વિશ્વના ધનિકો ને ય પાછળ રાખી દે એવા મુકેશભાઈ ની જાહો જહાલી વાળી જિંદગી જોઇને ચોંકી જશો

હોંગકોંગના બિઝનેસમેન લી કા-શિંગને પાછળ રાખીને મુકેશ અંબાણી એશિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ બની ગયાં છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 33.3 બિલિયન ડોલર છે. ચાલો, જાણીએ મુકેશ

અંબાણીની રોયલ લાઈફ વિશે.

સૌથી અદ્દભુત ઘરો પૈકીનું એક છે એન્ટિલિયા


જણાવી દઈએ કે, એન્ટિલિયા દક્ષિણ મુંબઈના ઑફ પેડર રોડ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર આવેલું છે અને મુકેશ અંબાણીની અંગત માલિકી ધરાવતો સૌથી મોંઘો બંગલો છે. 2010માં બાંધવામાં આવેલ 27 માળનાં એન્‍ટિલિયાની કિંમત 12 હજાર કરોડ આંકવામાં આવી છે. આ મકાન 170 મીટર ઊંચું છે. આ બિલ્‍ડિંગમાં ચાર લાખ સ્‍ક્‍વેર ફૂટનું બાંધકામ છે. આ આલીશાન રાજ-મહેલ જેવા ઘરમાં જીવન જરૂરી બધી જ સુખ-સગવડ ઉપલબ્ધ છે. આ મકાનમાં અંબાણી પરિવારનાં સભ્યો તથા આશરે 600 જણનો સ્ટાફ રહે છે.

મુકેશ અંબાણી દુનિયાની સૌથી સિક્યોર કારમાં સવારી કરે છે.


મુકેશ અંબાણી માત્ર સૌથી મોંઘા ઘરમાં રહે છે એટલું જ નહીં સૌથી મોંઘી કારોમાં ફરે પણ છે. અંબાણી પોતાની BMW 760 Li માં મુસાફરી કરે છે કે જે ભારતની સૌથી મોંઘી કાર છે. આ ગાડીમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યાં છે એનાં કારણે ગાડીની કિંમત ઘણી વધી ગઈ છે.

BMW 760 Li કારમાં કરેલ ઘણાં ફેરફારોને કારણે આ કાર દુનિયામાં સૌથી વધું સુરક્ષિત છે. આ કારની ની ઓન રોડ કિંમત 1.9 કરોડ રૂપિયા છે. પરંતુ અંબાણીની ઝેડ કેટેગરી સિક્યોરિટી ની જરૂરિયાત મુજબ BMW એ આ કારમાં ઘણાં ફેરફારો કર્યા છે. સશસ્ત્ર કારોની ઈમ્પોર્ટ ડ્યુટી પર 300 ટકા જેટલો ટેક્સ લાગે છે એનાં કારણે આ કારની કિંમત 8.5 કરોડ રૂપિયા છે. અંબાણીની આર્મ્ડ BMW 760 Li VR7 બ્લાસ્ટીક પ્રોટેક્શનથી સજ્જ છે. ડોર પેનલમાં ખૂબ જ મજબૂત પ્લેટનો ઉપયોગ થયો છે. કારની પ્રત્યેક વિન્ડો 65 mm જાડા અને 150 કિ.ગ્રા. વજન સાથે બુલેટ પ્રુફ છે. કાર ઉપર આર્મી ગ્રેડ હથિયાર, હેન્ડ ગ્રેનેડ, 17 કિલોગ્રામ સુધીનાં હાઈ ઈન્ટેન્સિટી ટી.એન.ટી. બ્લાસ્ટની પણ કોઈ અસર થતી નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખી કારના ઘણાં પરીક્ષણો કરવામાં આવેલ છે.

મુકેશ અંબાણીની એર બસ 

મુકેશ અંબાણી પાસે એરબસ-319 જેટ છે, જેની કિંમત 242 કરોડ છે. જે ફાયર પ્રુફ છે. આખી બસ વિડીયો સર્વીલન્સ અને જી.પી.એસ. સિસ્ટમથી જોડાયેલ છે. એર બસમાં ટીવી અને મ્યુઝિક સીસ્ટમથી સજ્જ શાહી બેડરૂમ પણ છે. આ બસમાં નાનકડી પાર્ટીનું આયોજન પણ થઈ શકે.

બે પ્લેન પણ છે

એરબસની સાથે-સાથે મુકેશ અંબાણી પાસે બિઝનેસ જેટ-2 અને ફાલ્કન 900 EX પણ છે. તેમાં બિઝનેસ ઓફિસ, બોર્ડરૂમ અને પ્રાઇવેટ બેડરૂમ પણ છે.  બોઇંગ બિઝનેસ જેટની કિંમત 73 મિલિયન ડોલર છે અને ફાલ્કન 900 EX ની કિંમત 43.3 મીલિયન ડોલર છે.

हुन्नर तो सब में होता हैं फर्क बस इतना होता हैं, किसी का *छिप* जाता हैं, तो किसी का *छप* जाता हैं ।

સંકલન – ઈલ્યાસભાઈ

ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર આપ આ પોસ્ટ નિહાળી રહ્યા છો.

Leave a Reply

error: Content is protected !!