આપણે સૌથી પહેલાં ઘી ખાવાનું છોડી દઈએ છીએ. આપણને એવું લાગે છે કે, ઘી ખાવાથી આપણે જાડા થઈ જઈશું, પણ એવું બિલકુલ નથી. દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે. આયુર્વેદમાં ઘીને પરમપિત્ત શામક કહેવાયું છે. આયુર્વેદિક મતે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે.

● રોજ દેશી ઘીનું સેવન કરવાથી વાત-પિત્તનું શમન થાય છે.
● ઘી ખાવાથી પાચન ક્રિયા મજબૂત બને છે.
● હૃદયની નળીઓમાં બ્લોકેજ હોય તો ઘી લ્યુબ્રિકેન્ટનું કામ કરે છે.
● કબજિયાતને ખતમ કરવા માટે ઘી બહુ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે ઘીની ચિકાશથી આંતરડામાં મળ સૂકાઈ જવાની સમસ્યા દૂર થાય છે.
● ઉનાળામાં જ્યારે પિત્ત વધી જાય છે ત્યારે ઘી તેને શાંત કરે છે અને શીતળતા પ્રદાન કરે છે.
● દાળમાં થોડું ઘી નાખીને ખાવાથી ગેસની સમસ્યા થતી નથી.
● ઘીનું સેવન આંખોને પણ તેજ બનાવે છે. જેથી ગ્લૂકોમાના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે.
● ત્વચા ફાટી ગઈ હોય કે રૂક્ષ થઈ ગઈ હોય તો દેશી ઘી ત્વચાને સોફ્ટ અને મોઈશ્ચરાઈઝ કરે છે. તમે દેશી ઘીથી દરરોજ ચહેરાની મસાજ પણ કરી શકો છો.
● દેશી ઘીનું સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને યોગ્ય રાખે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.
● દેશી ઘીમાં વિટામિન K2 હોય છે, જે બ્લડ સેલ્સમાં જામેલા કેલ્શિયમને દૂર કરે છે જેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.
● દેશી ઘીનું સેવન રોગ-પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે જેના કારણે ઈન્ફેક્શન અને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે.
● દેશી ઘીમાં સૂક્ષ્મ જીવાણુ, એન્ટી કેન્સર અને એન્ટી વાયરલ એજન્ટ હોય છે જે અનેક બીમારીઓ સામે લડવાની તાકાત પૂરી પાડે છે.
● દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી વાળ નાની ઉંમરમાં સફેદ થતાં નથી. દેશી ઘીનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવી જાય છે.
● ઘી નું સેવન યાદ-શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
● ગાયનું ઘી હાથે-પગે ઘસવાથી હાથપગમાં થતી બળતરા મટે છે તેમ જ ખોટી ગરમી નીકળી જઈ ઘસઘસાટ ઊંઘ આવે છે.
● વૈજ્ઞાનિક મત પ્રમાણે ઘી શરીરમાં શક્તિ પેદા કરે છે, ઘી શરીરમાંની ગરમી (ઉષ્મા)નું નિયમન કરે છે તેમ જ આખા શરીરને સ્નેહયુક્ત કરીને મહત્વનાં અંગોનું રક્ષણ કરે છે.
ઘી કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન કરતાં વધારે ઉપયોગી છે.
શુદ્ધ ઘી થી વિટામિન \’એ\’,ડી\’, \’ઈ\’ અને \’કે\’ પ્રાપ્ત થાય છે.

હવે પ્રશ્ન એ થાય કે શુદ્ધ ઘી લાવવું ક્યાંથી ? તો ચાલો જાણીએ ઘરે શુદ્ધ ઘી બનાવવાની રીત

સૌથી પહેલાં રોજના ઉપયોગ માટે ઘરમાં જે દૂધ આવે છે તેને ગરમ કરવાનું શરૂ કરવું, ખાસ ધ્યાન રાખવું કે દૂધને ધીમા તાપે જ ગરમ કરવું. ગરમ કરેલું દૂધ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને ફ્રીઝમાં મુકી દેવું. 1થી 2 કલાક ફ્રીઝમાં રાખ્યા બાદ દૂધને બહાર કાઢી તેના પર જામેલી મલાઈ એક તપેલામાં ઉતારી લેવી. આ રીતે એક અઠવાડિયા સુધી દૂધ ગરમ કરી મલાઈ ઉતારતાં રહેવું, ખાસ ધ્યાન રાખવું કે મલાઈને ફ્રીઝમાં જ રાખવી. મલાઈ સારી એવી માત્રામાં એકઠી થઈ જાય પછી તેમાં થોડું દહીં ઉમેરી એક રાત રહેવા દેવું અને બીજા દિવસે તેમાં બ્લેન્ડર ફેરવી માખણ અલગ કાઢી લેવું. મલાઈમાંથી બનેલા માખણને લોઢાની કઢાઈમાં ગરમ કરવા મુકવું. માખણને ધીરે-ધીરે હલાવતાં રહેવું અને જ્યારે ઘી અલગ તરી આવે ત્યારે તેને ગાળી લેવું અને ડબ્બામાં ભરી લેવું.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!