મધ્ય ગીરમાં ફક્ત એક મહંત માટે મતદાન મથક ઉભું કરાશે – ફક્ત મહંતને જ ત્યાં વસવાટ માટે ફોરેસ્ટ ખાતાની મંજુરી

ગીર-સોમનાથજિલ્લામા આગામી વિધાનસભાની ચૂંટણીના ટુંક સમયમાં જાહેર થવાની છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. કલેકટર ડો અજયકુમારના માર્ગદર્શન હેઠળ નાયબ ચુંટણી અધિકારી આર. આર. ગોહેલ, મનનકુમાર તથા પ્રાંતઅધિકારી ઓ, મામલતદારો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ઉના તાલુકાના બાણેજ ગામે એક મતદાર ભરતદાસ બાપુ માટે મતદાન મથક ઉભું કરવામાં આવશે.

ભારતમાં ખરેખર લોકશાહી છે અને દરેક માણસના મતનું મહત્વ સરખુ છે તે ત્યારે સમજાય જ્યારે ઈલેકસન કમિશન દ્વારા માત્ર એક મતદાતા માટે પોલીંગ બુથ બનાવવામાં આવે. તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતમાં એક મતદાન બુથ એવુ છે જે માત્ર એક જ વ્યક્તિ માટે ઉભુ કરવામાં આવ્યુ છે.

આ પોલીગ બુથ છે ગીરનું બાણેજ. ગીર અભ્યારમ્યમાં આવેલ મતદાન મથક જ્યાં બાણેજ ગીરના મહંત ભરતદાસ દર્શનદાસ એક માત્ર પોતાનો મત આપે છે. આ મંદિર ગીર અભ્યારણ્યમાં આવેલું એક પવિત્ર યાત્રાધામ છે. 60 વર્ષના મંહત માટે સ્પેશ્યલ ટીમ સ્પેશ્યલ 35 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને જંગલની અદંર જઈ બાણેજમાં મહંત માટે પોલીંગ બુથ ઉભુ કરે છે.

મહંત ભરતદાસ દરેક ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપે છે

મહંત ની મુલાકાત નો વિડીયો જોવો જરૂર ગમશે.

લોકપ્રિય ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી તમે આ અદ્ભુત પોસ્ટ નિહાળી રહ્યા છો.

Leave a Reply

error: Content is protected !!