મોઢામાં પડતા ચાંદા (Mouth Alcer) મટાડવાના સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપચાર

મોઢામાં ચાંદા પડવાનું મુખ્યકારણ વિટામિન બી-12ની અછત છે. શરીરમાં અમુક માત્રામાં જો બી-12 વિટામિનની અછત થતા મોઢામાં ચાંદા પડે છે. વધુ પ્રમાણમાં દારૂનું સેવન અને ધુમ્રપાન કરવાથી પણ મોઢામાં ચાંદા પડતા હોય છે.

મોંમાં ચાંદા પડી જાય તો વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે. તેને કોઈ કામમાં મન લાગતું નથી અને તે ખાવા-પીવા અને બોલવામાં ઘણી પરેશાની થાય છે. આજની ફાસ્ટફુડવાળી લાઇફસ્ટાઇલના કારણે મોંમાં ચાંદા પડવા અને પેટને લગતી સમસ્યા થવી સામાન્ય બાબત છે. પરંતુ જો તમે મોઢામાં ચાંદા પડવાના કારણે કોઈ એલોપેથી દવા લેવા ના માગતા હોવ અને તેનાથી ઝડપથી છુટકારો પણ મેળવવા માગતા હોવ તો તમે અહીં જણાવેલા ઘરગથ્થુ ઉપચાર અપનાવી શકો છો. જો તમને સતત મોઢામાં ચાંદા રહેવાની સમસ્યા હોય તો તે કેમ થાય છે તે કારણો જાણવા પણ ખૂબ જરૂરી છે અને ફરી તેવુ ના થાય તે માટે શું કરવું તે પણ જાણી લેવું.

મોઢામા ચાંદા એટલે મોં ની અંદર આવેલુ ચામડી નુ પાતળુ આવરણ જેની અંદર આવતો સોજો જે ગાલ, પેઢા, હોઠ અને જીભ ને પણ અસર પહોચાડે છે જેના કારણે અસરગ્રસ્ત ભાગ લાલ રહે છે અને ત્યા બળતરા નો પણ અહેસાસ થાય છે.

મોઢામાં ચાંદા પડવાના મુખ્ય કારણો –

૧) ખોરાક મા વિટામીન બી ૧૨ , ફોલીક એસીડ , પ્રોટીન તથા લોહતત્વ ( આઇરન ) ની ઉણપ,

૨) મો ની કાળજીપુર્વક ની સફાઇ ના કરવી,

૩) દાંત મા લગાવેલા ડેન્ચર ( ચોકઠુ, સ્પ્રીંગ ) જે યોગ્ય રીતે ન લગાવ્યા હોય,

૪) વધારે પડતા ગરમ ખોરાક કે પીણા ના કારણે,

૫)કોઇ પણ પ્રકાર ની એલર્જી જે ખોરાક કે પછી દવાઓના કારણે થઇ હોય,

૬) રેડીયોથેરાપી ના કારણે.

અસરકારક ઘરગથ્થુ ઉપચાર–

૧ ) વધારે પડ્તા તીખા અને મસાલા વાળા ખોરાક તેમજ ખાટા રસાળ ફળથી દુર રહેવુ જોઇએ.

૨ ) જો વધારે બળતરા લાગે તો બરફ ના ગાંગળા લગાવી શકાય.

૩ ) બને એટલુ વધારે પાણી પીવાથી પણ ફાયદો થાય છે.

૪ ) મોની તથા દાંત ની સાર-સંભાળ સારી રીતેકરવાથી આ સમસ્યા ને રોકી શકાય છે.

૫) તાંદરજો, ભાજી વગેરે લીલા શાકભાજી ખાવાથી વિટામીન બી ૧૨ મલૅ છે જે આવા ચાંદા ની સામે રક્ષણ આપે છે.

૬) નાની હરડેને પીસીને ચાંદા પર દિવસમાં બેથી ત્રણ વાર લગાડવાથી મોં અને જીભ બંનેના છાલા ઠીક થઈ જાય છે.

૭) સાકરને વાટી લો. તેમા કપૂર મિક્સ કરો. તેમા સાકર આઠ ભાગ અને કપૂર એક ભાગ લો હવે આ મિશ્રણને ચાંદા પર ભભરાવો ફાયદો થશે.

૮) લગભગ બે ગ્રામ ગંઠોડાનો પાઉડર બનાવી થોડું ગ્લિસરીન ભેળવીને ચાંદા પર દિવસમાં બેથી ત્રણ વાર લગાવવાથી જલદી ફાયદો મળશે.

૯) ચાંદા થયા હોય ત્યારે રોજ રાત્રે સૂતા પહેલાં મધ અને હરડેનું ચૂર્ણ મિકસ કરો અને એ લો.

૧૦) એલોવેરાના પાનની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો કે તેને ખાઈ પણ શકાય.

૧૧) આમળાની પેસ્ટ ચાંદા પર લગાવવી. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવો.

૧૨) 1 કપ પાણીમાં 2 મોટા ચમચી મીઠું ભેળવો. આ પાણીથી 1 મિનિટ સુધી કોગળા કરો.

૧૩) ચાંદાની પીડા દૂર કરવા માટે ખાવાનો સોડાએ જગ્યા પર લગાવો.

૧૪) ફટકડીને પાણીમાં ઉમેરી તેના કોગળા કરો.

તમારા પોતાના ફેસબુક પરિવાર ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર આ પોસ્ટ વાંચીને શેર કરવાની ઈચ્છા થાય તો બીજા મિત્રો સાથે શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!